Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રામ ચરણે RRRની સફળતા પર યુનિટ મેમ્બરોને આ કિંમતી ભેટ આપી

આખી ટીમ એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરની સફળતાની ઉજવણી કરી રહી છે. હવે ફિલ્મના એક્ટર રામ ચરણે યુનિટ મેમ્બર્સને મીઠાઈ અને સોનાના સિક્કા આપીને ફિલ્મની ખુશી શેર કરી છે. રામ ચરણ સ્ટારર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનું હિન્દી વર્ઝન રૂ. 200 કરોડના આંકને સ્પર્શવા જઈ રહ્યું છે. ફિલ્મની કુલ કમાણી 850 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. આ સફળતાથી ફિલ્મ સાથે જોડાયેલા લોકો ખૂબ જ ખુશ છે. દરમિયાન, એવા અહ
01:28 PM Apr 04, 2022 IST | Vipul Pandya
આખી ટીમ એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરની સફળતાની ઉજવણી કરી રહી છે. હવે ફિલ્મના એક્ટર રામ ચરણે યુનિટ મેમ્બર્સને મીઠાઈ અને સોનાના સિક્કા આપીને ફિલ્મની ખુશી શેર કરી છે. રામ ચરણ સ્ટારર એસએસ રાજામૌલીની ફિલ્મ આરઆરઆરનું હિન્દી વર્ઝન રૂ. 200 કરોડના આંકને સ્પર્શવા જઈ રહ્યું છે. ફિલ્મની કુલ કમાણી 850 કરોડની આસપાસ હોવાનું કહેવાય છે. આ સફળતાથી ફિલ્મ સાથે જોડાયેલા લોકો ખૂબ જ ખુશ છે. દરમિયાન, એવા અહેવાલો છે કે રામ ચરણે ફિલ્મ સાથે સંકળાયેલા ક્રૂ અને સહાયકોને 10 ગ્રામ સોનાનો સિક્કો ભેટમાં આપ્યો છે. આ સિક્કાઓની એક તરફ RRR અને બીજી બાજુ રામ ચરણનું નામ લખેલું છે. રામ ચરણ રવિવારે મુંબઈમાં હતા. તેના કેટલાક વીડિયો વાયરલ થયા છે જેમાં તે ફૂટવેર વગર જોવા મળી રહ્યો છે.

મીઠાઈ સાથે સોનાનો સિક્કો આપ્યો ભેટમાં 
ચિરંજીવીના પુત્ર રામ ચરણની અભિનય અને સાદગીના બધા વખાણ કરે છે. હવે એવા અહેવાલો છે કે ફિલ્મની સફળતાથી ખુશ રામ ચરણે ફિલ્મના ક્રૂમેમ્બર્સને એક પાર્ટી આપી છે. એવા અહેવાલો છે કે તેણે રામોજી રાવ સ્ટુડિયોમાં ક્રૂ સભ્યો અને સહાયકોને બોલાવ્યા હતા. ત્યાં બધાને નાસ્તો કરાવ્યા પછી એક કિલો મિઠાઈ અને 10 ગ્રામ સોનાનો સિક્કો ભેટ આપવામાં આવ્યો હતો આ સિક્કામાં એક તરફ ફિલ્મનું ટાઈટલ અને રામ ચરણનું નામ દેખાય છે.
મુંબઈમાં રામ ચરણનો વીડિયો વાયરલ થયા બાદ લોકોનું ધ્યાન તેના પગ તરફ ગયું. જેમાં તે ઉધાડે પગે જોવાં મળ્યો હતો આનું કારણ એ હતું કે રામ ચરણે અયપ્પા દીક્ષા લીધી છે. દર વર્ષે સબરીમાલા મંદિર જતા પહેલા તે 41 દિવસ સુધી તે આ રીતે જીવે છે. તે 'વ્રથમ'ના બધા નિયમોનું પાલન પણ કરે છે જેમ કે જમીન પર સૂવું, કાળા કપડા પહેરવા, માંસાહાર ન આરોગવું, વાળ અને નખ ન કાપવા વગેરે તેથી તે  હાલમાં જ તે ચપ્પલ વિના મુંબઇ એરપોર્ટ પર  દેખાયો હતો. 
Ram CharanRRREntertainment News
Tags :
crewmembersGujaratFirstRAMCHARANTEJArrrbigsuccesrrrparty
Next Article