Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

સૌરાષ્ટ્રમાં વરસાદની રમઝટ, જામકંડોરણા પાસેની ફોફળ નદીનો પૂલ ધરાશાયી, દાતાર પર નયનરમ્ય દ્રશ્યો જોવા મળ્યા

ગુજરાતમાં અત્યારે કેટલાક વિસ્તારોને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વરસાદ  વરસી રહ્યો છે, સૌથી વધુ વરસાદ અત્યારે સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના મોટાંભાગના વિસ્તારોમાં ભારે વારસાદ પડી રહ્યો છે. ઠેરઠેર પાણી ભરાયા છે ત્યારે રાજકોટના જામકંડોરણા પાસેની ફોફળ નદીનો  પૂલ ધરાશાયી  થયો હતો. જેના કારણે અનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તંત્ર હાલàª
સૌરાષ્ટ્રમાં વરસાદની રમઝટ  જામકંડોરણા પાસેની ફોફળ નદીનો  પૂલ ધરાશાયી  દાતાર પર નયનરમ્ય   દ્રશ્યો જોવા મળ્યા
ગુજરાતમાં અત્યારે કેટલાક વિસ્તારોને બાદ કરતા સમગ્ર ગુજરાતમાં વરસાદ  વરસી રહ્યો છે, સૌથી વધુ વરસાદ અત્યારે સૌરાષ્ટ્રમાં પડી રહ્યો છે. ખાસ કરીને ગીર સોમનાથ, જૂનાગઢ અને રાજકોટ જિલ્લાના મોટાંભાગના વિસ્તારોમાં ભારે વારસાદ પડી રહ્યો છે. ઠેરઠેર પાણી ભરાયા છે ત્યારે રાજકોટના જામકંડોરણા પાસેની ફોફળ નદીનો  પૂલ ધરાશાયી  થયો હતો. જેના કારણે અનેક ગામો સાથેનો સંપર્ક તૂટી ગયો છે. તંત્ર હાલમાં સક્રિય છે. ઉપલેટાના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ ને પગલે ઉપલેટાનું લાઠ ગામ પાણીમાં ફેરવાયું છે. કોઝ-વે પર પાણી આવતા 8 ગામોનો વાહનવ્યવહાર બંધ છે. જેતપુર,ધોરાજી, તાલુકામાં ધોધમાર વરસાદ સતત 6 દિવસથી પડી રહ્યો છે  જેના કારણે લાદી રોડ, તીન બત્તી રોડ પર પાણી ભરાયા છે. જામકંડોરણામાં ભારે વરસાદથી ચોમેર પાણી પાણી છે. જામકંડોરણામાં 2 કલાકમાં જ સાડા ત્રણ ઈંચ વરસાદ ખાબક્યો છે. તકેદારીના ભાગરૂપ જામકંડોરણાથી ગોંડલ જવાનો હાઇવે થયો બંધ કરાયો છે.

જૂનાગઢના ઉપલા દાતાર પર્વતની સિડી પર પાણીનો ધોધ વહેતા નયનરમ્ય નજારો જોવાં મળ્યો 
સાથે જ જામનગરમાં પાંચ દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની ચેતવણી આપવામાં આવી છે. પૂલ તૂટતા વાહન વ્યવાહર ખોરવાયો હતો. મળતી માહિતી પ્રમાણે આજે ગુરુવાર સવારથી જ રાજકોટ જિલ્લામાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. ત્યારે જિલ્લાની નદીઓમાં નવા નીર આવતા નદીઓ બંને કાંઠે વહેતી થઈ હતી. જુનાગઢમાં ઉપલા દાતાર પર્વત પર ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલા દાતારની જગ્યાના પહાડો પર 3 ઈંચથી વધુ વરસાદ ખાબકી ચૂક્યો છે. ત્યારે ધોધમાર વરસાદના કારણે પહાડો પરથી પાણીના ધોધ વહેતાં થયા છે. દાતારની સીડી પર ધસમસતું પાણી જોવા મળે છે. સાથે વરસાદનો નયનરમ્ય નજારો પણ જોવા મળ્યો છે. જે હિલ સ્ટેશન જેવો દેખાય છે. ગીર સોમનાથનો દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાં ભારે વરસાદથી ડેમમાં પાણીની ભરપૂર આવક થઈ છે, પરંતુ ડેમ ઓવરફ્લો થતાં જિલ્લામાં હરખની હેલી જોવા મળી છે. ગીર ગઢડા ખાતે આવેલો દ્રોણેશ્વર ડેમ ત્રીજી વાર છલકાયો છે. ગીર સોમનાથમાં ભારે વરસાદને કારણે મચ્છુન્દ્રી નદી પાણીની આવક થતા ડેમ છલકાયો છે.  મચ્છુન્દ્રી તેમજ ઘોડાવડી નદીમાં પાણી આવતા દ્રોણેશ્વર ડેમમાં પાણી વધી ગયુ છે, તેથી ડેમ છલકાયો છે. 

