Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

અરવલ્લી જીલ્લાના રામપુર ગામે અનોખી રીતે કરાય છે નવા વર્ષની ઉજવણી

આજે સમગ્ર દેશમાં  નવા  વર્ષની  ભાવપૂર્ણ  ઉજવણી  થઈ રહી છે  ત્યારે અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી.વર્ષો જૂની પરંપરાને આજે પણ ગામના નાના થી મોટા લોકો અનુસરી રહયા છે .આજથી શરુ થતું વિક્રમ સંવત 2079નું વર્ષ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે અરવલ્લીના મોડાસાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવ
અરવલ્લી જીલ્લાના રામપુર ગામે અનોખી રીતે  કરાય  છે નવા વર્ષની ઉજવણી
આજે સમગ્ર દેશમાં  નવા  વર્ષની  ભાવપૂર્ણ  ઉજવણી  થઈ રહી છે  ત્યારે અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકાના રામપુર ગામે પરંપરાગત પશુઓ ભડકાવી આનોખી રીતે નવા વર્ષ ની ઉજવણી કરવામાં આવી હતી.વર્ષો જૂની પરંપરાને આજે પણ ગામના નાના થી મોટા લોકો અનુસરી રહયા છે .
આજથી શરુ થતું વિક્રમ સંવત 2079નું વર્ષ સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યું છે ત્યારે અરવલ્લીના મોડાસાના રામપુર ગામે અનોખી રીતે નવા વર્ષની ઉજવણી કરવામાં આવી.પશુપાલકો સવારે વહેલા ઉઠી ભગવાન કૃષ્ણના મંદિરે એકઠા થઇને આરતી કરે છે. ત્યાર બાદ આખા ગામના પશુધનને મંદિર આગળ લાવવામાં આવે છે. પશુઓની વચ્ચેજ નાના બાળકો દ્વારા ફટાકડા ફોડવામાં આવે છે અને પશુઓને ભડકાવવામાં આવે છે.  આટલી મોટી સંખ્યામાં પશુઓ ભડકે છે છતાં કોઇને ઇજા કે નુકસાન થતુ નથી. ત્યારબાદ અબાલ વૃદ્ધો સૌ એકબીજાને ભેટીને નવા વર્ષની શુભેચ્છા પાઠવે છે. 
આજના કોમ્પ્યુટર યુગમાં પણ લોકો ધર્મ અને આસ્થા સાથે જોડાયેલી પરંપરાઓ ની ઉજવણી કરી તહેવારોની ઉજવણી કરે છે.  રામપુર ગામમાં આ પરંપરા છે કે નવા વર્ષે પશુઓને ભડકાવવામાં આવે છે. જેથી આખા વર્ષ દરમિયાન સુખાકારી રહે અને ખેતી-ધંધામાં પ્રગતિ થાય. 
Advertisement
Tags :
Advertisement

.