Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજુ શ્રીવાસ્તવની તબિયત સુધારા પર, પરંતુ હજુ વેન્ટિલેટર હટાવવામાં આવશે નહીં

રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ થયાને 2 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. પરિવાર, ચાહકો અને મિત્રો બધા કોમેડિયનના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ વાસ્તવમાં દિલ્હીની હોટલના જીમમાં વર્કઆઉટ કરી રહયાં હાતં અને તે દરમિયાન રાજુની તબિયત બગડી હતી. આ પછી રાજુને એઈમ્સ હોસ્પિટલમાં લઈ
રાજુ શ્રીવાસ્તવની તબિયત સુધારા પર  પરંતુ હજુ વેન્ટિલેટર હટાવવામાં આવશે નહીં
રાજુ શ્રીવાસ્તવને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ થયાને 2 અઠવાડિયાથી વધુ સમય થઈ ગયો છે. પરિવાર, ચાહકો અને મિત્રો બધા કોમેડિયનના ઝડપથી સ્વસ્થ થવા માટે પ્રાર્થના કરી રહ્યા છે. રાજુ શ્રીવાસ્તવને 10 ઓગસ્ટે દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. રાજુ વાસ્તવમાં દિલ્હીની હોટલના જીમમાં વર્કઆઉટ કરી રહયાં હાતં અને તે દરમિયાન રાજુની તબિયત બગડી હતી. આ પછી રાજુને એઈમ્સ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ત્યારથી અત્યાર સુધી રાજુ વેન્ટિલેટર પર છે. તાજેતરમાં સમાચાર આવ્યા હતા કે રાજુ ફરી હોશમાં આવી ગયા છે. પરંતુ પુત્રી અને ભત્રીજાએ પુષ્ટિ કરી કે તે હજુ સંપૂર્ણ સ્વસ્થ નથી. રાજુની હાલત સ્થિર છે, પરંતુ હાલ તે વેન્ટિલેટર પર જ છે. હવે રાજુની તબિયત અંગે એક નવું અપડેટ આવ્યું છે. ANIના અહેવાલ મુજબ રાજુની તબિયતમાં થોડો સુધારો જોવા મળ્યો છે. જો કે, તેઓ હજુ થોડા દિવસો સુધી વેન્ટિલેટર અને ડોક્ટરોની દેખરેખમાં રહેશે.
દીકરીએ કહ્યું- કોઈના નિવેદન પર વિશ્વાસ ન કરો
રાજુની પુત્રીએ કોમેડિયનના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટની સ્ટોરી પર લખ્યું, 'તમામ શુભેચ્છકો, મારા પિતા રાજુ શ્રીવાસ્તવજીની તબિયત સ્થિર છે અને તેઓ ધીરે ધીરે સાજા થઈ રહ્યાં છે. હાલ તેઓ વેન્ટિલેટર પર છે. માત્ર AIIMS દિલ્હી અને રાજુજીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટના નિવેદનો જ વિશ્વસનીય અને અસલી છે. અન્ય કોઈપણ સમાચાર અથવા નિવેદન અવિશ્વસનીય છે.'

હજુ તબિયત સ્થિર થવામાં થોડો સમય લાગશે
“એઈમ્સ દિલ્હીના ડોકટરો અને તેમની આખી ટીમ સખત અને ખંતથી કામ કરી રહી છે. અમે તેમના અને રાજુજીના શુભેચ્છકોના આભારી છીએ. તમને બધાને વિનંતી છે કે તમે તેમના માટે તમારો પ્રેમ અને પ્રાર્થના ચાલુ રાખો. રાજુના ભત્રીજાએ મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, 'રાજુજીની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે, પરંતુ તેમના ભાનમાં આવવાના સમાચાર સાચા નથી. હા, તેણે ઘણી વખત આંખો ખોલી છે અને હાથ પણ હલાવી દીધા છે. તેમના માટે સંપૂર્ણ સ્વસ્થ હોવું જરૂરી છે. ડોક્ટરોનું કહેવું છે કે તે ઠીક થઈ જશે, પરંતુ તેમાં થોડો સમય લાગશે.
 
Advertisement
Tags :
Advertisement

.