Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રામ ગોપાલ વર્માનો બોલિવૂડ પર વાર, કહ્યું- KGF 2 હિન્દી ફિલ્મોને કાળા વાદળની જેમ ગળી ગઈ

નિર્દેશક રામ ગોપાલ વર્મા અવારનવાર બોલિવૂડ સ્ટાર્સ અને ફિલ્મોને ટોણો મારતા હોય છે. સાથે જ ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને બોલિવૂડ ફિલ્મો અને સ્ટાર્સને ટાર્ગેટ કરતા રહે છે. ક્યારેક ફિલ્મ મેકર્સ હિન્દી ફિલ્મોને ખરાબ કહે છે તો ક્યારેક સ્ટાર્સની એક્ટિંગની વાત કરે છે. હવે તેમણે ફરી એકવાર બોલિવૂડ અને હિન્દી ફિલ્મો પર ટોણા મારતા ટ્વિટ કર્યા છે. રામ
12:59 PM May 13, 2022 IST | Vipul Pandya
નિર્દેશક રામ ગોપાલ વર્મા અવારનવાર બોલિવૂડ સ્ટાર્સ અને ફિલ્મોને ટોણો મારતા હોય છે. સાથે જ ફિલ્મ ડાયરેક્ટર રામ ગોપાલ વર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ છે અને બોલિવૂડ ફિલ્મો અને સ્ટાર્સને ટાર્ગેટ કરતા રહે છે. ક્યારેક ફિલ્મ મેકર્સ હિન્દી ફિલ્મોને ખરાબ કહે છે તો ક્યારેક સ્ટાર્સની એક્ટિંગની વાત કરે છે. હવે તેમણે ફરી એકવાર બોલિવૂડ અને હિન્દી ફિલ્મો પર ટોણા મારતા ટ્વિટ કર્યા છે. 
રામ ગોપાલ વર્માએ યશ સ્ટારર KGF 2 ને કાલા ઘના બાદલ તરીકે વર્ણવી છે, જે ઘણી હિન્દી ફિલ્મોને ગળી ગઈ છે. ખરેખર, KGF 2 રિલીઝ થવાને 1 મહિનો થવા જઈ રહ્યો છે પરંતુ તેમ છતાં ફિલ્મ સતત કમાણી કરી રહી છે. આ સિવાય KGF 2 રિલીઝ થયા પછી જે પણ ફિલ્મો આવી તે બોક્સ ઓફિસ પર ટકી શકી નહીં. ફિલ્મ મેકરે આ વિશે કંઈક એવું કહ્યું છે, જે લોકોને પસંદ નથી આવી રહ્યું.



KGF 2 કાળા વાદળ અને વાવાઝોડું 
રામ ગોપાલ વર્માએ ટ્વિટ કરીને લખ્યું કે, 'KGF 2 એ તોફાન જેવું છે જે  ઓલ્ડ ટાઇમ તમામ દંતકથાઓને ગળી રહ્યું છે.' પછી તેણે પોતાના બીજા ટ્વીટમાં લખ્યું, 'KGF 2 એક કાળા વાદળ જેવી છે, જે અન્ય તમામ મોટી ફિલ્મો પર તબાહી મચાવી રહ્યું છે અને કાળા વાદળોનું જાળું ધીમે ધીમે તમામ સ્ટાર્સ અને ડિરેક્ટર્સને મારી રહ્યું છે. આ ફિલ્મ એક એવું વિશાળ વૃક્ષ છે, જેની છાયામાં બીજું કોઈ વૃક્ષ ઉગી શકતું નથી.
દક્ષિણ અને બોલિવૂડ વચ્ચે સરખામણી
સાઉથ અને હિન્દી ફિલ્મોની સરખામણી કરતાં રામ ગોપાલ વર્માએ લખ્યું, 'તે મુજબ ઉત્તરની ફિલ્મો થિયેટરોમાં નથી જઈ રહી અને સાઉથની ફિલ્મો જઈ રહી છે. આ જોઈને લાગે છે કે ટૂંક સમયમાં બોલીવુડે માત્ર OTT માટે જ ફિલ્મો બનાવવી પડશે.
KGF 2 એ જંગી કમાણી કરી
KGF 2, પ્રશાંત નીલ દ્વારા દિગ્દર્શિત આ ફિલ્મ 14 એપ્રિલે સિનેમાઘરોમાં રિલીઝ થઈ હતી. ફિલ્મની વર્લ્ડવાઈડ કમાણી અત્યાર સુધીમાં 1175 કરોડ થઈ ગઈ છે. KGF 2 પછી, Jersey, Runway 34, Heropanti 2 જેવી થિયેટરોમાં જે પણ ફિલ્મો આવી, તેમાંથી કોઈ પણ બોક્સ ઓફિસ પર લાંબો સમય ટકી શકી નહીં. હવે લોકો ફિલ્મના ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.  રામુએ યશની KGF 2 ને કાળી વાદળ ગણાવી છે અને કહ્યું છે કે હિન્દી ફિલ્મો આનાથી આગળ ટકી શકી નહીં.
Tags :
BollywoodfilmsGujaratFirstkgf-2KGF2RamGopalVarma
Next Article