Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજેશખન્નાને 'આરાધના' એવી ફળી કે તેઓ સુપરસ્ટાર બની ગયા

આમ તો આપણે રાજેશ ખન્ના વિશે થોડીક ચર્ચા અગાઉ કરી ચુક્યા છીએ. આજે ફિલ્મી ગીતોના સંદર્ભમાં તેમને સહેજ ફરીથી યાદ કરી લઇએ.યાદ આવે છે ફિલ્મ “આરાધના'. આ ફિલ્મમાં સંગીતકાર સ્વ.એસ.ડી. બર્મનનું સંગીત હતું. આ ફિલ્મના લગભગ બધાજ ગીતો લોકપ્રિય થયાં હતાં પણ એ ફિલ્મનું “મેરે સપનો કી રાની કબ આયેંગી તું” ગીત લોકપ્રિયતાના શિખર પર પહોંચી ગયું હતું. હિન્દુસ્તાનના બધાં જ રાજ્યોમાં આ ગીતની સફળતાએ સહુનà«
રાજેશખન્નાને  આરાધના  એવી ફળી કે તેઓ સુપરસ્ટાર બની ગયા
આમ તો આપણે રાજેશ ખન્ના વિશે થોડીક ચર્ચા અગાઉ કરી ચુક્યા છીએ. આજે ફિલ્મી ગીતોના સંદર્ભમાં તેમને સહેજ ફરીથી યાદ કરી લઇએ.
યાદ આવે છે ફિલ્મ “આરાધના'. આ ફિલ્મમાં સંગીતકાર સ્વ.એસ.ડી. બર્મનનું સંગીત હતું. આ ફિલ્મના લગભગ બધાજ ગીતો લોકપ્રિય થયાં હતાં પણ એ ફિલ્મનું “મેરે સપનો કી રાની કબ આયેંગી તું” ગીત લોકપ્રિયતાના શિખર પર પહોંચી ગયું હતું. હિન્દુસ્તાનના બધાં જ રાજ્યોમાં આ ગીતની સફળતાએ સહુને ચોંકાવી દીધા હતા – એના બે કારણો હતાં, એક તો આ ગીતને કંઠ આપ્યો હતો કિશોરકુમારે, જે ફિલ્મી દુનિયામાં પ્લેબેક સિંગર તરીકે જાણીતા તો હતાં પણ પડદા ઉપર એક નવી જ તાજગીભર્યા ચહેરા અને અભિનય સાથે આ ગીત ઓછા જાણીતા અભિનેતા રાજેશ ખન્ના ઉપર ફિલ્માવાયું હતું. આ ગીતની ધૂન અને શબ્દોમાં એક યૌવન સહજ મસ્તીનો અહેસાસ હતો જેને ગીતમાં કિશોરકુમારે અને પડદા ઉપર રાજેશ ખન્નાએ આબાદ રીતે જીવતો કર્યો હતો.
આ ગીત વિશેષરૂપે યુવક અને યુવતીઓમાં અદભુત ચાહના મેળવી ગયું અને રાજેશ ખન્નાને આ ફિલ્મના અભિનય અને વિશેષરૂપે આ ગીતે એવી અદભુત લોકચાહના અપાવી કે તેઓ રાતોરાત સુપરસ્ટાર બની ગયા.
અલબત્ત કિશોરકુમારના જીવનમાં પણ એક પ્લેબેક સિંગર તરીકે આ ગીત “ટર્નિગપોઈન્ટ” બની ગયો તેની વાત ફરી કોઈવાર
Advertisement
Tags :
Advertisement

.