Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મોરબી સિવિલ હોસ્પિટલ વાળા તમે માણસ નથી : રાજભા ગઢવી

30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતો પુલ તુટી પડવાની દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીના મોરબી આગમન સમયે રાતોરાત મોરબી સિવિલ હોસ્પિટલની મરામત કરવાની ઘટનાને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ માનવ જાત માટે કાળી ટીલી સમાન ગણાવી જાહેર સ્ટેજ ઉપરથી મોરબી સિવિલ હોસ્પીટલના સત્તાધીશોને માણસના પેટના ન હોવાના આકરા શબ્દો કહ્યા હતા.હોસ્પિટલના સત્તાધીશોને આડેહાથ લીધામોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટ
મોરબી સિવિલ હોસ્પિટલ વાળા તમે માણસ નથી   રાજભા ગઢવી
30 ઓક્ટોબરના રોજ મોરબીનો ઝૂલતો પુલ તુટી પડવાની દુર્ઘટના બાદ વડાપ્રધાન મોદીના મોરબી આગમન સમયે રાતોરાત મોરબી સિવિલ હોસ્પિટલની મરામત કરવાની ઘટનાને લોક સાહિત્યકાર રાજભા ગઢવીએ માનવ જાત માટે કાળી ટીલી સમાન ગણાવી જાહેર સ્ટેજ ઉપરથી મોરબી સિવિલ હોસ્પીટલના સત્તાધીશોને માણસના પેટના ન હોવાના આકરા શબ્દો કહ્યા હતા.
હોસ્પિટલના સત્તાધીશોને આડેહાથ લીધા
મોરબીનો ઝૂલતો પુલ તૂટી પડવાની દુર્ઘટનામા એક સાથે 135 લોકોના મૃત્યુને કારણે સમગ્ર દેશ જ નહીં બલ્કે વિદેશમાં પણ હાહાકાર મચી ગયો છે ત્યારે આ દુર્ઘટના બાદ તા.1 નવેમ્બરે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના આગમન પૂર્વે ખંઢેર જેવી સિવિલ હોસ્પિટલને રાતોરાત કલરકામ અને બહારથી સારા પલંગ, ગાદલા રાખી દેખાડો કરવામાં આવતા આ બાબત ટિકપાત્ર બની હતી ત્યારે આ મામલે લોક સાહિત્ય કાર રાજભા ગઢવીએ એક કાર્યક્રમમાં જાહેર સ્ટેજ ઉપરથી મોરબી સિવિલ હોસ્પિટલના સત્તાધીશોને આડેહાથ લીધા હતા.
વિડીયો વાયરલ
વાયરલ થયેલ વિડીયોમા રાજભા ગઢવીએ કહ્યું હતું કે, હું કોઈ પક્ષનો માણસ નથી મારા માટે બધા સરખા છે. પરંતુ મોરબીની ગોઝારી દુર્ઘટના બાદ રાતો રાત સિવિલ હોસ્પિટલને સારી બતાવવા જે રંગરોગાન થયા તે માનવ જાત માટે કાળી ટિલી સમાન છે.
લોકોને બચાવનારાના વખાણ કર્યાં
વધુમાં તેઓએ ઉમેર્યું કે, રાતો રાત ગ્રાન્ટ વગર તો કઈ થતું નથી, આના કરતા પહેલા જ હોસ્પિટલને સારી રાખી હોત તો કહી ઉમેર્યું હતું કે મોરબી સિવિલ હોસ્પિટલના સત્તાધીશો માણસના પેટના નથી, આ વીડિયોમાં રાજભા ગઢવીએ જીવ સ્ટોસટની બાજી લગાવી અનેક લોકોને  બચાવનાર યુવાન વખાણ પણ કર્યા હતા.
Advertisement
Tags :
Advertisement

.