Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજીવ કુમારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદેથી આપ્યું રાજીનામું, સુમન બેરીને મળી જવાબદારી

ડૉ. રાજીવ કુમારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદેથી રાજીનામું આપી દીધું છે. તેઓ લગભગ 5 વર્ષ સુધી આ પદ પર રહ્યા. ડૉ. રાજીવ કુમારે તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ડૉ. સુમન કે. બેરીને નીતિ આયોગના ઉપાધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. રાજીવ કુમાર નીતિ આયોગના બીજા ઉપાધ્યક્ષ હતા. 2014માં પહેલીવાર સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે પ્લાનિંગ કમિશનનું નામ બદલીને નીતિ આયોગ કરી દીધું. આ પછી અરવિંદ
05:56 PM Apr 22, 2022 IST | Vipul Pandya

ડૉ. રાજીવ કુમારે નીતિ આયોગના ઉપાધ્યક્ષ પદેથી
રાજીનામું આપી દીધું છે. તેઓ લગભગ
5 વર્ષ સુધી આ પદ પર રહ્યા. ડૉ. રાજીવ કુમારે
તેમના પદ પરથી રાજીનામું આપ્યા બાદ ડૉ. સુમન કે. બેરીને નીતિ આયોગના ઉપાધ્યક્ષ
તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.
રાજીવ કુમાર
નીતિ આયોગના બીજા ઉપાધ્યક્ષ હતા.
2014માં પહેલીવાર સત્તામાં આવ્યા બાદ મોદી સરકારે
પ્લાનિંગ કમિશનનું નામ બદલીને નીતિ આયોગ કરી દીધું. આ પછી અરવિંદ પનાગરિયા નીતિ
આયોગના પ્રથમ ઉપાધ્યક્ષ બન્યા.

 javascript:nicTemp();

પનાગરિયાએ રાજીનામું આપ્યા પછી રાજીવ કુમાર 1 સપ્ટેમ્બર 2017ના રોજ નવા
ઉપરાષ્ટ્રપતિ બન્યા. વડાપ્રધાન નીતિ આયોગના અધ્યક્ષ છે. આ કમિશન દેશ માટેની મુખ્ય
નીતિ નક્કી કરવાનું કામ કરે છે. રાજીવ કુમાર અગાઉ
FICCIના જનરલ સેક્રેટરી હતા. 1995 થી 2005 સુધી તેમણે એશિયન ડેવલપમેન્ટ બેંકના મુખ્ય
અર્થશાસ્ત્રી તરીકે કામ કર્યું. તેઓ
1992 થી 1995 સુધી નાણા મંત્રાલયના આર્થિક સલાહકાર પણ હતા. 70 વર્ષીય રાજીવ
કુમારે લખનૌ યુનિવર્સિટીમાંથી અર્થશાસ્ત્રમાં પીએચડી અને ઓક્સફર્ડ
યુનિવર્સિટીમાંથી ડી ફિલ કર્યું છે.

Tags :
GujaratFirstPolicyCommissionRajivkumarSumanBerry
Next Article