રાનિલ વિક્રમસિંઘે શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા
શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઇ હતી. જેમા રાનિલ વિક્રમસિંઘેએ બાજી મારી લીધી છે. જીહા, શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘે ચૂંટાઇ આવ્યા છે. મહત્વનું છે કે, દેશમાં આવું પહેલીવાર બન્યું જ્યારે જનતાની જગ્યાએ સંસદ નવા રાષ્ટ્રપતિની પસંદગી કરી હોય. શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવી છે. બુધવારે સાંસદોએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને દેશàª
Advertisement
શ્રીલંકાના રાષ્ટ્રપતિ પદ માટે આજે ચૂંટણી યોજાઇ હતી. જેમા રાનિલ વિક્રમસિંઘેએ બાજી મારી લીધી છે. જીહા, શ્રીલંકાના નવા રાષ્ટ્રપતિ તરીકે રાનિલ વિક્રમસિંઘે ચૂંટાઇ આવ્યા છે. મહત્વનું છે કે, દેશમાં આવું પહેલીવાર બન્યું જ્યારે જનતાની જગ્યાએ સંસદ નવા રાષ્ટ્રપતિની પસંદગી કરી હોય.
શ્રીલંકામાં નવા રાષ્ટ્રપતિની પસંદગી કરવામાં આવી છે. બુધવારે સાંસદોએ વડાપ્રધાન રાનિલ વિક્રમસિંઘેને દેશના આગામી રાષ્ટ્રપતિ તરીકે ચૂંટ્યા છે. દેશને અભૂતપૂર્વ રાજકીય અને આર્થિક સંકટમાંથી બહાર કાઢવાની જવાબદારી હવે વિક્રમસિંઘે પર રહેશે. જોકે, તાજેતરના પ્રદર્શનોમાં, લોકોમાં તેમના વિરુદ્ધ ગુસ્સો પણ જોવા મળ્યો છે. વિક્રમસિંઘેએ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં દુલ્લાસ અલ્હાપેરુમાને હરાવ્યા હતા. 134 સાંસદોએ વિક્રમસિંઘેની તરફેણમાં અને 82 સાંસદોએ દુલ્લાસના સમર્થનમાં મતદાન કર્યું હતું. શ્રીલંકાના રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષે દેશ છોડીને ભાગી ગયા બાદ આ ચૂંટણી થઈ હતી. ગોટાબાયા દેશ છોડીને માલદીવ અને પછી સિંગાપોર ચાલ્યા ગયા છે. સિંગાપોર પહોંચ્યા બાદ તેમણે રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
મહત્વનું છે કે, રાષ્ટ્રપતિની ચૂંટણીમાં કાર્યકારી રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની સાથે દુલ્લાસ અલ્હાપેરુમા અને અનુરા કુમારા ડિસાનાયકે મેદાનમાં હતા. આ પહેલા કહેવામાં આવ્યું હતું કે, મુખ્ય મુકાબલો વિક્રમસિંઘે અને અલ્હાપેરુમા વચ્ચે જ હતો. ગોટાબાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપ્યા બાદ આ ચૂંટણી યોજાઈ હતી. મહત્વનુ છે કે, રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા બાદ રાનિલ વિક્રમસિંઘેએ જનતાને અપીલ કરી છે. તેમણે કહ્યું કે, દેશ ખૂબ જ મુશ્કેલ પરિસ્થિતિમાં છે, આપણી સામે મોટા પડકારો છે.
Advertisement
શ્રીલંકાના ચાર વખત વડાપ્રધાન રહી ચૂકેલા વિક્રમસિંઘેને ઓક્ટોબર 2018માં તત્કાલિન રાષ્ટ્રપતિ મૈત્રીપાલા સિરીસેનાએ વડાપ્રધાન પદ પરથી હટાવી દીધા હતા. જોકે, બે મહિના પછી જ સિરીસેનાએ તેમને આ પદ પર પુનઃસ્થાપિત કર્યા. સમાચાર એજન્સી અનુસાર, સત્તાધારી શ્રીલંકા પોદુજાના પેરામુના (SLPP) વિપક્ષ સામગી જના બાલવેગાયા (SJB) ના એક જૂથ અને અન્ય કેટલાક પક્ષોએ સંસદમાં વિક્રમસિંઘેની બહુમતી સાબિત કરવા માટે તેમનું સમર્થન વ્યક્ત કર્યું હતું. મહત્વનું છે કે, સાજિથ પ્રેમદાસા, જે વિક્રમસિંઘેના સાથી હતા, પાછળથી તેમનાથી અલગ થઈ ગયા અને એક અલગ પક્ષ SJB બનાવ્યો જે મુખ્ય વિરોધ પક્ષ બન્યો. યુએનપીના પ્રમુખ વી અબેવર્ધનેએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે વિક્રમસિંઘે નવા વડા પ્રધાન તરીકે શપથ લીધા પછી તેઓ બહુમતી મેળવશે. વિક્રમસિંઘે દૂરંદેશી નીતિઓ સાથે અર્થતંત્રને સંભાળી શકતા નેતા તરીકે ઓળખાય છે.
ઉલ્લેખનીય છે કે, મીડિયા અહેવાલો અનુસાર, શ્રીલંકામાં આઝાદી પછીના સૌથી ખરાબ આર્થિક સંકટનો સામનો કરવામાં સરકારની નિષ્ફળતા પછી, લોકો રસ્તા પર ઉતરી આવ્યા અને દેશમાં રાજકીય ઉથલપાથલ અને અરાજકતાના વાતાવરણ વચ્ચે, ગોટાબાયા રાજપક્ષેએ રાષ્ટ્રપતિ પદ પરથી રાજીનામું આપી દીધું. ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા વચ્ચે ગુપ્ત મતદાન દ્વારા રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી.
Advertisement