Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજુ અલવાએ કેસરીયો ધારણ કર્યો, વાઘોડિયા બેઠક પર મધુ શ્રીવાસ્તવનો ખેલ ખતમ કરવા ભાજપનો દાવ!

રાજ્યમાં વિધાનસભાની ચુંટણીને લઇને હલચલ શરૂ થઇ ગઇ છે. ત્યારે વિધાનસભામાં સારો દેખાવ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ અન્ય પક્ષોનાં કાર્યકરો અને આગેવાનોનેને ભાજપમાં આમંત્રિત કરવાનું શરૂ કર્યું છે. ગત વિધાનસભા ચુંટણીમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી સારો દેખાવ કરનાર રાજુ અલવા ભાજપમાં જોડાઇ ગયાં છે. તેમણે 'આપ' નાં પ્રદેશ સહમંત્રી પદેથી રાજીનામું આપી કમલમ ખાતà
04:19 PM Apr 04, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં વિધાનસભાની ચુંટણીને લઇને હલચલ શરૂ થઇ ગઇ છે. ત્યારે વિધાનસભામાં સારો દેખાવ કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ અન્ય પક્ષોનાં કાર્યકરો અને આગેવાનોનેને ભાજપમાં આમંત્રિત કરવાનું શરૂ કર્યું છે. ગત વિધાનસભા ચુંટણીમાં વડોદરા જિલ્લાની વાઘોડિયા બેઠક પર અપક્ષ ઉમેદવારી કરી સારો દેખાવ કરનાર રાજુ અલવા ભાજપમાં જોડાઇ ગયાં છે. તેમણે 'આપ' નાં પ્રદેશ સહમંત્રી પદેથી રાજીનામું આપી કમલમ ખાતે ભાર્ગવભાઇ ભટ્ટ અને પ્રદીપસિંહ વાઘેલાનાં હસ્તે કેસરિયો ધારણ કર્યો હતો. વાઘોડિયા તાલુકાનાં અલવા ગામનાં રહીશ અને રાજુનાં હુલામણાં નામે જાણીતાં સતીશ મકવાણા મૂળ કોંગ્રેસી છે અને વાઘોડિયા વિધાનસભા બેઠક પર ખાસુ એવું પ્રભુત્વ ધરાવે છે.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર પાટીલે વિધાનસભાની ટિકિટ મેળવવા ઇચ્છતા ઉમેદવારો માટે નવા નીતિનિયમો નક્કી કર્યા છે. જેને લઇને ભાજપનાં અનેક વર્તમાન ધારાસભ્યોની ઉમેદવારી જોખમમાં મુકાઇ ગઇ છે. એવામાં સારા ઉમેદવારનાં વિકલ્પ તરીકે દરેક વિધાનસભામાં ભાજપ દ્વારા અન્ય પક્ષના મજબૂત રાજકારણીઓને ભાજપમાં સમાવી લેવાની મુહિમ શરૂ કરાઇ છે.
વાઘોડિયા વિધાનસભાની વાત કરીએ તો ગત 2017ની ચૂંટણીમાં કોંગ્રેસે BTP સાથે ગઠબંધન કરતાં વાઘોડિયા બેઠક પર કોંગ્રેસે પોતાનો ઉમેદવાર ઉભો રાખ્યો નહોતો. જેથી જે તે સમયે કોંગ્રેસનાં નેતા રાજુ અલવાએ અપક્ષમાં ઉમેદવારી કરી હતી. વાઘોડિયા બેઠક પર મજબુત ગણાતાં રાજુ અલવાને તે સમયે મધુ શ્રીવાસ્તવ બાદ સૌથી વધુ મત મળ્યાં હતાં. વાઘોડિયા બેઠક પર પ્રભુત્વ ધરાવતાં રાજુ અલવાએ 33000 મત મેળવ્યા હતા. જ્યારે ભાજપનાં મધુ શ્રીવાસ્તવે 61000 મત મેળવ્યા હતા. અપક્ષમાં ઉમેદવારી કરીને બીજા ક્રમાંકે આવેલા રાજુ અલવાની કિંમત ભાજપને છેક હમણાં પાંચ વર્ષે સમજાઇ છે.
