ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે રાજીવ કુમાર, 15એ સંભાળશે ચાર્જ
1984 બેચના IAS અધિકારી રાજીવ કુમાર હવે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. તેઓ 15 મેથી ચાર્જ સંભાળશે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં વિગત આપવામાં આવી છે. વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાનો ચાર્જ 14 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ પછી રાજીવ કુમાર 15 મેથી કાર્યભાર સંભાળશે.કાયદા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે રાજીવ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર બના
1984 બેચના IAS અધિકારી રાજીવ કુમાર હવે ભારતના નવા મુખ્ય ચૂંટણી કમિશનર બનશે. તેઓ 15 મેથી ચાર્જ સંભાળશે. કાયદા અને ન્યાય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા પત્રમાં વિગત આપવામાં આવી છે. વર્તમાન મુખ્ય ચૂંટણી કમિશનર સુશીલ ચંદ્રાનો ચાર્જ 14 મેના રોજ સમાપ્ત થઈ રહ્યો છે. આ પછી રાજીવ કુમાર 15 મેથી કાર્યભાર સંભાળશે.
કાયદા મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે રાજીવ કુમારને મુખ્ય ચૂંટણી કમિશનર બનાવવામાં આવી રહ્યા છે અને તેઓ 15 મેથી કાર્યભાર સંભાળશે. આગામી દિવસોમાં ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશમાં ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી રાજીવ કુમાર કરશે.
રાજીવ કુમારનો જન્મ 19 ફેબ્રુઆરી 1960ના રોજ થયો હતો. તેઓ 1984 બેચના ભારતીય વહીવટી સેવા અધિકારી છે. રાજીવ કુમારે વર્ષ 2020માં ચૂંટણી પંચમાં ચૂંટણી કમિશનર તરીકેનો ચાર્જ સંભાળ્યો હતો. અહીં ચાર્જ સંભાળતા પહેલા તેઓ એન્ટરપ્રાઇઝ સિલેક્શન બોર્ડના અધ્યક્ષ પણ હતા. રાજીવ કુમારે 36 વર્ષ સુધી વહીવટી સેવાઓમાં કામ કર્યું છે. ઘણા કેન્દ્રીય મંત્રાલયોમાં કામ કરવા ઉપરાંત, તેમણે બિહાર અને ઝારખંડના કેડરમાં ઘણા વર્ષો સુધી સેવા આપી છે. મોદી સરકાર માંજ વર્ષ 2020 દરમિયાન કેન્દ્રીય નાણાં સચિવના પદ પરથી નિવૃત્ત થયા.
2024ની સામાન્ય ચૂંટણી રાજીવ કુમારના નેતૃત્વમાં યોજાશે
રાજીવ કુમારને 1 સપ્ટેમ્બર, 2020ના રોજ ચૂંટણી પંચમાં કમિશનર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા. નિયમો અનુસાર ચૂંટણી કમિશનરનો કાર્યકાળ છ વર્ષનો હોય છે અથવા જ્યાં સુધી તેઓ 65 વર્ષની વયના થાય ત્યાં સુધી હોય છે. કુમારનો જન્મ ફેબ્રુઆરી, 1960માં થયો હોવાથી તેમનો કાર્યકાળ 2025 સુધીનો છે. એટલે કે આગામી વિધાનસભા ચૂંટણીથી લઈને 2024ની સામાન્ય ચૂંટણી સુધી રાજીવ કુમારની આગેવાની હેઠળ યોજાશે.
Advertisement