Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ વાયરલ, મીમ્સ થયા વાયરલ -દીપિકાએ કેમ પતિના કપડાં લઇ લીધાં !

રણવીર સિંહ (Ranveer singh) તેની અતરંગી ડ્રેસીંગ સ્ટાઈલ માટે જાણીતો છે. પણ હવે તો તેેણે હદ કરી. રણવીર  અવારનવાર એવા અલગ-અલગ આઉટફિટ્સ ટ્રાય કરે છે જેના કારણે તે મોટાભાગે તેના આઉટ ફીટને લઇને તેને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવે છે. જો કે તાજેતરમાં રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર  ધૂમ માચવી છે. રણવીરનું આ બોલ્ડ ફોટોશૂટ જોઈને દરેક લોકો આશ્ચર્યચક
રણવીર સિંહનું ન્યૂડ ફોટોશૂટ વાયરલ  મીમ્સ થયા વાયરલ  દીપિકાએ કેમ પતિના કપડાં લઇ લીધાં
રણવીર સિંહ (Ranveer singh) તેની અતરંગી ડ્રેસીંગ સ્ટાઈલ માટે જાણીતો છે. પણ હવે તો તેેણે હદ કરી. રણવીર  અવારનવાર એવા અલગ-અલગ આઉટફિટ્સ ટ્રાય કરે છે જેના કારણે તે મોટાભાગે તેના આઉટ ફીટને લઇને તેને સોશિયલ મીડિયા પર સતત ટ્રોલ કરવામાં આવે છે. જો કે તાજેતરમાં રણવીર સિંહે ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું છે. આ ફોટોશૂટની તસવીરો સોશિયલ મીડિયા પર  ધૂમ માચવી છે. રણવીરનું આ બોલ્ડ ફોટોશૂટ જોઈને દરેક લોકો આશ્ચર્યચકિત થઈ ગયા છે.ગઈકાલે રાતથી આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ સાથે રણવીર પર ઘણા મીમ્સ(memes) પણ બનાવવામાં આવી રહ્યાં છે, જેને જોઈને તમે તમારું હસવાનું નહીં રોકી શકો. કેટલાક લોકોએ આ મીમ્સમાં દીપિકા પાદુકોણને પણ ઘસડી છે. 
રણવીર સિંહે નાની ઉંમરમાં જે  પોતાના દમ પર આ ગ્લેમર વર્લ્ડમાં સફળતા મેળવી છે. તેનું કારણ તેની પ્રતિભા અને આત્મવિશ્વાસછે, જેના કારણે તે થોડા જ સમયમાં આ મુકામ સુધી પહોંચવામાં સફળ રહ્યો છે.  આ વખતે રણવીરે ન્યૂડ ફોટોશૂટ  કરીને પોતે કેટલો કોનેફિટન્ડ છે તે સાબિત પણ કરી દીધું , જેની દરેક જગ્યાએ તેની ચર્ચા થઈ રહી છે. તેણે આ ફોટોશૂટ એક પેપર મેગેઝિન માટે કરાવ્યું છે, જેમાં તે ન્યૂડ થઈને સ્ટાઇલિશ પોઝ આપતો જોવા મળી રહી છે. 
Advertisement

 સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા આ મીમ્સમાં યુઝર્સ કોમેન્ટ કરી રહ્યા છે કે અત્યાર સુધી લોકો રણવીર સિંહના કપડા અને ફેશન સેન્સની મજાક ઉડાવતા હતા, હવે તો હદ છે અભિનેતાએ ન્યૂડ ફોટોશૂટ કરાવ્યું. તો કોઈએ કમેન્ટ કરી કે, લાગે છે દીપિકા પાદુકોણે પતિ રણવીરસિંહના કપડા લીધા, .જણાવી દઈએ કે રણવીરે હજુ સુધી પોતાના ઈન્સ્ટાગ્રામ પર આ તસવીરો શેર કરી નથી, એક યુઝરે લખ્યું, હવે તો બસ આજ જોવાનું બાકી હતું. તે જ સમયે કોઈ તેને મોગલી કહી રહ્યું છે.રાહુલ ખન્નાએ પણ ન્યુડ ફોટોશૂટ કરાવ્યું હતું

રણવીર પહેલા એક્ટર રાહુલ ખન્નાએ પણ ન્યૂડ ફોટોશૂટના ફોટા પોસ્ટ કર્યો હતાં. રાહુલના ફોટો જોયા પછી પણ બધા અચંબામાં પડી ગયા. મલાઈકા અરોરાથી લઈને નેહા ધૂપિયાએ તેના ફોટા પર ફની પ્રતિક્રિયા આપી હતી., અત્યારે લોકો રાહુલ ખન્નાની તસવીર જોતા થાકતા પણ ન હતા કે રણવીરે ફેન્સને મોટું સરપ્રાઈઝ આપી દીધું.
Advertisement



Advertisement



રણવીરની અપકમીંગ ફિલ્મો
રણવીર છેલ્લે જયેશભાઈ જોરદાર ફિલ્મમાં જોવા મળ્યો હતો. ફિલ્મનો વિષય ખૂબ જ સારો હતો, પરંતુ ફિલ્મ ફ્લોપ રહી. તેની આ પહેલા રિલીઝ થયેલી  ફિલ્મ 83 પણ ખાસ કમાલ કરી શકી ન હતી. હવે રણવીર પાસે 2 ફિલ્મો રિલીઝ માટે તૈયાર છે. તે સર્કસ, રોકી અને રાનીની લવસ્ટોરીમાં જોવા મળશે. સર્કસ રોહિત શેટ્ટી દ્વારા નિર્દેશિત છે જેમાં રણવીર સાથે જેકલીન ફર્નાન્ડીઝ અને પૂજા હેગડે મુખ્ય ભૂમિકામાં છે. તો રોકી અને રાનીની લવસ્ટોરીમાં ધર્મેન્દ્ર, આલિયા ભટ્ટ, જયા બચ્ચન અને શબાના આઝમી  રણવીરની સાથે છે. આ ફિલ્મને કરણ જોહર ડિરેક્ટ કરી રહ્યો છે.
 
Tags :
Advertisement

.