આઠ મહિના પહેલાં આમ આદમી પાર્ટીમાં જોડાયેલા રાજુ અલવા હવે તેમનાં 250 થી વધુ સમર્થકો સાથે ભાજપમાં જોડાઇ ગયા છે. રાજુ અલવા ભાજપમાં જોડાતા જ વાઘોડિયા વિધાનસભા બેઠકનાં સમીકરણો રાતોરાત બદલાઇ ગયા છે. રાજુ અલવાનાં ભાજપમાં આવવાથી સૌથી વધુ ચિંતા મધુ શ્રીવાસ્તવની વધી ગઇ છ. કારણ કે, છ માસ પુર્વે ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે દૂધ ઉત્પાદકોને પોષણક્ષમ ભાવો ન મળતાં હોવાનાં આક્ષેપો સાથે ભાજપ શાસિત બરોડા ડેરી સામે મોરચો માંડી ડેરીમાં વાઘોડિયા તાલુકાનું પ્રતિનિધિત્વ કરતાં રાજુ અલવાને રાજકીય નિશાન બનાવવાનો પ્રયાસ કર્યો હતો. જો કે, જે તે સમયે સમગ્ર વિવાદને સીઆર પાટીલે મધ્યસ્થી કરી શાંત કર્યો હતો. તે વખતે જ મધુને અંદેશો આવી ગયો હતો કે, વાઘોડિયા બેઠક પર આ વખતે તેમનો સૌથી મોટો હરીફ રાજુ અલવા છે. જે હવે ભાજપમાં જોડાઇ ગયાં છે.
વાઘોડિયા બેઠક પર સતત સાત ટર્મથી ચૂંટાતા મધુ શ્રીવાસ્તવ અવારનવાર જાહેરમાં ગમે તેમ બફાટ કરી ભારતીય જનતા પાર્ટીની પ્રતિષ્ઠાને હાનિ કરતાં આવ્યાં છે. શિસ્તની પાર્ટી ગણાતી ભાજપની શિસ્તને નેવે મુકી મધુ શ્રીવાસ્તવે પોતાનાં વિવાદિત નિવેદનોથી અનેક વાર શિસ્તનાં ધજાગરા ઉડાવ્યા છે. પોતાને દબંગ ગણાવી ગર્વ લેતાં અને પોતાને પાર્ટીથી પણ ઉપર સમજતાં મધુ શ્રીવાસ્તવ દ્વારા અનેક વાર પાર્ટી પર દબાણ લાવવાનાં પણ પ્રયાસ કરાયા છે. એટલું જ નહીં પાર્ટી નક્કી કરે તે પહેલાં જ આ વખતે પણ વાઘોડિયા બેઠક પર પોતે જ ભાજપનાં ઉમેદવાર હોવાની સ્વઘોષણા કરનાર મધુ શ્રીવાસ્તવ તેમણે ભાજપનાં કોઇ ક્રાઇટેરિયા ન નડતાં હોવાનું પુરવાર કરવાનો પ્રયાસ કરી ચુક્યા છે.
જેથી પાર્ટી લાઇનમાં ન રહેતાં મધુ શ્રીવાસ્તવને 'લાઇન' માં રાખવા આ વખતે ભાજપે મજબુત વિકલ્પ ઉભુ કરવાનું નક્કી કરી લીધું છે. જેનાં ભાગરૂપે રાજુ અલવાને 'આપ' છોડાવી ભાજપમાં જોડવા પાછળ મધુનો ખેલ ખતમ કરવાનો તખ્તો ગોઠવાયો હોવાની ચર્ચા છે. મધુનો ખેલ પાડવા પાછળ વડોદરા જિલ્લા ભાજપનાં જ કેટલાંક નેતાઓએ ભુમિકા ભજવી રાજુ અલવાને ભાજપમાં લાવ્યાં હોવાની ચર્ચા છે. એવામાં એક સક્ષમ નેતા તરીકે સતીષ મકવાણા (રાજુ અલ્વા) આગામી સમયમાં ઉમેદવાર તરીકે ઉભરી આવે તો નવાઇ નહિ. જો કે, ભાજપ વાઘોડિયા બેઠક પર રાજુ અલવાને ટિકિટ આપે છે કે નહીં તે પણ જોવું રસપ્રદ રહેશે.
Tags :
BJPGujaratFirstMadhuSrivastavaRajuAlvaVaghodia
Next Article