NDAના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ વિશે વિવાદિત ટીપ્પણી કરીને રામ ફસાયાં
પોતાના નિવેદનોના કારણે અવારનવાર સમાચારમાં રહેનાર ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા ફરી એકવાર ફસાયાં છે. આ વખતે રામ ગોપાલ વર્માએ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે, જેને લઈને ભાજપના નેતાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.હકીકતમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ટ્વીટ કરતા તેમણે પોતાના નિવેદનમાં લખ્યું કે, જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો
Advertisement
પોતાના નિવેદનોના કારણે અવારનવાર સમાચારમાં રહેનાર ફિલ્મ નિર્દેશક રામ ગોપાલ વર્મા ફરી એકવાર ફસાયાં છે. આ વખતે રામ ગોપાલ વર્માએ એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર દ્રૌપદી મુર્મૂ પર એક વિવાદાસ્પદ ટ્વીટ કર્યું છે, જેને લઈને ભાજપના નેતાઓએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
હકીકતમાં એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર પર ટ્વીટ કરતા તેમણે પોતાના નિવેદનમાં લખ્યું કે, જો દ્રૌપદી રાષ્ટ્રપતિ છે તો પાંડવો કોણ છે? અને તેના કરતા પણ મહત્વની વાત એ છે કે કૌરવો કોણ છે?" તેમના ટ્વીટ બાદ સોશિયલ મીડિયા પર તેઓ ભારે ટ્રોલ થઈ રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે રામ ગોપાલ વર્માની આ વાંધાજનક ટ્વીટ પર બીજેપી નેતા ગુડુર રેડ્ડી અને ટી. નંદેશ્વર ગૌરે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ હૈદરાબાદના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. તે જ સમયે એબિડ્સ પોલીસ સ્ટેશનના ઇન્સ્પેક્ટર બી. પ્રસાદ રાવે રામ ગોપાલ વર્મા વિરુદ્ધ ફરિયાદ વિશે જણાવ્યું કે અમને ફરિયાદ મળી છે અને હાલમાં તેને કાયદાકીય અભિપ્રાય માટે મોકલવામાં આવી છે. કાનૂની સલાહ મળ્યા પછી, અમે વર્મા વિરુદ્ધ એસસી/એસટી એક્ટ હેઠળ ફરિયાદ દાખલ કરીશું.
બીજી તરફ આંધ્ર પ્રદેશ બીજેપી ચીફ સોમુ વીરરાજુએ રામ ગોપાલ વર્માની આ ટ્વીટની આકરી ટીકા કરી છે અને કડક કાર્યવાહીની માંગ કરી છે. તેમણે કહ્યું કે રામ ગોપાલને જેલમાં ધકેલવા જોઈએ અને મનોચિકિત્સક દ્વારા તેમની તપાસ કરાવવી જોઈએ.
વિવાદ વધતાં રામગોપાલ વર્માએ આ મુદ્દે સ્પષ્ટતા કરતાં લખ્યું કે, "આ સંપૂર્ણ પ્રમાણિકતા દર્ષ્ટિએ કહેવામાં આવ્યું છે અને તેનો કોઇ અન્ય કોઈ હેતુ નથી. દ્રૌપદી મહાભારતમાં મારું પ્રિય પાત્ર છે આ નામ ખૂબ જ દુર્લભ હોવાથી મેં તેની સાથે જોડાયેલા પાત્રોને યાદ કર્યા અને અભિવ્યક્ત કર્યા. કોઈની ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો ઈરાદો નથી