Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રેલવેએ છેલ્લા 3 માસમાં ઇ-ઓક્શનથી મેળવી આટલી મોટી રકમ

છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય રેલવેએ તેની સંપત્તિઓની ઈ-ઓક્શનથી લગભગ રૂ. 844 કરોડની કમાણી કરી છે.  પાર્કિંગ પ્લેસના કોન્ટ્રાક્ટ, રેલ્વે પરિસરમાં જાહેરાતો મૂકવા, પાર્સલ જગ્યા અને શૌચાલયના ભાડાપટ્ટેથી આ રકમ ઉભી કરવામાં આવી છે.રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે જૂનમાં ઈ-ઓક્શન દ્વારા આ કાર્યવાહીની શરુઆત કરી હતી. આનાથી કોન્ટ્રાક્ટ ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે અને  નાના ઉદ્યોગ સાહ
રેલવેએ છેલ્લા 3 માસમાં ઇ ઓક્શનથી મેળવી આટલી મોટી રકમ
Advertisement
છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય રેલવેએ તેની સંપત્તિઓની ઈ-ઓક્શનથી લગભગ રૂ. 844 કરોડની કમાણી કરી છે.  પાર્કિંગ પ્લેસના કોન્ટ્રાક્ટ, રેલ્વે પરિસરમાં જાહેરાતો મૂકવા, પાર્સલ જગ્યા અને શૌચાલયના ભાડાપટ્ટેથી આ રકમ ઉભી કરવામાં આવી છે.
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે ગયા વર્ષે જૂનમાં ઈ-ઓક્શન દ્વારા આ કાર્યવાહીની શરુઆત કરી હતી. આનાથી કોન્ટ્રાક્ટ ફાળવણીની પ્રક્રિયા ઝડપી બનશે અને  નાના ઉદ્યોગ સાહસિકોને કામ મેળવવામાં પણ સરળતા રહેશે.
રેલવેએ કહ્યું કે ઈ-ઓક્શન પોર્ટલ શરૂ થવાથી તેની આવકમાં વધારો થયો છે અને તેનાથી રેલવેની સંપત્તિનું વાસ્તવિક મૂલ્ય મેળવવામાં મદદ મળી છે. વાણિજ્યિક અસ્કયામતો માટે ઈ-ઓક્શન પોર્ટલની શરૂઆત થઈ ત્યારથી અત્યાર સુધીમાં 8,500 સંપત્તિઓ માટે લગભગ 1,200 કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યા છે. ફાળવવામાં આવેલા કોન્ટ્રાક્ટનું કુલ મૂલ્ય રૂ. 844 કરોડ છે તેમ રેલવેએ જણાવ્યું હતું.
મોટાભાગના કોન્ટ્રાક્ટ રેલ્વે સ્ટેશન પરિસર અને ટ્રેનના કોચમાં જાહેરાત અધિકારો સાથે સંબંધિત છે. આ આઇટમમાં ફાળવવામાં આવેલા 374 કોન્ટ્રાક્ટમાંથી રેલવેને 155 કરોડ રૂપિયા મળશે. એ જ રીતે, પાર્કિંગ લોટ માટેના 374 કોન્ટ્રાક્ટમાંથી રૂ. 226 કરોડ, પાર્સલ જગ્યા માટેના 235 કોન્ટ્રાક્ટમાંથી રૂ. 385 કરોડ અને પેઇડ ટોઇલેટ માટે ફાળવવામાં આવેલા 215 કોન્ટ્રાક્ટમાંથી રૂ. 78 કરોડ મળશે. રેલવેના તમામ વિભાગોમાં, બેંગલુરુ વિભાગે પાર્સલની ઈ-ઓક્શન દ્વારા સૌથી વધુ 34.52 કરોડ રૂપિયા એકત્ર કર્યા છે. દિલ્હી ડિવિઝન હવે તેની સંપત્તિઓને લીઝ પર આપવા માટે ઈ-ઓક્શનની પદ્ધતિને સંપૂર્ણપણે અપનાવી ચૂકી છે.
Tags :
Advertisement

.

×