Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજ્યમાં ત્રણ દિવસમાં પવન સાથે વરસાદની આગાહી, ખેડૂતોની વધી ચિંતા

રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સવારથી જ કાળ ભમ્મર વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લા એવા છે કે જ્યા વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. ગરમીથી કંટાળી ગયેલા લોકો હવે જલ્દી જ વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે રાજ્યના વલસાડ અને નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદે એન્ટ્રી કરી છે. અહીં છેલ્લા બે દિવસથી વાદળછાયà
03:34 AM May 25, 2022 IST | Vipul Pandya
રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે. રાજ્યના ઘણા વિસ્તારોમાં સવારથી જ કાળ ભમ્મર વાદળો આકાશમાં જોવા મળી રહ્યા છે. રાજ્યના ઘણા જિલ્લા એવા છે કે જ્યા વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે. 
ગરમીથી કંટાળી ગયેલા લોકો હવે જલ્દી જ વરસાદની રાહ જોઇ રહ્યા છે. ત્યારે રાજ્યના વલસાડ અને નવસારી જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદે એન્ટ્રી કરી છે. અહીં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ વચ્ચે વહેલી સવારથી જ વરસાદ પડી રહ્યો છે, જેના કારણે લોકોને ગરમીથી રાહત મળી છે. વહેલી સવારથી જ વરસાદ પડતા વાતાવરણમાં ઠંડી પ્રસરી છે. જોકે, કમોસમી વરસાદના કારણે ખેડૂતોના જીવ તાળવે ચોંટ્યા છે. રાજ્યના સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગઈકાલથી જ વરસાદ પડી રહ્યો છે. અહીં રાજકોટમાં અડધો ઈંચ વરસાદ ખાબક્યો છે. ચોટીલા, ચીખલી, બીલીમોરા, પંચમહાલમાં વરસાદી ઝાપટા પડ્યા છે. જોકે, ઘણા વિસ્તારોમાં વરસાદ થોડો સમય પડ્યા બાદ બંધ થતા ગરમી વધી ગઇ છે. અમદાવાદ અને રાજકોટ કે જ્યા વરસાદ પડી ચુક્યો છે ત્યા ગરમીનો પારો 41 ડિગ્રી છે. જ્યારે મોટા ભાગના શહેરોમાં તાપમાન 40 ડિગ્રીથી નીચે છે. 
મહત્વનું છે કે, રાજ્યમાં 3 દિવસમાં પવન સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે. 26 અને 27 મે ના રોજ અમુક વિસ્તારોમાં વરસાદ પડવાની સંભાવનાઓ છે.
Tags :
farmerGujaratGujaratFirstRainRainForecastSaurashtraSouthGujaratthreedays
Next Article