સરસ્વતી નદી કિનારે બિરાજમાન માઘવરાજી મંદિર પાણીમાં ગરકાવ

ઉપરવાસમાં લોધિકા, ગોંડલ પંથકમાં પડેલા ધોધમાર વરસાદનના કારણે નદીઓ ગાંડીતૂર બની હતી. જામકંડોરણાથી ગોંડલ જતો માર્ગ બંધ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો. ગીર સોમનાથ અને જૂનાગઢમાં પણ રાજ્યનો સૌથી વધારે વરસાદ ખાબકી ચૂક્યો છે ત્યારે આગામી પાંચ દિવસો માટે પણ ભારે વરસાદની આગાહી હવામાન વિભાગે કરી હતી. ગીર સોમનાથ જીલ્લામાં સર્વત્ર મેઘ મહેર થઇ છે અને નદી નાળા છલકાયા છે. ત્યારે સરસ્વતી નદી કિનારે બિરાજમાન માઘવરાજી મંદિર પાણીમાં ગરકાવ થયુ છે. ચર્તુમાસ દરમ્યાન ભારે વરસાદ આવે ત્યારે ભગવાન પાણીમાં બિરાજે છે. અને લોકો દૂરથી જ માધવરાય પ્રભુનો જળવિહાર નિહારે છે. આ પ્રથમ વાર મંદિર પાણીમાં ગરકાવ થયું. 


દક્ષિણ ગુજરાતમાં વરસાદની પરિસ્થિતિ 
બીજી તરફ દક્ષિણ ગુજરાતના નવસારી, વલસાડ, સુરત, ડાંગ, તાપીમાં પણ અતિભારે વરસાદની આગાહી છે. સુરતના કેટલાકક વિસ્તારોમાં પાણી ભરાયાં છે. રત શહેરમાં  ગઇ કાલે પડેલાં ભારે વરસાદના કારણે લોકો બેહાલ છેઓલપાડથી બાવા ફળીયા તરફ જતા માર્ગ પર પાણી ફળી વળ્યાં છે. આ કારણે બાવા તરફ જતો માર્ગ અવર જવર માટે બંધ કરાયો છે. તો શાંતિનગર આવાસમાં પણ લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયાછે. વાપીમાં અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ છે. જેના કરણે ગીતાનગર સરકારી પ્રા.શાળામાં પાણી ભરાયા હતાં.સલામતી માટે શાળામાંથી બાળકોને રજા અપાઇ હતી.  

5 ઇંચ વરસાદથી ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી
ઘણાં આવાસોમાં પાણી ભરાઈ ગયા છે. જેને કારણે સ્થાનિકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. ખાસ કરીને સુરતના ઓલપાડ, અઠવાગેટ, પીપલોદ, રાંદેર, અડાજણ વિસ્તારમાં ભારે વરસાદ વરસ્યો હતો. જેના કારણે લોકોમાં ખુશીનો માહોલ છે. પરંતુ ધોધમાર વરસાદે ઓલપાડને ધમરોળ્યુ હતું. 5 ઇંચ વરસાદથી ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે. લોકોની ઘરવખરી પાણીમાં ડૂબી ગઇ હતી. 
હવામાન વિભાગની આગાહી
હવામાન વિભાગની આગાહી મુજબ, 7થી 10 જુલાઈ આ પાંચ દિવસ સુધી ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ ૫ડવાની સંભાવના રહેલી છે. જેમાં ગીર સોમનાથ, જૂનાગઢ, દેવભૂમિ દ્વારકા, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર વગેરે જિલ્લાઓમાં થયેલા ભારે વરસાદ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે.  રાજ્યમાં 7 જુલાઈના રોજ ભાવનગર, સુરત, ભરૂચ, જૂનાગઢ, અમરેલી, સોમનાથ, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ, 8 જુલાઈના રોજ નવસારી, દ્વારકા, ડાંગ, પોરંબદર, સુરત, તાપી, ડાંગ, સોમનાથ, રાજકોટ, જામનગર, જૂનાગઢ, કચ્છ, મોરબી, અમરેલી, ભાવનગર, ભરૂચ અને નર્મદા, 9 જુલાઈના રોજ રાજ્યમાં કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદર, રાજકોટ, મોરબી, નવસારી, વલસાડ, ડાંગ, જૂનાગઢ, સુરત અને તાપી, 10 જુલાઈએ દ્વારકા, પોરબંદર, વલસાડ, જૂનાગઢ, મોરબી, રાજકોટ, તાપી, સુરત અને ડાંગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. પાંચ દિવસ દરમિયાન અમદાવાદ શહેરમાં સામાન્ય વરસાદની આગાહી આપવામાં આવી છે.
 
Advertisement
Tags :
Advertisement

.