Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મહારાષ્ટ્ર સંકટ મુદ્દે કહ્યું - આ દેશની અંદર લોકશાહીને ખતમ કરવાનું ષડયંત્ર છે

મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસ નેતૃત્વને પોતાની તાકાતનો ખ્યાલ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે મહારાષ્ટ્રની સ્થિતિને બીજેપીનું ષડયંત્ર ગણાવીને મોટો દાવો કર્યો છે. ગેહલોતે કહ્યું છે, કે લગભગ બે વર્ષ પહેલા તેમના રાજ્યમાં તેમની સાથે હાજર રહેલા કોંગ્રેસના ઘણા ધારાસભ્યોને 10-10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ કોઈ
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે મહારાષ્ટ્ર સંકટ મુદ્દે કહ્યું   આ દેશની અંદર લોકશાહીને ખતમ કરવાનું ષડયંત્ર છે
મહારાષ્ટ્રની રાજકીય પરિસ્થિતિ વચ્ચે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ફરી એકવાર કોંગ્રેસ નેતૃત્વને પોતાની તાકાતનો ખ્યાલ આપવાનો પ્રયાસ કર્યો છે. તેમણે મહારાષ્ટ્રની સ્થિતિને બીજેપીનું ષડયંત્ર ગણાવીને મોટો દાવો કર્યો છે. ગેહલોતે કહ્યું છે, કે લગભગ બે વર્ષ પહેલા તેમના રાજ્યમાં તેમની સાથે હાજર રહેલા કોંગ્રેસના ઘણા ધારાસભ્યોને 10-10 કરોડ રૂપિયાની ઓફર કરવામાં આવી હતી, પરંતુ કોઈ પણ ગયું ન હતું.

આ ધારાસભ્યોને 10-10 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યાં હતા
ગેહલોતે જુલાઈ, 2020માં સચિન પાયલટ અને તેના કેટલાક સમર્થકોના ધારાસભ્યોના બળવાનો મુદ્દો ટાંક્યો અને કહ્યું કે તેમણે સાંભળ્યું છે કે હોટલમાં રોકાણ દરમિયાન આ ધારાસભ્યોને 10-10 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા. ગેહલોતે કહ્યું, 'છેલ્લી વખતે મહારાષ્ટ્રમાં બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો, ત્યારથી તેમના દિલમાં આ વાતનો રંજ હતો, સાથે જ કેન્દ્ર ઇડી, સીબીઆઇ અને ઇન્કમટેક્સનો ઉપયોગ કરે છે, રાજકીય બદલા સાથે વિરોધીઓને ધમકાવામાં આવે છે. હાલમાં 2-2 મંત્રીઓ (નવાબ મલિક અને અનિલ દેશમુખ) જેલમાં બેઠા છે, તેમના જામીન પણ મંજૂર નથી થયાં. આ દેશની અંદર લોકશાહીને ખતમ કરવાનું ષડયંત્ર છે. 
ગેહલોતનો દાવો - MPમાં 35-35 કરોડમાં ડીલ થઈ
ગેહલોતે કહ્યું, 'અમે વારંવાર જે કહી રહ્યા છીએ કે બંધારણનો ભંગ થઈ રહ્યો છે, લોકશાહી ખતરામાં છે, આનાથી મોટો પુરાવો શું હોઈ શકે કે મધ્યપ્રદેશની સરકાર કબજે થઈ ગઈ છે. દરેક ધારાસભ્ય સાથે 35-35 કરોડ રૂપિયાની ડીલ કરવામાં આવી હતી. ગેહલોતના કહેવા પ્રમાણે, 'મેં સાંભળ્યું છે કે હોટલમાં રોકાણ દરમિયાન રાજસ્થાનની અંદર 10-10 કરોડ રૂપિયા વહેંચવામાં આવ્યા હતા. મને ખબર નથી કે પછી શું થયું. પરંતુ મને એ કહેતા ગર્વ થાય છે કે રાજસ્થાનના અમારા ધારાસભ્ય 34 દિવસ મારી સાથે રહ્યા, વિરોધીઓને કંઈ મળ્યું નહીં, હું બહાર નીકળતાની સાથે જ પ્રથમ હપ્તા તરીકે 10 કરોડ રૂપિયાની ઑફર આવી, તો પણ કોઈ ગયા નહીં અને હવે રાજ્યસભાની ચૂંટણીમાં પણ તમે જોયું છે કે અમે ત્રણેય બેઠકો જીતી લીધી છે. 
Advertisement
Tags :
Advertisement

.