Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજુ શ્રીવાસ્તવ પંચમહાભૂતમાં વિલીન, નિગમબોધ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર

ચાલીસ દિવસથી વધુ સમય સુધી મૃત્યુ સામે લડનાર રાજુ શ્રીવાસ્તવે( Raju Srivastav) ગઇકાલે (21 સપ્ટેમ્બર 2022) આ દુનિયાને અલવિદા કહી દીધું. આ પછી આજે  દિવંગત હાસ્ય કલાકારના અંતિમ સંસ્કાર ( Raju Srivastav cremated) કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવના પુત્ર આયુષ્માને રાજુ શ્રીવાસ્તવને મુખાગ્નિ આપ્યો હતો અને રાજુ શ્રીવાસ્તવ પંચતત્વમાં ભળી ગયા. એક તરફ જ્યાં સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ શ્રદ્ધાંજલિ આપી રહ્યા
08:04 AM Sep 22, 2022 IST | Vipul Pandya
ચાલીસ દિવસથી વધુ સમય સુધી મૃત્યુ સામે લડનાર રાજુ શ્રીવાસ્તવે( Raju Srivastav) ગઇકાલે (21 સપ્ટેમ્બર 2022) આ દુનિયાને અલવિદા કહી દીધું. આ પછી આજે  દિવંગત હાસ્ય કલાકારના અંતિમ સંસ્કાર ( Raju Srivastav cremated) કરવામાં આવ્યા હતા. રાજુ શ્રીવાસ્તવના પુત્ર આયુષ્માને રાજુ શ્રીવાસ્તવને મુખાગ્નિ આપ્યો હતો અને રાજુ શ્રીવાસ્તવ પંચતત્વમાં ભળી ગયા. એક તરફ જ્યાં સોશિયલ મીડિયા પર ચાહકો અને સેલેબ્સ શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે, તો બીજી તરફ સ્મશાનભૂમિમાં પણ ચાહકોની ભારે ભીડ ઉમટી હતી. હવે રાજુ માત્ર યાદોમાં જ રહેશે. રાજુ શ્રીવાસ્તવનો ઉલ્લેખ આપણી યાદોમાં જ થશે,  રાજુને અંતિમ વિદાય આપવા મોટી સંખ્યામાં ચાહકો પહોંચી ગયા. સુનીલ પાલ પણ રાજુને અંતિમ વિદાય આપવા આવ્યા હતાં.

બુધવારે સવારે 10.15 વાગ્યે આ દુનિયાને અલવિદા કહ્યું, આજે રાજુ પંચતત્વમાં વિલિન
કોમેડિયન રાજુ શ્રીવાસ્તવે બુધવારે સવારે 10.15 વાગ્યે આ દુનિયાને અલવિદા કહ્યું. પોતાની કોમેડીથી બધાને હસાવનાર રાજુએ જતાં જતાં બધાને રડાવી દીધા. અક્ષય કુમારથી લઈને કપિલ શર્મા અને પીએમ નરેન્દ્ર મોદીથી લઈને રાષ્ટ્રપતિએ સોશિયલ મીડિયા પર રાજુ શ્રીવાસ્તવને શ્રદ્ધાંજલિ આપી. રાજુ શ્રીવાસ્તવે પોતાની મહેનતના દમ પર એક મોટું નામ હાંસલ કર્યું હતું. રાજુ 10 ઓગસ્ટથી AIIMSમાં દાખલ હતા અને 21 સપ્ટેમ્બરે તેમનું અવસાન થયું હતું.
હંમેશા બધાને હસાવનાર વ્યક્તિએ ખામી દુનિયા છોડી દીધી
રાજુના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો છેઃ તમને જણાવી દઈએ કે રાજુ શ્રીવાસ્તવના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો હતો ત્યારે રાજુને યાદ કરીને સૌની આંખો ભીની થઈ ગઇ હતી.  રાજુના મૃતદેહને અંતિમ સંસ્કાર માટે લઈ જવામાં આવી રહ્યો છે. દિલ્હીમાં હળવો વરસાદ શરૂ થયો હતો અને ચાહકોનું માનવું હતું કે ઇન્દ્રદેવ પણ ભીની આંખો સાથે રાજુને અંતિમ વિદાય આપી રહ્યાં છે.
રાજુ શ્રીવાસ્તવ હાર્ટ પેશન્ટ હતા 
રાજુના અંતિમ સંસ્કારમાં હાજર રહેલા ડોક્ટર વિવેકે વાતચીતમાં જણાવ્યું કે રાજુ શ્રીવાસ્તવ હાર્ટ પેશન્ટ હતા. રાજુ ક્યારેય પોતાની સમસ્યાઓ જણાવતા ન હતાં. 7 ઓગસ્ટના રોજ રાજુએ ડૉક્ટર વિવેક સાથે ડિનર લીધું હતું. જ્યારે વિવેકને પૂછવામાં આવ્યું ત્યારે પણ તેણે કશું કહ્યું ન હતું કે તેને કોઈ સમસ્યા છે. વિવેકે કહ્યું- 'જો રાજુએ મને કહ્યું હોત કે તેને કોઈ સમસ્યા છે તો મેં પહેલા તેને જિમ જવાની ના પાડી દીધી હોત.' આ સાથે વિવેકે એ પણ જણાવ્યું કે રાજુએ તેના ઘરમાં તેની સાથે હળવા મુડમાં મજાક ઉડાવી હતી.


