રાજ ઠાકરેએ આવતીકાલે મસ્જિદોની સામે હનુમાન ચાલીસા વાંચવાનો પ્લાન કર્યો રદ્દ, જાણો કેમ..
મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના વડા રાજ ઠાકરેએ 3 મે સુધીમાં મસ્જિદો સામેના લાઉડસ્પીકર હટાવવાની ચેતવણી આપી હતી.
રવિવારે તેમણે ઔરંગાબાદની રેલીમાં કહ્યું હતું કે બધાએ ખુશીથી ઈદ મનાવવી જોઈએ. પરંતુ તે 4 મેના રોજ કોઈની વાત નહીં સાંભળે.
પરંતુ હવે રાજ ઠાકરેનું નિવેદન આવ્યું છે. જેમાં તેમણે આવતીકાલે મસ્જિદોની સામે
હનુમાન ચાલીસાના પાઠ કરવાનો પ્લાન રદ્દ કરી દીધો છે.રાજ ઠાકરેએ કહ્યું કે આવતીકાલે ઈદ છે. મુસ્લિમ સમાજનો આ તહેવાર હર્ષોલ્લાસથી
ઉજવવો જોઈએ. આવતીકાલે કોઈપણ MNS કાર્યકર હનુમાન ચાલીસાના પાઠ કરશે નહીં. આ સાથે તેમણે કહ્યું
કે 4 મેના રોજ લાઉડસ્પીકર પર આપેલા
અલ્ટીમેટમને લઈને આગળ જાહેરાત કરવામાં આવશે. રાજ ઠાકરેએ કહ્યું કે લાઉડસ્પીકરનો
મુદ્દો ધાર્મિક નથી પણ સામાજિક છે. આ મામલે આપણે આગળ શું કરવાનું છે. હું આવતીકાલે એટલે
કે મંગળવારે ટ્વીટ કરીને કહીશ.
જણાવી દઈએ કે રાજ ઠાકરેએ રવિવારે ઔરંગાબાદ રેલીમાં ચેતવણી આપી હતી
કે જો મસ્જિદોમાંથી લાઉડસ્પીકર હટાવવામાં નહીં આવે તો અમે મહારાષ્ટ્રને અમારી
તાકાત બતાવીશું. મસ્જિદોની સામે ડબલ લાઉડ સ્પીકર લગાવવામાં આવશે અને ત્યારબાદ
હનુમાન ચાલીસાનો પાઠ કરવામાં આવશે. એમ પણ કહ્યું કે જો યુપીમાં લાઉડસ્પીકર હટાવી
શકાય તો મહારાષ્ટ્રમાં કેમ નહીં. ઔરંગાબાદ સંભાજી નગરમાં 600 મસ્જિદો છે. નિયમો બધા માટે સમાન હોવા જોઈએ. હું
પુનરાવર્તન કરું છું કે મસ્જિદો પરના તમામ લાઉડસ્પીકર ગેરકાયદેસર છે.