Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રામદાસ આઠવલેની જાહેરાત: જો એકનાથ શિંદે મુશ્કેલીમાં હશે તો RPI સમર્થન કરશે

કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે શનિવારે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આઠવલેએ કહ્યું કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ) એકનાથ શિંદે જો મુશ્કેલીમાં હશે તો સમર્થન કરશે. આરપીઆઈ ચીફે કહ્યું, 'આ સરકાર લઘુમતીમાં છે. એકનાથ શિંદે સાથે એક મોટું જૂથ છે. એકનાથ શિંદેને સુરક્ષા આપવી જોઈએ.' અમારે શિવસેનામાં આંતરકલહ સાથે કોઈ લેવાદેવા નથીઆઠવલેએ કહ્યું કે મેં દેવેન્àª
11:40 AM Jun 25, 2022 IST | Vipul Pandya
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે શનિવારે મહારાષ્ટ્રના પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસને મળ્યા હતા. આઠવલેએ કહ્યું કે રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આરપીઆઈ) એકનાથ શિંદે જો મુશ્કેલીમાં હશે તો સમર્થન કરશે. આરપીઆઈ ચીફે કહ્યું, "આ સરકાર લઘુમતીમાં છે. એકનાથ શિંદે સાથે એક મોટું જૂથ છે. એકનાથ શિંદેને સુરક્ષા આપવી જોઈએ." 

અમારે શિવસેનામાં આંતરકલહ સાથે કોઈ લેવાદેવા નથી
આઠવલેએ કહ્યું કે મેં દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે, તેમણે કહ્યું કે અમારે શિવસેનામાં આંતરકલહ સાથે કોઈ લેવાદેવા નથી. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે પોતાની વચ્ચેનો વિવાદ ઉકેલશે. આઠવલેએ કહ્યું કે મેં દેવેન્દ્ર ફડણવીસ સાથે વાત કરી છે, તેમણે કહ્યું કે અમારે શિવસેનામાં આંતરકલહ સાથે કોઈ લેવાદેવા નથી. ઉદ્ધવ ઠાકરે અને એકનાથ શિંદે પોતાની વચ્ચેનો વિવાદ જાતે ઉકેલશે, અમારે તેની સાથે કોઈ લેવાદેવા નથી. અમે રાહ જોઈ રહ્યા છીએ. બીજી તરફ શિવસેનાના નેતા સંજય રાઉતની ધમકી બાદ બેકાબૂ બનેલી શિવસેનાના કેટલાક સમર્થકો રસ્તા પર, ઉતરી આવ્યાં છે. સાથે જ  બળવાખોર ધારાસભ્યની ઓફિસમાં તોડફોડ કરી રહી છે. વધુ અજારકાત ન ફેલાય તે માટે હાલમાં  મુંબઇમાં કલમ 144 લાગુ કરાઇ છે. 
જો શિંદે ફસાઈ જશે તો RPI સમર્થન કરશેઃ આઠવલે
શિવસેના પર કટાક્ષ કરતા આઠવલેએ કહ્યું, "તેમને લાગે છે કે ધારાસભ્યો તમારી પાસે આવશે. જ્યારે તેમને આવવું હશે, ત્યારે તેઓ આવશે. પરંતુ ત્યાં સુધી તેમને ડરાવશો નહીં. જો એકનાથ શિંદે મુશ્કેલીમાં આવે છે, તો તેમનીસાથે અમારી પીર્ટી છે."
'અમે સરકાર બનાવવાનું વિચાર્યું નથી'
કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું, " હજુ સુધી અમે સરકાર બનાવવાનું વિચાર્યું નથી. આવનારા સમયમાં શું થાય છે તે જોઈશું. શરદ પવાર, અજિત પવાર, ઉદ્ધવ ઠાકરે, સંજય રાઉત વિશે તેમણે કહ્યું કે તેઓ કહ છે કે બહુમતી લાવશે પણ આટલા બધા ધારાસભ્યો તો ચાલ્યા ગયા છે. જેમાં શિવસેનાના 37 અને 7-8 અપક્ષ આવી પરિસ્થિતિમાં તમે આવું કેવી રીતે કહી શકો?
આ પણ વાંચો - શિંદે સહિત 16 બળવાખોરોને ડેપ્યુટી સ્પીકરે નોટિસ ફટકારી, 27 જૂન સુધીનો આપ્યો સમય
Tags :
GujaratFirstMaharashtraPoliticsPoliticalCrisis
Next Article