નિગમબોધ સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર
આજે રાજુ શ્રીવાસ્તવની અંતિમયાત્રામાં ભારે ભીડ એકઠી થઈ છે હાજર દરેકની આંખોમાં આંસુ હતાં. તે જ સમયે આસપાસ હાજર લોકો સૂત્રોચ્ચાર કર્યા હતાં - 'જ્યાં સુધી સૂર્ય ચંદ્ર રહેશે, રાજુ શ્રીવાસ્તવને યાદ કરાશે.' રાજુ શ્રીવાસ્તવના અંતિમ દર્શનમાં જનમેદની ઉમટી હતી. સિનેમા જગતના સ્ટાર્સથી લઈને રાજકીય જગત સાથે જોડાયેલા લોકો પણ સ્મશાનગૃહમાં પહોંચ્યા હતાં. રાજુના મૃતદેહને નિગમબોધ સ્મશાનગૃહમાં અંતિમસંસ્કાર કરાયાં હતાં. 
કોમેડિયનના મિત્રો અને સંબંધીઓ સાથે ચાહકો હાજર 
આ પહેલાં તેમના ઘરે અંતિમ દર્શન માટે લોકોની ભીડ ઉમટી પડી હતી. રાજુ શ્રીવાસ્તવની અંતિમ યાત્રામાં રાજુના મૃતદેહને એમ્બ્યુલન્સ દ્વારા દિલ્હીના નિગમ બોધ ઘાટ પર લઈ જવામાં આવ્યાં હતાં,  તે જ સમયે, એમ્બ્યુલન્સની સાથે, ચાહકોની ભારે ભીડ ઉમટી હતી. આવી સ્થિતિમાં દિલ્હી પોલીસે પણ સુરક્ષા વધારી દીધી હતી. જેમાં દિવંગત કોમેડિયનના મિત્રો અને સંબંધીઓ સાથે ચાહકો હાજર રહ્યા હતા. રાજુની અંતિમ યાત્રામાં કોમેડિયનને યાદ કરીને તેના ઘણા મિત્રો આંસું સારી ભાંગી પડ્યા હતા. મિત્રો અને સંબંધીઓ રાજુની તેમની યાદો શેર કરી રહ્યા છે. રાજુની અંતિમ યાત્રાના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે.
 
 શ્રેષ્ઠ અભિનયથી દર્શકોના દિલ જીત્યા
ગજોધર ભૈયા કેવી રીતે બન્યા તો રાજુ શ્રીવાસ્તવે પોતાના શ્રેષ્ઠ સ્ટેજ અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા છે. રાજુના પાત્ર ગજોધર ભૈયાને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. જોકે આ નામ પાછની સ્ટોરી પણ રમુજી છે. હકીકતમાં રાજુ બાળપણમાં તેના મામાના ઘરે જતા અને ત્યાં જે હેરડ્રેસર પાસેથી તે વાળ કપાવતા, તેનું નામ ગજોધર હતું. તે વાળંદના નામમાંથી જ રાજુએ ગજોધર ભૈયાનું પાત્ર વિકસાવ્યું હતું. જે આગળ જતા તેમની ઓળખ બની ગયું હતું. 
 
આ પણ વાંચો- કોમનમેનની વ્યથાને કોમેડીકથામાં રુબરુ કરાવનાર ' ગજોધર ભૈયા'ની પેટપકડીને હસાવતી પળો
Tags :
entertainmentGajodharbhiyaGujaratFirstNigambodhCrematoriumRajuSrivastavRajuSrivastavcremated
Next Article