જામનગરમાં યોજાયેલ લોક ડાયરામાં નોટનો વરસાદ, જુઓ તસવીરો
જામનગરમાં ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે જેના પ્રથમ દિવસના રાત્રી કાર્યક્રમમાં મુખ્ય વક્તા પૂજ્ય રમેશભાઈ ઓઝા પણ લોક સાહિત્યકાર દેવાયત ભાઈ ખવાડના લોકગીતો તેમજ લોક સાહિત્યની વાતો સાંભળવા માટે રાત્રિના ૧૨ વાગ્યા સુધી કથા મંડપમાં ઉપસ્થિત રહ્યા હતા.દેવાયતભાઇ ખવાડે મંચ પરથી સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના ઇતિહાસ à
09:43 AM May 02, 2022 IST
|
Vipul Pandya
જામનગરમાં ભાગ્યલક્ષ્મી એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરાયુ છે જેના પ્રથમ દિવસના રાત્રી કાર્યક્રમમાં મુખ્ય વક્તા પૂજ્ય રમેશભાઈ ઓઝા પણ લોક સાહિત્યકાર દેવાયત ભાઈ ખવાડના લોકગીતો તેમજ લોક સાહિત્યની વાતો સાંભળવા માટે રાત્રિના ૧૨ વાગ્યા સુધી કથા મંડપમાં ઉપસ્થિત રહ્યા હતા.
દેવાયતભાઇ ખવાડે મંચ પરથી સૌરાષ્ટ્રની ખમીરવંતી ધરતીના ઇતિહાસ ને યાદ કરીને સહુ શ્રોતાગણને પણ મંત્રમુગ્ધ બનાવી દીધા હતા. જૂનાગઢના સુપ્રસિદ્ધ પૂજ્ય ઇન્દ્રભારથી બાપુએ પણ રાત્રિ કાર્યક્રમ દરમિયાન વિશેષ હાજરી રહી હતી. જેઓનું યજમાન પરિવાર ના ધર્મેન્દ્રસિંહ જાડેજા દ્વારા વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું, સાથોસાથ ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા, સુરતના બટુકભાઈ ડોબરીયા, કેશોદના હરદેવસિંહજી રાયજાદા, તેમજ ભાવનગરના ચતુરસિંહજી ગોહિલ અને અરુણસિંહજી ગોહિલની વિશેષ ઉપસ્થિતિ રહી હોવાથી તમામ નું સ્વાગત કરવામાં આવ્યું હતું.
પૂજ્ય ઇન્દ્રભારથી બાપુ લોક ડાયરાના કાર્યક્રમમાં ઉત્સાહભેર જોડાયા હતા, અને કલાકારો નો ઉત્સાહ વધારવા માટે તેઓએ જાતે જ પૂજ્ય ભાઇજીને સાથે રાખી ને નોટોનો વરસાદ કર્યો હતો. જેને નિહાળ્યા પછી કથા મંડપમાં ઉપસ્થિત રહેલા યજમાન પરિવાર અને તેમના સગા સંબંધીઓ ઉપરાંત અન્ય શ્રોતાગણો પણ રિઝયા હતા, અને મોટી સંખ્યામાં નોટોનો વરસાદ પ્રથમ દિવસે જ જોવા મળ્યો હતો.
Next Article