Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રામ ગોપાલ વર્મા: નોર્થના સ્ટાર્સની સાઉથના સ્ટાર્સ કરે છે ઈર્ષા

 હવે દક્ષિણ સિનેમા વિરુદ્ધ ઉત્તર ફિલ્મ ઉદ્યોગની ચર્ચામાં રામ ગોપાલ વર્મા પણ કૂદી પડ્યા છે. તેમણે કરેલી ટ્વીટ હાલમાં સમાચારમાં છવાયેલી છે. આમાં  રામ ગોપાલે લખ્યું છે કે નોર્થના સ્ટાર્સ દક્ષિણના સ્ટાર્સની ઇર્ષા કરે છે. એટલું જ નહીં, તેમણે અન્ય એક ટ્વિટમાં અજય દેવગણની ફિલ્મ રનવે 34ને પણ લપેટી છે. તેમણે લખ્યું છે કે રનવે 34નું કલેક્શન આવવા દો અને પછી જોઈએ કે હિન્દી કે કન્નડમાં કોની તાકàª
રામ ગોપાલ વર્મા  નોર્થના સ્ટાર્સની સાઉથના સ્ટાર્સ કરે છે ઈર્ષા
 હવે દક્ષિણ સિનેમા વિરુદ્ધ ઉત્તર ફિલ્મ ઉદ્યોગની ચર્ચામાં રામ ગોપાલ વર્મા પણ કૂદી પડ્યા છે. તેમણે કરેલી ટ્વીટ હાલમાં સમાચારમાં છવાયેલી છે. આમાં  રામ ગોપાલે લખ્યું છે કે નોર્થના સ્ટાર્સ દક્ષિણના સ્ટાર્સની ઇર્ષા કરે છે. એટલું જ નહીં, તેમણે અન્ય એક ટ્વિટમાં અજય દેવગણની ફિલ્મ રનવે 34ને પણ લપેટી છે. તેમણે લખ્યું છે કે રનવે 34નું કલેક્શન આવવા દો અને પછી જોઈએ કે હિન્દી કે કન્નડમાં કોની તાકાત વધુ છે. તમને જણાવી દઈએ કે સેલેબ્સ વચ્ચે આ ચર્ચા સંદીપ કીચાના નિવેદનથી શરૂ થઈ હતી. તેમણે કહ્યું હતું કે હિન્દી હવે રાષ્ટ્રભાષા નથી. સુદીપના આ ટ્વીટ પર અજય દેવગણે તેને આડે હાથ લીધો હતો. ત્યારથી આ ચર્ચા સોશિયલ મીડિયા પર ફેલાઈ છે.
કહ્યું- નોર્થના સ્ટાર્સ અસુરક્ષિત બની ગયા છે
હિન્દી અને કન્નડ ભાષાને લઈને સોશિયલ મીડિયા પર ટ્વીટ યુદ્ધ ચાલી રહ્યું છે. હવે રામ ગોપાલ વર્માના ટ્વિટ હેડલાઇન્સમાં છે. તેમણે લખ્યું છે, કિચા સુદીપ સર, એ હકીકતને નકારી શકાય નહીં કે દક્ષિણના સ્ટાર્સની સરખામણીમાં ઉત્તરના સ્ટાર્સ અસુરક્ષિત ફીલ કરે છે અને ઈર્ષ્યા કરે છે. કારણ કે કન્નડ ડબિંગ ફિલ્મ KGF2એ શરૂઆતના દિવસે 50 કરોડની કમાણી કરી છે અને આપણે બધા આગળ હિન્દી ફિલ્મોના શરૂઆતના દિવસો જોઈશું. 
રામ ગોપાલ વર્માએ કહ્યું, રનવે 34નું કલેક્શન બતાવશે
રામ ગોપાલ વર્માએ વધુ એક ટ્વિટ કરી છે કે વાસ્તવિકતા બહાર આવવાની જ છે, રનવે 34 ફિલ્મનું કલેક્શન સાબિત કરશે કે ગોલ્ડ (KGF2)માં કેટલો દમ છે અને કન્નડમાં કેટલો દમ છે. રામ ગોપાલ વર્માએ આ ટ્વીટમાં સુદીપ કીચા અને અજય દેવગન બંનેને ટેગ કર્યા છે.
 ફોલોઅર્સ વચ્ચે પણ રમખાણ
સેલેબ્સની સાથે તેના ફોલોઅર્સમાં સાઉથ અને નોર્થની ફિલ્મોને લઈને પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે. રામ ગોપાલ વર્માના ટ્વીટ પર આવી ઘણી કોમેન્ટ્સ જોવા મળી રહી છે. એક  ફોલોઅર્સે લખ્યું છે કે ઘણાં હિન્દી દર્શકો છે જે દક્ષિણની ફિલ્મોને પસંદ કરી રહ્યા છે, આશા છે કે દક્ષિણની ફિલ્મો નમ્રતા જાળવી રાખશે. તે જ સમયે, એક યુઝરે રામ ગોપાલ વર્મા માટે લખ્યું છે કે, સર, તમે અજય દેવગનને તેની કારકિર્દીની સૌથી મોટી ફ્લોપ ફિલ્મ આપી છે. આના પર કોઈએ પ્રશ્ન કર્યો, કઇ ભૂત? તો જવાબ મળ્યો છે, રામ ગોપાલ વર્માની આગ
Advertisement
Tags :
Advertisement

.