Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

હિન્દી બોક્સ ઓફિસ પર રાજામૌલીનો ધડાકો, પહેલા વીકએન્ડમાં જ કરી તગડી કમાણી

 એસએસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ધમાકેદાર રહી છે. ફિલ્મે પહેલા જ દિવસે ઘણા રેકોર્ડ બનાવ્યા અને હવે પહેલા જ વીકએન્ડમાં જ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે. આ ફિલ્મ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દી બેલ્ટમાં પણ કમાલ કરી રહી છે. આ ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી છે.  રવિવારે ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર 30 કરોડની કમાણી કરી છે અને તે મુજબ ફિલ્મે પહેલા વીકેન્ડમાં હિન્દીમàª
હિન્દી બોક્સ ઓફિસ પર રાજામૌલીનો ધડાકો  પહેલા વીકએન્ડમાં જ કરી તગડી કમાણી
 
એસએસ રાજામૌલીની ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ધમાકેદાર રહી છે. ફિલ્મે પહેલા જ દિવસે ઘણા રેકોર્ડ બનાવ્યા અને હવે પહેલા જ વીકએન્ડમાં જ ફિલ્મે ધમાકેદાર કમાણી કરી છે. આ ફિલ્મ માત્ર દક્ષિણમાં જ નહીં પરંતુ હિન્દી બેલ્ટમાં પણ કમાલ કરી રહી છે. આ ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર પણ સારી કમાણી કરી છે.  રવિવારે ફિલ્મે હિન્દી બોક્સ ઓફિસ પર 30 કરોડની કમાણી કરી છે અને તે મુજબ ફિલ્મે પહેલા વીકેન્ડમાં હિન્દીમાં 73 કરોડની કમાણી કરી લીધી છે. Box OfficeIndia.com ના રિપોર્ટ અનુસાર, RRR એ રવિવારે 30-31 કરોડ સુધીની કમાણી કરી છે. રવિવારે ફિલ્મની કમાણીમાં જબરદસ્ત ઉછાળો આવ્યો છે. આ કમાણી સાથે, ફિલ્મ હવે હિન્દીમાં સૌથી વધુ કમાણી કરનારની યાદીમાં બીજા નંબરે છે. અક્ષય કુમારની ફિલ્મ સૂર્યવંશી પ્રથમ નંબર પર છે. સૂર્યવંશીએ પહેલા વીકેન્ડમાં 77 કરોડની કમાણી કરી હતી.
Advertisement


ફિલ્મ વૈશ્વિક બોક્સ ઓફિસ મૂવી ચાર્ટમાં દર્શાવવામાં આવી છે
ફિલ્મના નામમાં વધુ એક મોટી ઉપલબ્ધિ જોડાઈ છે. આ ફિલ્મ નિઝામની પહેલી એવી ફિલ્મ બની છે જેણે તેના પહેલા વીકએન્ડમાં 50 કરોડની કમાણી કરી છે. ટ્રેડ એનાલિસ્ટ રમેશ બાલાએ ટ્વીટ કર્યું, 'RRR એ ઈતિહાસ રચ્યો. પ્રથમ વીકેન્ડમાં 50 કરોડની કમાણી કરનાર પ્રથમ ફિલ્મ. ફિલ્મે નિઝામમાં પહેલા વીકેન્ડમાં 53.45 કરોડની કમાણી કરી છે.



પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ 257 કરોડની કમાણી
તમિલનાડુમાં ફિલ્મે પહેલા વીકેન્ડમાં 30 કરોડની કમાણી કરી લીધી છે. રમેશ બાલા દ્વારા અન્ય એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે RRR વૈશ્વિક બોક્સ ઓફિસ મૂવી ચાર્ટમાં ટોચના 10માં સ્થાન પામ્યું છે.તમને જણાવી દઈએ કે આ ફિલ્મે પહેલા જ દિવસે વર્લ્ડવાઈડ 257 કરોડની કમાણી કરી હતી. આ ફિલ્મે બાહુબલી 2ને પણ પાછળ છોડી દીધી છે. બાહુબલી 2 એ પ્રથમ દિવસે વિશ્વભરમાં 224 કરોડની કમાણી કરી હતી.
ફિલ્મની વાર્તા શું છે?
એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ ભારતીય ક્રાંતિકારી અલ્લુરી સીતારામ રાજુ (રામ ચરણ) અને કોમારામ ભીમ (જુનિયર એનટીઆર) પર આધારિત કાલ્પનિક વાર્તા છે. આ ફિલ્મમાં જુનિયર એનટીઆર અને રામ ચરણ મુખ્ય ભૂમિકામાં છે. આ બંને સિવાય આલિયા ભટ્ટ, અજય દેવગન, ઓલિવિયા મોરિસ, શ્રેયા સરનની પણ ફિલ્મમાં મહત્વની ભૂમિકા છે.
Advertisement
Tags :
Advertisement

.