Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાખી સાવંતના બોયફ્રેન્ડ આદિલે તેને BMW આપ્યા બાદ હવે દુબઈમાં તેની માટે ઘર ખરીદ્યું

રાખી સાવંત આજકાલ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ કહ્યું હતું કે તે આદિલ ખાનને ડેટ કરી રહી છે અને હવે તેણે કહ્યું છે કે તેના બોયફ્રેન્ડે તેના નામે ઘર ખરીદ્યું છે. અભિનેત્રી રાખી સાવંત 'બિગ બોસ 15'માં ભાગ લીધા બાદ ચર્ચામાં છે. પરંતુ આ દિવસોમાં રાખી આદિલ ખાન દુર્રાનીને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. રાખી અને આદિલ ઘણીવાર સાથે જોવા મળે છે અને બંને કહે છે કે તેઓ સિરિયà
રાખી સાવંતના બોયફ્રેન્ડ આદિલે તેને bmw આપ્યા બાદ હવે દુબઈમાં તેની માટે ઘર ખરીદ્યું
રાખી સાવંત આજકાલ પોતાની લવ લાઈફને લઈને ચર્ચામાં છે. અભિનેત્રીએ હાલમાં જ કહ્યું હતું કે તે આદિલ ખાનને ડેટ કરી રહી છે અને હવે તેણે કહ્યું છે કે તેના બોયફ્રેન્ડે તેના નામે ઘર ખરીદ્યું છે. 
અભિનેત્રી રાખી સાવંત 'બિગ બોસ 15'માં ભાગ લીધા બાદ ચર્ચામાં છે. પરંતુ આ દિવસોમાં રાખી આદિલ ખાન દુર્રાનીને ડેટ કરવાને કારણે ચર્ચામાં છે. રાખી અને આદિલ ઘણીવાર સાથે જોવા મળે છે અને બંને કહે છે કે તેઓ સિરિયસ રિલેશનશિપમાં છે. હાલમાં જ રાખીએ કહ્યું કે આદિલે તેને તેના પરિવાર સાથે મળાવી હતી. એટલું જ નહીં આદિલે દુબઈમાં રાખીના નામે એક ઘર પણ ખરીદ્યું છે. જોકે આદિલનો પરિવાર આ સંબંધોથી બિલકુલ ખુશ નથી.
Advertisement


આદિલે BMW ગિફ્ટ કરી
રાખી સાવંત હાલમાં બોયફ્રેન્ડ આદિલ સાથે દુબઈમાં મસ્તી કરી રહી છે. મિડિયાને આપેલા ઈન્ટરવ્યુમાં રાખીએ કહ્યું, 'આદિલે મને BMW ગિફ્ટ કરી છે પરંતુ મને બસ તેનો પ્રેમ જોઈએ છે. તેનો પ્રેમ સાચો છે અને તે ખૂબ જ વફાદાર છે. આદિલ મને ખૂબ પ્રેમ કરે છે અને તેથી જ તેણે તેના પરિવારના સભ્યો સાથે પણ મારો પરિચય કરાવ્યો છે.

રાખી ઓછા ગ્લેમરસ કપડા પહેરે 
અભિનેત્રીએ વધુમાં કહ્યું કે, 'આદિલે દુબઈમાં મારા નામે ઘર પણ લીધું છે અને તે સંબંધોને આગળ લઈ જવા માંગે છે. તે મારામાં થોડો બદલાવ ઇચ્છે છે, જેમ કે હું થોડા ઓછા ગ્લેમરસ કપડાં પહેરું, આદિલે રાખી વિશે કહ્યું, 'રાખીએ મને પોતાના વિશે બધું જ કહ્યું છે અને હવે હું જાણું છું કે તે કેવી છે.મને તે પસંદ છે.'

રાખી-આદિલ સંબંધોને આગળ લઈ જશે
રાખી સાવંતનું કહેવું છે કે તે આદિલના માતા-પિતાને તેમના સંબંધો માટે સમજાવશે. આદિલ રાખી કરતાં છ વર્ષ નાનો છે અને તે બેંગ્લોરનો છે. તમને જણાવી દઈએ કે, રાખીએ ભૂતકાળમાં દુબઈથી ઈન્સ્ટાગ્રામ પર બે વીડિયો પોસ્ટ કર્યા હતા. જેમાં અભિનેત્રી આદિલ સાથે કારમાં બેઠેલી દેખાઇ હતી. બંને એકસાથે ખુશ દેખાઈ રહ્યા હતા અને રાખી ચાહકોને દુબઈનો નજારો બતાવી રહી હતી. આ પછી રાખીએ દુબઈના એક મોલનો વીડિયો પણ પોસ્ટ કર્યો છે, જ્યાં તે સાથે એન્જોય કરી રહી છે.
Advertisement
Tags :
Advertisement

.