Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાનિલ વિક્રમસિંઘે ફરી વાર શ્રીલંકાના વડાપ્રધાન, લોકોને નવી આશા

આર્થિક સંકડામણમાં ફસાયેલા શ્રીલંકામાં એક પણ વ્યક્તિ હાલ વડાપ્રધાન બનવા તૈયાર ન હતો. બે દિવસથી દેશ સરકાર વગર ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા નવા વડાપ્રધાન નિયુક્ત કરવા માગતા હતા પણ વિપક્ષનો કોઇ નેતા આ પરિસ્થિતીમાં વડાપ્રધાનની જવાબદારી સંભાળવા તૈયાર ન હતો. દરમિયાન, ગુરુવારે બપોરે સમાચાર આવ્યા હતા કે રાનિલ વિક્રમસિંઘેની શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે પસંદગી કરાઇ છે અને તેàª
રાનિલ વિક્રમસિંઘે ફરી વાર શ્રીલંકાના વડાપ્રધાન  લોકોને નવી આશા
આર્થિક સંકડામણમાં ફસાયેલા શ્રીલંકામાં એક પણ વ્યક્તિ હાલ વડાપ્રધાન બનવા તૈયાર ન હતો. બે દિવસથી દેશ સરકાર વગર ચાલી રહ્યો છે. રાષ્ટ્રપતિ ગોટાબાયા નવા વડાપ્રધાન નિયુક્ત કરવા માગતા હતા પણ વિપક્ષનો કોઇ નેતા આ પરિસ્થિતીમાં વડાપ્રધાનની જવાબદારી સંભાળવા તૈયાર ન હતો. દરમિયાન, ગુરુવારે બપોરે સમાચાર આવ્યા હતા કે રાનિલ વિક્રમસિંઘેની શ્રીલંકાના નવા વડાપ્રધાન તરીકે પસંદગી કરાઇ છે અને તેઓ ગુરુવારે સાંજે વડાપ્રધાન પદના શપથ લેશે. 
રાનિલ વિક્રમસિંઘ અગાઉ પણ 4 વખત શ્રીલંકાના વડાપ્રધાન રહી ચુકયા છે. 2020માં મહિંદા પીએમ બન્યા તે પહેલા રાનિલ વિક્રમસિંઘે જ વડાપ્રધાન હતા. 73 વર્ષના રાનિલ વકીલ છે અને 19977માં તેઓ પહેલીવાર સાંસદ તરીકે ચૂંટાયા હતા. 1993માં તેઓ પહેલીવાર વડાપ્રધાન બન્યા હતા. 
આર્થિક સંકડામણમાં ફસાયેલા શ્રીલંકાની હાલત દિન પ્રતિદિન ખરાબ થઇ રહી છે. એક તરફ દેશમાં તોફાનો અને હિંસા થઇ રહી છે અને લોકો જીવન જરુરી ચીજો માટે ટળવળી રહ્યા છે. દરમિયાન શ્રીલંકાને એવા વડાપ્રધાનની જરુર છે , જે દેશને અભૂતપૂર્વ નિર્ણયો લઇને ચમત્કારિક પરિણામો આપે. શ્રીલંકાના રાષ્ટ્રપતિ પુરી મહેનતથી નવા વડાપ્રધાનને શોધી રહ્યા છે પણ તેમના પ્રયાસોને સફળતા મળતી નથી. 
અનિશ્ચીતતાના દોરમાં રાષ્ટ્રપતિ ગોટાપાયા રાજપક્ષેએ બુધવારે દેશને સંબોધન કર્યું હતું. તેમણે કહ્યું કે તે આ સપ્તાહે નવા વડાપ્રધાન અને મંત્રીમંડળની નિમણુંક કરશે, જે સરકાર વિરોધી વ્યાપક વિરોધ પ્રદર્શનોની વચ્ચે સંવૈધાનિક સુધારાને રાજૂ કરશે. રાષ્ટ્રપતિએ કહ્યું કે તે નવી કેબિનેટ બનશે તેમાં કોઇ રાજપક્ષે નહી હોય. તેમણે પ્રદર્શનકારી લોકોને કહ્યું કે હું કોઇ પણ રાજપક્ષે વગર યુવા કેબિનેટની નિમણુંક કરીશ. તેમણે સરકાર બનાવવા માટે વિપક્ષથી વાતચીત શરુ કરી દીધી હતી. 
હવે રાનિલ વિક્રમસિંઘેની વડાપ્રધાન તરીકે પસંદગી થતાં શ્રીલંકાના લોકોમાં નવી આશા જોવા મળી રહી છે. 
Advertisement
Tags :
Advertisement

.