Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજકોટ પોલીસ પહોંચી ગણિકાઓની પાસે, ઉજવ્યો મહિલા દિવસ

દેશભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે રાજકોટના  ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સહિતનાં અધિકારીઓ ગણિકાઓ પાસે પહોંચ્યા હતા. આ તકે પોલીસે તેમની સમસ્યા જાણી શક્ય તેટલી ઝડપથી સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં,  જે ગણિકાઓ આ વ્યવસાય છોડવા માંગતી હોય તેને
રાજકોટ પોલીસ પહોંચી ગણિકાઓની પાસે  ઉજવ્યો મહિલા દિવસ
દેશભરમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, ત્યારે રાજકોટ શહેર પોલીસ દ્વારા પણ મહિલા દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી. મંગળવારે રાજકોટના  ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદ સહિતનાં અધિકારીઓ ગણિકાઓ પાસે પહોંચ્યા હતા. આ તકે પોલીસે તેમની સમસ્યા જાણી શક્ય તેટલી ઝડપથી સમસ્યા ઉકેલવાની ખાતરી આપી હતી. એટલું જ નહીં,  જે ગણિકાઓ આ વ્યવસાય છોડવા માંગતી હોય તેને વિવિધ રીતે મદદરૂપ બનવા વ્યવસ્થા ગોઠવી આપવા ઇન્ચાર્જ પોલીસ કમિશ્નરે ખાતરી આપી હતી. ગણિકાઓ વચ્ચે પોલીસે કેક કાપી હતી. 

પોલીસ દ્વારા બ્યુટીપાર્લરની ટ્રેનીંગ અપાશે 
ઇન્ચાર્જ પોલીસ કમિશ્નર ખુરશીદ અહેમદે આ અંગે જણાવ્યું હતું કે, ગણિકાઓ સાથે વાતચીત કરવામાં આવતા એક વાત સ્પષ્ટ થઈ છે કે, તેઓ આ કામને છોડી દેવા માંગે છે. પરંતુ કોઈપણ વૈકલ્પિક વ્યવસ્થા નહીં હોવાને કારણે છોડી શકતા નથી. ત્યારે પોલીસ દ્વારા આવી મહિલાઓને હેડક્વાર્ટર ખાતેનાં પોલીસ સલૂનમાં બ્યુટીપાર્લરની ટ્રેનિંગ આપવામાં આવશે. તેઓ આ વ્યવસાય છોડી શકે તે માટે તેમને પગભર કરવાનો પ્રયાસ કરાશે. એટલું જ નહીં,  આવી મહિલાઓનાં બાળકોને શહેર પોલીસ દ્વારા દત્તક લેવામાં આવશે અને તેમને સારું શિક્ષણ મળી રહે તેની જવાબદારી પણ શહેર પોલીસ દ્વારા ઉપાડી લેવામાં આવશે. 
પોલીસે કરેલી પહેલ આવકારદાયક 
બીજી તરફ મહિલા દિવસે થયેલા પોતાના સન્માનથી ખુશ ગણિકાએ જણાવ્યું હતું કે, સામાન્ય રીતે અમારું કોઈ સન્માન કરતું નથી. તેના બદલે શહેર પોલીસ દ્વારા આજે અમારું સન્માન કરવાની સાથે મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી તે ખરેખર અમારા માટે ખૂબ મોટી વાત છે. પોલીસ દ્વારા અમારી સમસ્યાઓનાં ઉકેલ અને કંઈપણ નવું શીખવા ઇચ્છીએ તો તે માટે વ્યવસ્થા કરી આપવાની ખાતરી આપવામાં આવી છે. અમે મજબૂરીમાં આ કામ કરીએ છીએ. અમારો કોઈ સાથ આપતું નથી તેના બદલે પોલીસે કરેલી આ પહેલ ખરેખર આવકારદાયક છે.
Advertisement
Tags :
Advertisement

.