4 મે પછી કોઈનું નહીં સાંભળીએ, લાઉડસ્પીકર હટાવવા રાજ ઠાકરેનું ઉદ્ધવ સરકારને 4 મે સુધીનું અલ્ટીમેટમ
મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો છે. મહારાષ્ટ્રમાં હિન્દુત્વને લઈને રાજ ઠાકરે મેદાનમાં ઉતરી ગયા છે. રાજ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં હિન્દુત્વને લઈને મેગા રેલી યોજી હતી. આ રેલીમાં રાજ ઠાકરેએ સંબોધન કરતા કહ્યું કે મારી આજની રેલીને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે. મને સમજાતું નથી કે આટલો બધો હંગામો શા માટે છે. રેલીમાં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે પ
મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ગરમાવો આવ્યો છે. મહારાષ્ટ્રમાં
હિન્દુત્વને લઈને રાજ ઠાકરે મેદાનમાં ઉતરી ગયા છે. રાજ ઠાકરેએ આજે મહારાષ્ટ્રના
ઔરંગાબાદમાં હિન્દુત્વને લઈને મેગા રેલી યોજી હતી. આ રેલીમાં રાજ ઠાકરેએ સંબોધન
કરતા કહ્યું કે મારી આજની રેલીને લઈને વિવિધ પ્રકારની અટકળો લગાવવામાં આવી રહી છે.
મને સમજાતું નથી કે આટલો બધો હંગામો શા માટે છે. રેલીમાં રાજ ઠાકરેએ ઉદ્ધવ ઠાકરે
પર પ્રહાર કરતા કહ્યું કે મારી જાહેરસભાઓથી સરકાર ડરી ગઈ છે. રાજ ઠાકરેએ ચેતવણી
આપી હતી કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો અમે મહારાષ્ટ્રને
અમારી શક્તિ બતાવીશું. મસ્જિદોની સામે ડબલ લાઉડ સ્પીકર લગાવવામાં આવશે અને
ત્યારબાદ હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે.
Advertisement