Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટના કાર ચાલકનો કિમીયો, ટ્રાફિક પોલીસે લોક કરેલું વ્હીલ કાઢી જતો રહ્યો

રાજકોટમાં ફરી એક વાર ચર્ચા જગાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય રીતે નો પાર્કીંગમાં રહેલા વાહનને ટ્રાફિક પોલીસ કારના વ્હીલને લોક મારી દેતી હોય છે અને ત્યારબાદ તે વાહન ચાલક પાસેથી દંડ વસુલે છે પણ રાજકોટમાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે કાર ચાલકે પોતાની કારના વ્હીલ પર પોલીસે લોક લગાવેલું હતું , તે આખું વ્હીલ જ કાઢી નાંખ્યું હતું અને સ્પેર વ્હીલ લગાવીને જતો
રાજકોટના કાર ચાલકનો કિમીયો  ટ્રાફિક પોલીસે લોક કરેલું વ્હીલ કાઢી જતો રહ્યો
રાજકોટમાં ફરી એક વાર ચર્ચા જગાવતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. સામાન્ય રીતે નો પાર્કીંગમાં રહેલા વાહનને ટ્રાફિક પોલીસ કારના વ્હીલને લોક મારી દેતી હોય છે અને ત્યારબાદ તે વાહન ચાલક પાસેથી દંડ વસુલે છે પણ રાજકોટમાં વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે કે કાર ચાલકે પોતાની કારના વ્હીલ પર પોલીસે લોક લગાવેલું હતું , તે આખું વ્હીલ જ કાઢી નાંખ્યું હતું અને સ્પેર વ્હીલ લગાવીને જતો રહ્યો હતો. 
લોક થયેલું વ્હીલ કાઢી સ્પેર વ્હીલ લગાવ્યુ 
રાજકોટમાં વાયરલ થયેલો આ વિડીયો યાજ્ઞિક રોડનો હોવાનું જણાઇ રહ્યું છે, જેમાં નો પાર્કીંગમાં રહેલી કારના વ્હીલને ટ્રાફિક પોલીસે વ્હીલ પર લોક લગાવી દીધું હતું. ટ્રાફિક પોલીસ વ્હીલને લોક લગાવીને જતા રહ્યા બાદ થોડી વાર પછી કાર ચાલક ત્યાં આવ્યો હતો અને પોતાની કારનું વ્હીલ લોક થયેલું જોયું હતું. તેણે ટ્રાફિક પોલીસને કોલ કર્યો પણ કોઇ ના આવતાં  રાહ જોયા વગર જ સામે ચાલીને પોલીસ સ્ટેશને જવા માટે  તુરત જ પોતાની કારમાં રહેલા સાધનો વડે  લોક લગાવેલું વ્હીલ કાઢી નાંખ્યું હતું અને તેની જગ્યાએ પોતાનું સ્પેર વ્હીલ લગાવી દઇને કાર લઇને જતો રહ્યો હતો. કદાચ તે લોક વાળુ વ્હીલ કાઢીને સીધો પોલીસ સ્ટેશન જ ગયો હોય તેવું વિડીયોમાં થઇ રહેલા સંવાદો દ્વારા જાણવા મળે છે. 
કાર ચાલકે ફોન કર્યો પણ પોલીસ ના આવી
કાર ચાલકે લોક પર લખેલા નંબર પર કોલ કરવા છતાં ટ્રાફિક શાખાના કોઈ કર્મચારી લોક ખોલવા  આવ્યા ન હતા
જેથી લોક ખોલવા કોઈ ન આવતા આખરે કાર ચાલકે વ્હીલ જ કાઢી નાખ્યું હતું અને સ્પેર વહીલ લગાવી કાર ચાલક કાર લઈ જતો રહ્યો હતો. આ દ્રષ્યો જોઇને આસપાસના લોકો પણ ચોંકી ઉઠયા હતા. 
Advertisement
Tags :
Advertisement

.