Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજનાથસિંહની જાહેરાત, અગ્નિવીરોને નિવૃત્તી બાદ સસ્તા દરે લોન અપાશે

અગ્નિવીર યોજનાને લઈને દેશભરમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે સર્જાયેલા વિવાદને સરકાર કોઈને કોઈ રીતે તેનો અંત લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સરકાર દ્વારા આ યોજનાને લઈને અનેક જાહેરાતો કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયની  ભરતીમાં અનામતની જાહેરાત બાદ હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સસ્તા દરે લોનની સુવિધàª
રાજનાથસિંહની જાહેરાત  અગ્નિવીરોને નિવૃત્તી બાદ સસ્તા દરે લોન અપાશે
અગ્નિવીર યોજનાને લઈને દેશભરમાં ચાલી રહેલા હોબાળા વચ્ચે સર્જાયેલા વિવાદને સરકાર કોઈને કોઈ રીતે તેનો અંત લાવવાનો પ્રયાસ કરી રહી છે. આ માટે સરકાર દ્વારા આ યોજનાને લઈને અનેક જાહેરાતો કરવામાં આવી રહી છે. ગૃહ મંત્રાલયની  ભરતીમાં અનામતની જાહેરાત બાદ હવે સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ દ્વારા કેટલીક જાહેરાતો કરવામાં આવી છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સસ્તા દરે લોનની સુવિધા પણ આપવામાં આવશે.
રક્ષા મંત્રીના કાર્યાલય દ્વારા કરવામાં આવેલા ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે જે યુવકો ચાર વર્ષ સુધી સેનામાં સેવા આપીને બહાર આવશે તેને જીવનભર અગ્નિવીર તરીકે ઓળખવામાં આવશે. મને ખુશી છે કે આ અગ્નિવીરની સૈન્ય સેવા પૂરી થયા બાદ ઘણા સરકારી વિભાગોમાં પસંદગી માટે તેમને પ્રાથમિકતા આપવાની જાહેરાત કરવામાં આવી છે. જો તેઓ અન્ય કોઈ કામ કરવા માંગતા હોય તો તેમને સસ્તા દરે લોનની સુવિધા પણ આપવામાં આવશે.
સંરક્ષણ મંત્રીએ વધુમાં કહ્યું છે કે, અગ્નિવીર એ માત્ર દેશની સેનામાં નવા ભરતી લાવવાનું નામ નથી, પરંતુ તેમને પણ એ જ ગુણવત્તાયુક્ત તાલીમ આપવામાં આવશે જે આજે સેનાના જવાનોને મળી રહી છે. તાલીમનો સમય ઓછો હોઈ શકે છે પરંતુ ગુણવત્તા સાથે કોઈ બાંધછોડ કરવામાં આવશે નહીં. આ આઠ વર્ષોમાં દરેક ભારતીયને એ વાતનો અહેસાસ થયો છે કે આ સમયે ભારતમાં એક એવી સરકાર છે જે માત્ર તેની સરહદોમાં જ નહીં પરંતુ વિશ્વના દરેક ખૂણે ભારતીયોની ચિંતા કરે છે.
Advertisement
Tags :
Advertisement

.