Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ ઠાકરેનો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર, અમારી ધીરજની કસોટી ના કરો, કોઇ કાયમ સત્તામાં નથી રહેતું...

મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ લાઉડસ્પીકરને લઇનેસરકારને આપેલા અલ્ટીમેટ બાદ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ શરુ થયો હતો. રાજ ઠાકરેના અલ્ટીમેટ પ્રમાણે ઘણી જગ્યાઓ પર તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ મસ્જિદ નજીક હનુમાન ચાલીસા પણ વગાડી હતી. આ વિવાદ દરમિાન ઉદ્દવ સરકાર અને રાજ ઠાકરે આમને સામને આવી ગયા છે. ત્યારે હવે રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને તેમના કારà«
રાજ ઠાકરેનો મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને પત્ર  અમારી ધીરજની કસોટી ના કરો  કોઇ કાયમ સત્તામાં નથી રહેતું
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના પ્રમુખ રાજ ઠાકરેએ લાઉડસ્પીકરને લઇનેસરકારને આપેલા અલ્ટીમેટ બાદ મહારાષ્ટ્રમાં લાઉડસ્પીકર વિવાદ શરુ થયો હતો. રાજ ઠાકરેના અલ્ટીમેટ પ્રમાણે ઘણી જગ્યાઓ પર તેમની પાર્ટીના કાર્યકર્તાઓએ મસ્જિદ નજીક હનુમાન ચાલીસા પણ વગાડી હતી. આ વિવાદ દરમિાન ઉદ્દવ સરકાર અને રાજ ઠાકરે આમને સામને આવી ગયા છે. ત્યારે હવે રાજ ઠાકરેએ મહારાષ્ટ્રના સીએમ ઉદ્ધવ ઠાકરેને તેમના કાર્યકર્તા વિરુદ્ધ કાર્યવાહીના મુદ્દે પત્ર લખ્યો છે. રાજ ઠાકરેએ તેમાં લખ્યું છે કે, અમારી ધીરજની પરીક્ષા ન લો. રાજકારણમાં કોઈ કાયમ સત્તામાં નથી રહેતું. સત્તા આવે છે અને જાય છે. તમારી પાસે પણ કાયમ માટે નહીં રહે.
Advertisement

ઉદ્ધવ ઠાકરે આકરા સવાલો પૂછ્યા
મસ્જિદોમાં લાઉડસ્પીકરોના મુદ્દે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેની નિંદા કરતા મનસે પ્રમુખ રાજ ઠાકરેએ શિવસેનાની આગેવાની હેઠળની મહારાષ્ટ્ર સરકારને તેમની પાર્ટીની ધીરજની કસોટી કરવા સામે ચેતવણી આપી હતી. મુખ્યમંત્રીને લખેલા પત્રમાં રાજ ઠાકરેએ કદાચ પ્રથમ વખત તેમના પિતરાઈ ભાઈને ઉદ્ધવ ઠાકરે તરીકે સંબોધ્યા છે. રાજ ઠાકરેએ કહ્યું કે 28,000 મનસે કાર્યકરોને નોટિસ આપવામાં આવી છે, જ્યારે હજારોને હદપાર કરવામાં આવ્યા છે. આ પોલીસ કાર્યવાહી શા માટે છે? ધ્વની પ્રદૂષણ કરનારા લાઉડસ્પીકર મસ્જિદોમાંથી ના ઉતારવા માટે? તેમણે કહ્યું કે પોલીસ મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના નેતાઓને એવી રીતે શોધી રહી છે કે જાણે તેઓ પાકિસ્તાની આતંકવાદી હોય કે અગાઉના નિઝામના શાસનના રઝાકારો હોય.
મરાઠી અને હિંદુઓ સરકારના આ સ્ટેન્ડને જોઈ રહ્યા છે
રાજ ઠાકરેએ આશ્ચર્ય વ્યક્ત કર્યું કે શું પોલીસે આતંકવાદીઓ અથવા મસ્જિદોમાં છુપાયેલા હથિયારોને શોધવામાં આવીજ કડકાઇ દર્શાવી હતી. તેમણે કહ્યું કે મરાઠી લોકો અને હિંદુઓ રાજ્ય સરકારના આ વલણને જોઈ રહ્યા છે. રાજ ઠાકરેએ અગાઉ 4 મેના રોજ રાજ્ય સરકારને મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવાનું અલ્ટીમેટમ આપ્યું હતું અને ચેતવણી આપી હતી કે જો આમ નહીં કરવામાં આવે તો મસ્જિદોની બહાર મોટા અવાજે 'હનુમાન ચાલીસા' વગાડવામાં આવશે. રાજ ઠાકરેએ કહ્યું, મારે રાજ્ય સરકારને એક જ વાત કહેવાની છે. અમારી ધીરજની કસોટી ન કરો. કોઇ પણ અંતહિન શક્તિ લઇને આવ્યું નથી, તમે પણ નહીં.
Tags :
Advertisement

.