Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રણવીર કપૂર અને અયાન મુખર્જી સોમનાથ મહાદેવના શરણે, બ્રહ્માસ્ત્રની સફળતા બાદ દર્શન કર્યા

સુપરસ્ટાર રણબીરકપૂર અને ડિરેક્ટર અયાનમુખરજીએ ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથમંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધાં હતાં. ફિલ્મનું વીકએન્ડમાં જોરદાર કલેક્શન હાલમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા' ને વર્ષ 2022ની સૌથી સફળ  બોલિવુડ ફિલ્મ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મૌની રોય, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન અને નાગાર્જુન સ્ટારર ફ
રણવીર કપૂર અને અયાન મુખર્જી  સોમનાથ મહાદેવના શરણે  બ્રહ્માસ્ત્રની સફળતા બાદ દર્શન કર્યા

સુપરસ્ટાર રણબીરકપૂર અને ડિરેક્ટર અયાનમુખરજીએ ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથમંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધાં હતાં.

Advertisement


ફિલ્મનું વીકએન્ડમાં જોરદાર કલેક્શન 
હાલમાં જ રણબીર કપૂર અને આલિયા ભટ્ટની ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર પાર્ટ વન: શિવા' ને વર્ષ 2022ની સૌથી સફળ  બોલિવુડ ફિલ્મ બનાવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો. મૌની રોય, અમિતાભ બચ્ચન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ, શાહરૂખ ખાન અને નાગાર્જુન સ્ટારર ફિલ્મ બ્રહ્માસ્ત્ર 9 સપ્ટેમ્બરે રિલીઝ થઈ હતી. ફિલ્મનું વીકએન્ડમાં જોરદાર કલેક્શન હતું પરંતુ સપ્તાહના દિવસોમાં ફિલ્મનું કલેક્શન ઘટી રહ્યું છે. બુધવારે પણ ફિલ્મ કંઈ ખાસ કમાલ કરી શકી નથી.



બ્રહ્માસ્ત્રનું બોક્સ ઓફિસ કલેક્શન સારુ રહ્યું 
વીકેન્ડમાં બ્રહ્માસ્ત્રનું જોરદાર કલેક્શન હતું. પહેલા બીજા અને ત્રીજા દિવસે એટલે કે શુક્રવાર, શનિવાર અને રવિવારે સારું કલેક્શન હતું. પરંતુ સોમવારે ફિલ્મના કલેક્શનમાં 61.85 ટકાનો સીધો ઘટાડો જોવા મળ્યો હતો. પાંચમા દિવસે ફિલ્મના કલેક્શનમાં વધુ 21.21 ટકાનો ઘટાડો થયો છે. બુધવારે પણ ફિલ્મે શરૂઆતના ટ્રેન્ડ પ્રમાણે અત્યાર સુધીનું સૌથી ઓછું કલેક્શન કર્યું છે. ફિલ્મની કુલ કમાણી 161 કરોડ રૂપિયાની આસપાસ રહી છે. ત્યારે આજે  સુપરસ્ટાર રણબીરકપૂર અને ડિરેક્ટર અયાનમુખરજીએ ગુજરાતના પવિત્ર યાત્રાધામ સોમનાથમંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધાં હતાં.

બીજો ભાગ 2025માં રિલીઝ થઈ શકે છે
બ્રહ્માસ્ત્ર ત્રણ ફિલ્મોની શ્રેણી છે, જેનો પહેલો ભાગ શિવ હિટ થયો છે. તે જ સમયે, દર્શકો ફિલ્મના બીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. બ્રહ્માસ્ત્ર 2 દેવ અને અમૃતાની આસપાસ ફરતી જોવા મળશે. આ ફિલ્મમાં રણવીર સિંહ અને દીપિકા પાદુકોણ પણ જોવા મળી શકે છે, જો કે હજુ સુધી સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. તમને જણાવી દઈએ કે બ્રહ્માસ્ત્રના પહેલા ભાગમાં રણબીર અને આલિયા મુખ્ય લીડ રોલમાં છે, જેઓ શિવ અને ઈશાની ભૂમિકા ભજવતા જોવા મળે છે, શિવ (શિવ) અને ઈશા પણ મહાદેવ અને પાર્વતીના નામ છે. બ્રહ્માસ્ત્રના તમામ પાત્રો એકબીજા સાથે સંબંધિત છે અને અયાને ભારતીય પૌરાણિક કથાઓથી સંબંધિત બ્રહ્માંડની રચના કરી છે. ફિલ્મમાં કંઈક આવું જ બતાવવામાં આવ્યું છે. ફિલ્મના બીજા ભાગ માટે પણ દર્શકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહ્યો છે.
Advertisement
Tags :
Advertisement

.