Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

બાળક ઉછેરવું સહેલું નથી, તો સાથે એટલું અધરુ પણ નથી અપનાવી લો આ ટિપ્સ

બાળકને ઉછેરવું એ રમત વાત નથી. એ વાત સાચી છે, પરંતુ બાળકની યોગ્ય સંભાળ રાખવી, સારી રીતે પોષણ કરવું, તેમના યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ પર ધ્યાન આપવું  એ આપણી નવી પેઢીને લાગે તેટલું અઘરું નથી. આજના યુવાનો સ્માર્ટ છે અને દરેક જવાબદારી લેતા પહેલા પોતાની જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરવાનું પસંદ કરે છે, જે ખૂબ જ સારી બાબત છે. કોઈપણ સમાજની પ્રગતિ ત્યારે જ શક્ય બને છે જ્યારે લોકો આયોજન મુજબનà
બાળક ઉછેરવું સહેલું નથી  તો સાથે એટલું અધરુ પણ નથી અપનાવી લો આ ટિપ્સ
બાળકને ઉછેરવું એ રમત વાત નથી. એ વાત સાચી છે, પરંતુ બાળકની યોગ્ય સંભાળ રાખવી, સારી રીતે પોષણ કરવું, તેમના યોગ્ય શારીરિક અને માનસિક વિકાસ પર ધ્યાન આપવું  એ આપણી નવી પેઢીને લાગે તેટલું અઘરું નથી. આજના યુવાનો સ્માર્ટ છે અને દરેક જવાબદારી લેતા પહેલા પોતાની જાતને સંપૂર્ણ રીતે તૈયાર કરવાનું પસંદ કરે છે, જે ખૂબ જ સારી બાબત છે. 
કોઈપણ સમાજની પ્રગતિ ત્યારે જ શક્ય બને છે જ્યારે લોકો આયોજન મુજબના કાર્યો કરે. નવા માતા-પિતા અથવા તે યુગલો જેઓ બાળક વિશે વિચારી રહ્યા છે, તેઓએ આવનારી જવાબદારીઓથી ડરવાની બિલકુલ જરૂર નથી. કારણ કે અહીં આપવામાં આવેલી પેરેન્ટિંગ ટિપ્સ તમને શાંત રહેવામાં પરિસ્થિતિઓનો સામનો કરવામાં અને બાળકને યોગ્ય વાતાવરણ આપવામાં મદદ કરશે. 
તમારી જાતને તૈયાર કરો 
બાળકની જવાબદારી લેતા પહેલા તમારી જાતને એ વાત માટે માનસિક રીતે તૈયાર કરો કે બાળક આવ્યા પછી જીવનમાં તણાવ વધશે. તેથી તણાવ માટે અગાઉથી તૈયાર રહો કે જે પણ થશે તે સમય અને પરિસ્થિતિ અનુસાર એડજસ્ટ થશે. 
તમારામા વિશ્વાસ રાખો.
તમારા માતા-પિતા વિશે વિચારો, તમારા બાળપણ વિશે વિચારો, તમારા પરિવાર, મિત્રો અને આસપાસના માતાપિતાને જુઓ અને બાળકોના ઉછેર અંગેના તેમના અનુભવો તેમની પાસેથી જાણવાનો પ્રયાસ કરો. આ તમને તમારા જીવનનું સંચાલન કરવાની સમજ અને હિંમત આપશે. 
તમારી જાતને માફ કરો 
જો તમારા માતા-પિતા એટલે કે બાળકના દાદા-દાકી કે કોઇ વડીલ તમારી સાથે નથી રહેતા તો એવા લોકોને મળો  જે તમને માર્ગદર્શન આપી શકે,  તેમની સાથે બાળકના ઉછેરને લઇને વાત કરો. સલાહ લો. બાળ સંભાળ દરમિયાન તમે કરેલી કોઈપણ ભૂલો માટે પોતાને દોષ આપવાનું ટાળો, તેમાં અપરાધભાવ ન અનુભવો કારણ કે કંઈપણ નવું શીખવામાં, ભૂલો થવાની સંભાવના છે. તેથી જો કોઈ ભૂલ થઇ હોય તો ખુદને માફ કરી દો.
Advertisement
Tags :
Advertisement

.