Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રણબીરની દુલ્હનિયા પહેરશે આ લહેંગો જુઓ કોચ્યુમ આવ્યા ઘરે

ચાહકોના ફેવરિટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની સાથે સાથે તેમના લગ્નના ફંક્શનની તૈયારી પૂર જોરમાં છે. આ કપલની હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીની તૈયારીઓ ચાલુ છે.મળતી માહિતી મુજબ આલિયા-રણબીરના લગ્નમાં માત્ર 28 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું  છે. સાથે જ મહેંદી-સંગીત ફંક્શન  સાથે જોડાયેલી વિગતો પણ સામે આવી છે. ફેન્સ એ ક્ષણની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જ્યારે રણબીર કપૂર અનà«
10:34 AM Apr 11, 2022 IST | Vipul Pandya
ચાહકોના ફેવરિટ કપલ આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના લગ્નની સાથે સાથે તેમના લગ્નના ફંક્શનની તૈયારી પૂર જોરમાં છે. આ કપલની હલ્દી, મહેંદી અને સંગીત સેરેમનીની તૈયારીઓ ચાલુ છે.મળતી માહિતી મુજબ આલિયા-રણબીરના લગ્નમાં માત્ર 28 મહેમાનોને જ આમંત્રણ આપવામાં આવ્યું  છે. સાથે જ મહેંદી-સંગીત ફંક્શન  સાથે જોડાયેલી વિગતો પણ સામે આવી છે. ફેન્સ એ ક્ષણની આતુરતાથી રાહ જોઇ રહ્યાં છે. જ્યારે રણબીર કપૂર અને આલિયા ભટ્ટ સાત ફેરા લઇને એકબીજા સાથે લગ્ન કરશે. 
રણબીર અને આલિયાની ચર્ચા આજકાલ દરેક જગ્યાએ છે. આલિયાને રણબીરની દુલ્હન બનતા જોવા માટે દરેક લોકો આતુર છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટના લગ્ન તેમના બ્રાન્દ્રા સ્થિત ઘરે થશે. દંપતીએ બિલ્ડીંગમાં એક બેન્ક્વેટ હોલ પણ બુક કરાવ્યો છે, જે હાલમાં લગ્ન માટે તૈયાર કરાઇ રહ્યો છે.
ક્યાં હશે કપલની મહેંદી અને સંગીત ફંક્શન?
રણબીર અને આલિયાના લગ્નની સાથે તેમના લગ્ન પહેલાના ફંક્શન પણ ખૂબ જ ખાસ બનવાના છે. આલિયા અને રણબીરના લગ્ન પહેલા આરકે સ્ટુડિયોમાં તેમની મહેંદી અને સંગીતનું ફંક્શન યોજાશે. સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, 13 એપ્રિલે મહેંદીનું ફંક્શન તો14 એપ્રિલે સંગીત અને હલ્દીની વિધિ થશે અને સાંજે સંગીતનો કાર્યક્રમ થશે.
RK સ્ટુડિયો લગ્નના ફંક્શન માટે શણગારવામાં આવ્યો
રણબીર અને આલિયાના લગ્ન માટે આરકે સ્ટુડિયો પહેલેથી જ સજાવવામાં આવ્યો છે, સ્ટુડિયોમાં વધારાની સુરક્ષા વ્યવસ્થા પણ કરવામાં આવી રહી છે. સ્ટુડિયોની અંદર પરવાનગી વિના કોઈને પ્રવેશ આપવામાં આવતો નથી. આલિયા ભટ્ટના ભાઈ રાહુલ ભટ્ટે પણ વાતચીતમાં લગ્ન સાથે જોડાયેલી ખાસ વિગતો શેર કરી છે. તેણે કહ્યું કે લગ્નમાં ફક્ત 28 મહેમાનો જ હાજર રહેશે સાથે 200થી વધુ બાઉન્સર હશે. જેમના માટે પણ શરતો છે કે તે તમામ ડેસિન હોય સાથે જ અંગ્રેજી જાણતા હોય આ માટે પ્રતિષ્ઠિત એજન્સી હાયર કરાઇ છે. આવનાર મહેમાનમાં બધા ક્છેલોઝ રિલેટિવ છે. બધા પરિવારના સભ્યો આ લગ્નમાં સામેલ થશે. તેઓ બધા એક બસમાં ચેમ્બુર જશે. આ દરમિયાન ખાસ સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવશે.

રણબીર લગ્ન પર આલિયાને ખૂબ જ ખાસ ભેટ 
રાહુલ ભટ્ટ મહેશ ભટ્ટ અને કિરણ ભટ્ટનો પુત્ર છે. પૂજા ભટ્ટ રાહુલની મોટી બહેન છે. આલિયા મહેશ ભટ્ટ અને તેની બીજી પત્ની સોની રાઝદાનની પુત્રી છે. દરેક વ્યક્તિ એકબીજાની ખૂબ નજીક છે. રાહુલ પણ તેની બહેન આલિયા સાથે સારું બોન્ડીંગ ધરાવે છે.જેમ આ લગ્ન કપલ માટે બહુ ખાસ છે, એટલે લગ્નની ભેટ તો ખાસ જ હોય ​​છે ને? મળતી માહિતી મુજબ, રણબીર લગ્ન પર આલિયાને ખૂબ જ ખાસ ભેટ આપવા જઈ રહ્યો છે. આલિયા માટે રણબીરના લગ્નની ભેટ તેમના લકી નંબર 8 સાથે જોડાયેલ હશે. એવું કહેવામાં આવી રહ્યું છે કે રણબીર અને આલિયાના લગ્ન દરમિયાન બેકગ્રાઉન્ડમાં કોઈ ફિલ્મી ગીતો વગાડવામાં ન આવે એવી પણ ચર્ચા છે કે આ માટે ખાસ મ્યુઝિક બનાવાયું છે. લગ્નના દિવસે રણબીર અને આલિયાએ એકબીજા માટે ખાસ વચનોની નોટ પણ તૈયાર કરી છે, જે તેઓ લગ્નના દિવસે એકબીજાની સામે બોલશે. 
અભિનેત્રીના વેડિંગ આઉટફિટની પણ જોરદાર ચર્ચા
રણબીર સાથે આલિયાના લગ્નની સાથે જ અભિનેત્રીના વેડિંગ આઉટફિટની પણ જોરદાર ચર્ચા છે.આલિયાના લગ્નના લહેંગા વિશે ઘણી વિગતો બહાર આવી રહી છે. હવે નવી માહિતી અનુસાર, રણબીરની બહેન રિદ્ધિમા કપૂરે આલિયાના લગ્નનો કોસ્યુમ ફાઈનલ કરી દીધો છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટના પરિવારોએ ભલે લગ્ન વિશે મૌન સેવ્યું હોય પરંતુ ઈન્ડસ્ટ્રીના સૌથી પ્રિય કપલના લગ્નની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આલિયા ભટ્ટ અને રણબીર કપૂરના ઘરની સજાવટથી લઈને લગ્નના કોસ્ચ્યુમના આગમન સુધીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર ફરવા લાગ્યા છે, જે દર્શાવે છે કે રણબીર-આલિયાના લગ્ન ટૂંક સમયમાં થવાના છે. હાલમાં જ રણબીર કપૂરના ઘરે સબ્યસાચીની એક સુંદર બેગ આવી છે જેમાં આલિયા ભટ્ટનો લહેંગો હોવાની અટકળો લગાવવામાં આવી રહી છે.
Tags :
aliyabhattGujaratFirstranbeerkapoormarrige
Next Article