Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રાજ્યમાં વરસાદી વાતાવરણ: દક્ષિણ ગુજરાત- સૌરાષ્ટ્રમાં મેધમહેર

ગુજરાતમાં ચોમાસું વિધિવત બેઠું છે. રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાત તેમજ ,સૌરાષ્ટ્રમા મેધરાજા મૂકીને વરસી રહ્યાં છે. આજે સવારથી જૂનાગઢ પંથકમાં મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું હતું. જેને પગલે નદી, નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતાં. બીજી તરફ મોટા ડેમોમાં નવા નીર આવતા ડેમના જળ વૈભવમાં વધારો થયો છે.  અનેક વિસ્તારોમાં  રોડ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતà«
રાજ્યમાં વરસાદી વાતાવરણ  દક્ષિણ ગુજરાત  સૌરાષ્ટ્રમાં મેધમહેર
ગુજરાતમાં ચોમાસું વિધિવત બેઠું છે. રાજ્યમાં વરસાદી વાતાવરણ વચ્ચે દક્ષિણ ગુજરાત તેમજ ,સૌરાષ્ટ્રમા મેધરાજા મૂકીને વરસી રહ્યાં છે. આજે સવારથી જૂનાગઢ પંથકમાં મેઘાએ મન મૂકીને હેત વરસાવ્યું હતું. જેને પગલે નદી, નાળાઓમાં ઘોડાપૂર આવ્યા હતાં. બીજી તરફ મોટા ડેમોમાં નવા નીર આવતા ડેમના જળ વૈભવમાં વધારો થયો છે.  અનેક વિસ્તારોમાં  રોડ રસ્તાઓ પર પાણી ભરાતા લોકોની મુશ્કેલીમાં પણ વધારો થયો હતો. ઉપરાંત પહાડી વિસ્તારમાં ભારે વરસાદ થતા પહાડ ઉપરથી પાણીના ઝરણા વહેતા થયા હતા જેને લઇને મનમોહક અને નયનરમ્ય નજારો જોવા મળ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં રાજ્યના 143 તાલુકાઓમાં શ્રીકાર વરસાદ વરસ્યો છે. હાલમાંઆ વર્ષની વરસાદથી સિઝનનો વરસાદ 12 ટકાને પાર છે સાથે જ હવામાન વિભઆગ દ્વારા  હજુ 4 દિવસ વરસાદની આગાહી છે. સાથે જ 10 જુલાઈથી વરસાદી સિસ્ટમ વધુ સક્રિય થશે. ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં વધુ વરસાદના એંધાણ છે. ભારે વરસાદને પગલે ઘણાં જીલ્લાઓમાં  NDRFની ટીમોને સ્ટેન્ડબાય કરાઇ છે. 
 24 કલાકમાં 143 તાલુકામાં મેઘમહેર
- 3 તાલુકાઓમાં 4 થી 5 ઈંચ સુધી વરસાદ
- 11 તાલુકાઓમાં 3 થી 4 ઈંચ સુધી વરસાદ
- 18 તાલુકાઓમાં 2 થી 3 ઈંચ સુધી વરસાદ
- 24 તાલુકાઓમાં 1 થી 2 ઈંચ સુધી વરસાદ
- 87 તાલુકાઓમાં 1 ઈંચ સુધીનો વરસાદ
જાણો રાજ્યમાં શું છે વરસાદની સ્થિતિ, 
- સુરત જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી
- ચોર્યાસીમાં 22 કલાકમાં સરેરાશ 2 ઈંચ વરસાદ
- પલસાણા-મહુવા-બારડોલીમાં 2-2 ઈંચ વરસાદ
- નવસારીના વાંસદામાં સૌથી વધુ 5 ઈંચ વરસાદ
- દ્વારકાના ખંભાળિયામાં 4.5 ઈંચ વરસાદ
- જૂનાગઢના માણાવદરમાં 4 ઈંચ વરસાદ
- તાપીના ડોલવણમાં 4 ઈંચ વરસાદ
- નવસારીના ખેરગામમાં 4 ઈંચ વરસાદ
- મહીસાગરના વીરપુરમાં 4 ઈંચ વરસાદ
- જૂનાગઢ શહેરમાં પણ સરેરાશ 4 ઈંચ વરસાદ
- સંતરામપુરમાં સાર્વત્રિક 1 ઈંચ વરસાદ
- લુણાવાડામાં પણ સરેરાશ 1 ઈંચ વરસાદ
- મહીસાગર જિલ્લામાં વરસ્યો અનરાધાર વરસાદ
-  વિરપુરમાં 4 ઈંચ વરસાદ
- તલાલામાં 2.5 ઈંચ, કોડિનારમાં સરેરાશ 2 ઈંચ વરસાદ
- વેરાવળ અને ઉનામાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ
- ગીર ગઢડામાં 1-1 ઈંચ વરસાદ
- ખંભાળિયામાં 22 કલાકમાં 4.5 ઈંચ વરસાદ
- ભાણવડમાં સરેરાશ 2 ઈંચ વરસાદ
ગીર સોમનાથમાં મેઘાની જમાવટ જોવા મળી રહી છે. સવારે 6 થી રાત્રે 4 કલાકમાં તલાલામાં 2.5 ઈંચ વરસાદ વરસ્યો છે. કોડિનારમાં સરેરાશ 2 ઈંચ વરસાદ, વેરાવળ અને ઉનામાં 1.5 વરસાદ તથા ગીર ગઢડામાં 1-1 ઈંચ વરસાદ નોંધાયો છે. ગીર સોમનાથમાં વરસાદ પડતા લોકોમાં ખુશીનો માહોલ છે. 
Advertisement

દેવભૂમિ દ્વારકામાં મેઘાની ધમાકે દાર શરુઆત થઇ ગઇ છે. દ્વારકામાં સરેરાશ 1 ઈંચ વરસાદ પડયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. જૂનાગઢ જિલ્લામાં સાર્વત્રિક મેધમહેર, સવારે 6 થી 4 કલાકમાં માણવદરમાં 4 ઈંચ વરસાદ, શહેરમાં 3.5 ઈંચ વરસાદ નોંધાયો છે.  માળીયામાં 3 ઈંચ, ભેસાણ, મેંદરડા અને વિસાવદરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે.   ભેસાણ, મેંદરડા અને વિસાવદરમાં 1.5 ઈંચ વરસાદ પડ્યો છે. 
 
Tags :
Advertisement

.