Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાતમાં સર્વત્ર વરસાદ, 22 કલાકમાં 211 તાલુકામાં વરસાદ

ગુજરાતમાં રવિવારે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેથી જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વીતેલા 22 કલાકમાં રાજ્યમાં 211 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સરેરાશ સાડા આઠ ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે સોમવારે શાળા કોલેજોમાં શૈક્ષણઇક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.રવિવારે અમદાવાદમાં ભારે વરસા
ગુજરાતમાં સર્વત્ર વરસાદ  22 કલાકમાં 211  તાલુકામાં વરસાદ
ગુજરાતમાં રવિવારે મેઘરાજા મન મુકીને વરસ્યા છે. ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસ્યો છે, જેથી જન જીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. વીતેલા 22 કલાકમાં રાજ્યમાં 211 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. અમદાવાદમાં સરેરાશ સાડા આઠ ઇંચ વરસાદ પડતાં જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. અમદાવાદમાં ભારે વરસાદના કારણે સોમવારે શાળા કોલેજોમાં શૈક્ષણઇક કાર્ય બંધ રાખવાનો નિર્ણય કરાયો હતો.
રવિવારે અમદાવાદમાં ભારે વરસાદ પડ્યો હતો.રાજ્યના 211 તાલુકામાં મેઘરાજાની મહેર થઇ હતી, જેમાં છોટાઉદેપુરના બોડેલીમાં 22 ઈંચ,કવાંટમાં 17 ઈંચ વરસાદ, પંચમહાલના જાંબુઘોડામાં 16 ઈંચ વરસાદ,  છોટાઉદેપુરના જેતપુર પાવીમાં 16 ઈંચ વરસાદ જ્યારે છોટાઉદેપુરમાં 13 ઈંચ વરસાદ પડયો હતો. 
આ ઉપરાંત ડાંગના વઘઈમાં 12 ઈંચ વરસાદ, આહવામાં સરેરાશ 11 ઈંચ વરસાદ, નવસારીના વાંસદામાં 8 ઈંચ વરસાદ, ડાંગના સુબીરમાં 8 ઈંચ વરસાદ અને  તાપીના ડોલવણમાં 7.5 ઈંચ વરસાદ વરસાદ પડ્યો છે. 
આ ઉપરાંત  છોટાઉદેપુરના સંખેડામાં 7 ઈંચ વરસાદ,  નર્મદાના સાગબારામાં 6.5 ઈંચ વરસાદ, પંચમહાલના ઘોઘંબામાં 6 ઈંચ વરસાદ, અમદાવાદ શહેરમાં 6 ઈંચ વરસાદ ,પંચમહાલના ગોધરામાં 5.5 ઈંચ, ખેડાના નડીયાદમાં 5.5 ઈંચ વરસાદ, વલસાડના ધરમપુરમાં 5.5 ઈંચ વરસાદ, સુરતના ઉમરપાડામાં 5 ઈંચ વરસાદ, પંચમહાલના હાલોલમાં 5 ઈંચ વરસાદ, મોરબીમાં 5 ઈંચ વરસાદથી  ઠેર ઠેર પાણી ભરાયા છે. 
બીજી તરફ  છોટાઉદેપુરના નસવાડીમાં 5 ઈંચ વરસાદ, નર્મદાના તિલકવાડામાં 4 ઈંચ વરસાદ, વલસાડના કપરાડામાં 4 ઈંચ વરસાદ, અમદાવાદ ધોલેરામાં 4 ઈંચ વરસાદ, વડોદરાના ડભોઈમાં 4 ઈંચ વરસાદ, પંચમહાલના સહેરામાં 4 ઈંચ વરસાદ, કચ્છના અબડાસામાં 4 ઈંચ વરસાદ, ખેડાના માતરમાં 3.5 ઈંચ વરસાદ અને આણંદમાં 3.5 ઈંચ વરસાદ પડયો હતો. નવસારીના ગણદેવીમાં 3.5 ઈંચ જ્યારે નવસારી શહેરમાં પણ 3 ઈંચ વરસાદ પડ્યો છે. 
ઉપરાંત અમદાવાદ શહેરમાં રવિવારે પડેલા  ધોધમાર વરસાદ બાદ  શહેરીજનોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે . વેજલપુર શ્રીનંદ નગર પાસે કમર સુધીના પાણી ભરાયા છે. આંબાવાડી વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાયા છે અને અનેક લોકોના મકાનોમાં ઘુસ્યા વરસાદી પાણી ઘુસી ગયા છે. ઘરમાં પાણી ઘુસતા લોકોને  હાલાકી પડી રહી છે. 
વરસાદના પગલે સોમવારે સવારે AMC અધિકારીઓ રાઉન્ડમાં નિકળ્યા હતા અને વરસાદી પાણી ઉતર્યા કે નહીં તેનો તાગ મેળવ્યો  હતો. તેમણે મીઠાખળી અને પરિમલ અંડરબ્રિજની  મુલાકાત લીધી હતી. 
અમદાવાદમાં રવિવારે સાંજથી ભારે વરસાદ પડ્યો હતો જેમાં સર્વત્ર જળબંબાકારની સ્થિતી સર્જાઇ હતી. અમદાવાદમાં આખી રાત અનરાધાર વરસાદ પડયો હતો.અમદાવાદમાં સરેરાશ 8.5 ઈંચ  જેટલો વરસાદ  નોંધાયો હતો જેમાં પાલડીમાં સૌથી વધુ 18 ઈંચ વરસાદ ,ઉસ્માનપુરામાં આખી રાતમાં 16 ઈંચ વરસાદ,  બોડકદેવમાં સવાર સુધીમાં 13 ઈંચ વરસાદ , જોધપુરમાં 12 ઈંચ વરસાદ,  બોપલમાં પણ સવાર સુધીમાં 12 ઈંચ વરસાદ,  મુક્તમપુરામાં પણ સવાર સુધીમાં 11 ઈંચ વરસાદ, મણિનગરમાં સવાર સુધીમાં 10.5 ઈંચ વરસાદ , સરખેજમાં સવાર સુધીમાં 10 ઈંચ વરસાદ , રાણીપમાં આખી રાત દરમિયાન 9 ઈંચ વરસાદ , ગોતામાં પણ  9 ઈંચ વરસાદ. મ્યુનિ.કોર્પોરેશન વિસ્તારમાં 9 ઈંચ વરસાદ,  વટવામાં 8 ઈંચ વરસાદ, સાયન્સ સીટી વિસ્તારમાં 7.5 ઈંચ વરસાદ , વિરાટનગરમાં 7 ઈંચ વરસાદ પડયો હતો અને નિકોલમાં પડયો 5 ઈંચ વરસાદ નોંધાયો હતો. 
Tags :
Advertisement

.