Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ભ્રષ્ટાચારના આરોપોને લઇ રાજકોટ CP મનોજ અગ્રવાલે આપ્યો જવાબ, કહ્યું-"તપાસ ચાલું છે હાલ કંઇ કહી ન શકું"

છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ભ્રષ્ટાચારનો આરોપો કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા વસૂલી કરવાનો આરોપ લગાવાયો. જેને સાંસદ રામ મોકરિયા બાદ મંત્રી અરવિંદ રૈયાણીએ પણ સમર્થન આપ્યું, જે બાદથી જ CP મનોજ અગ્નવાલના નિવેદનની રાહ જોવાઇ રહી હતી, ત્યારે હવે 3 દિવસ બાદ મનોજ અગ્રવાલ મીડિયા સામે આવ્યા અને સમગ્ર મા
ભ્રષ્ટાચારના આરોપોને લઇ રાજકોટ cp મનોજ અગ્રવાલે આપ્યો જવાબ  કહ્યું  તપાસ ચાલું છે હાલ કંઇ કહી ન શકું
છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ભ્રષ્ટાચારનો આરોપો કરવામાં આવી રહ્યાં છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ પર ધારાસભ્ય ગોવિંદ પટેલ દ્વારા વસૂલી કરવાનો આરોપ લગાવાયો. જેને સાંસદ રામ મોકરિયા બાદ મંત્રી અરવિંદ રૈયાણીએ પણ સમર્થન આપ્યું, જે બાદથી જ CP મનોજ અગ્નવાલના નિવેદનની રાહ જોવાઇ રહી હતી, ત્યારે હવે 3 દિવસ બાદ મનોજ અગ્રવાલ મીડિયા સામે આવ્યા અને સમગ્ર મામલે જવાબ આપ્યો. તેઓએ કહ્યું કે, હાલ મારી સામે તપાસ ચાલું છે. એટલે હું કંઇ કહી શકું નહીં.
આરોપો પર CP મનોજ અગ્રવાલે શું કહ્યું?
CP મનોજ અગ્રવાલે સમગ્ર આરોપોને લઇ કહ્યું કે, છેલ્લા કેટલાક દિવસોથી રાજકોટ પોલીસ અને મારી સામે પણ ઘણા આરોપ કરાયા છે. અમારા અધિકારીઓ સામે જે આરોપ લાગશે તેની તપાસ કરાશે. મારા પર આરોપો વિશે હું હાલ કંઇ નહીં બોલી શકું, હાલ તપાસ ચાલું હોવાથી આ મુદ્દે કંઇ બોલી શકાય તેમ નથી, હાલ મારા સામે તપાસ ચાલું છે. CP મનોજ અગ્રવાલે કહ્યું કે, રાજકોટની શાંતિ અને સલામતીને અમે 3.5 વર્ષથી સંભાળીએ છીએ.
મંત્રી અરવિંદ રૈયાણીએ કડક કાર્યવાહીની કરી માગ
મંત્રી અરવિંદ રૈયાણીએ કહ્યું કે, મેં 8 દિવસ પહેલા ગૃહ રાજ્યમંત્રીને રજૂઆત કરી હતી, મુદ્દો ગંભીર હોવાથી કડક કાર્યવાહી કરવામાં આવે.
વસૂલી વિવાદને લઇ કોંગ્રેસ મેદાને
કોંગ્રેસના નેતા ઇન્દ્રનીલ રાજ્યગુરુ વસૂલી વિવાદમાં મેદાને આવ્યા છે, અને ભાજપ પર પ્રહાર કરતાં જણાવ્યુ છે કે, ભાજપ અધિકારીઓને છાવરવા માગે છે, અને ગુજરાતમાં હજુ દંડારાજ વધશે તેમ જણાવ્યુ છે. આ ઉપરાંત સી.આર. પાટિલને સુપર CM ગણાવ્યા છે. વધુમાં રાજ્યગુરુએ જણાવ્યુ કે, ગુજરાત સરકારે દાખલો બેસાડવાની જરૂર છે.
રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ શું કહ્યું?
ધારાસભ્ય ગોવિંદ પટેલે ગૃહરાજ્ય મંત્રીને લખેલા પત્રમાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ વિરુદ્ધ જે આરોપ લગાવ્યા છે. તે આરોપોને રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ સાચા ગણાવ્યા છે. રામ મોકરિયાએ કહ્યું છે કે, પોલીસ કમિશનર ઉઘરાણી અને જમીનના હવાલા લે છે. પોલીસ કમિશનર કમિશનથી જ કામ કરતાં હોવાનો આરોપ રામ મોકરિયાએ લગાવ્યો છે. મોકરિયાએ કહ્યું કે, કમિશનરને જમીનના સોદાઓમાં વધુ રસ છે. જમીન વિવાદમાં મોટી રકમ મેળવે છે. આમ આદમીનું કામ નથી થતું. ફિલ્ડમાં પણ નબળા અને માનીતા અધિકારીઓને જ રાખ્યા છે. મનોજ અગ્રવાલને સારી જગ્યાએ ન મૂકાય તેવી રજૂઆત પણ રામ મોકરિયા દ્વારા કરવામાં આવી છે. આ ઉપરાંત તમામ પોલીસના બદલે મનોજ અગ્રવાલ પર નિશાન તાકતા કહ્યું છે કે, 'બધી પોલીસ ભ્રષ્ટાચારી નથી, મનોજ અગ્રવાલ છે'.
ગૃહ વિભાગે આપ્યા તપાસના આદેશ
રાજકોટ પોલીસ કમિશનર સામે ધારાસભ્યએ કરેલા આક્ષેપો પર ગૃહ વિભાગે તપાસના આદેશ આપ્યા છે. 72 કલાકમાં તપાસ પૂર્ણ કરી અહેવાલ DGPને સોંપવાનો આદેશ કરવામાં આવ્યો છે. રાજકોટ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ સામે જમીન પ્રકરણમાં કરાયેલા કથિત ભ્રષ્ટાચારની તપાસ કરવાનો ગૃહ વિભાગે રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયાને આદેશ કર્યો છે. સમગ્ર તપાસનો અહેવાલ ત્રણ દિવસમાં રજૂ કરવાની તાકીદ ગૃહ વિભાગે કરી છે. ભાજપના જ ધારાસભ્ય ગોવિંદ પટેલે કરેલી ફરિયાદની ગંભીરતાથી નોંધ લેવામાં આવી છે.
Advertisement
Tags :
Advertisement

.