Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

રેલ્વેની બંપર કમાણી, ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રીઓ પાસેથી વસૂલ્યા 214 કરોડ

એક ફિલ્મના પ્રમોશન કર્યા બાદ તે જેટલી કમાણી નથી કરી શકતી તેના કરતા પણ વધારે કમાણી મધ્ય રેલ્વેએ ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરો પાસે કરી છે. મધ્ય રેલ્વેએ આ કમાણી નાણાંકીય વર્ષ 2021-22માં કરી છે.  રેલ્વેમાં મુસાફરી આજે પણ મોટી સંખ્યામાં લોકો કરે છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે કે, જેઓ મુસાફરી તો કરે છે પરંતુ ટિકિટ લેતા નથી. ત્યારે આવા લોકો પર રેલ્વે વિભાગ હવે કડક વલણ અપનાવી રહ્યું છે. રેલ્વ
રેલ્વેની બંપર કમાણી  ટિકિટ વિના મુસાફરી કરતા યાત્રીઓ પાસેથી વસૂલ્યા 214 કરોડ

એક ફિલ્મના પ્રમોશન કર્યા બાદ તે જેટલી કમાણી નથી કરી શકતી તેના કરતા પણ વધારે કમાણી મધ્ય રેલ્વેએ ટિકિટ વિના મુસાફરી કરનારા મુસાફરો પાસે કરી છે. મધ્ય રેલ્વેએ આ કમાણી નાણાંકીય વર્ષ 2021-22માં કરી છે.

Advertisement

રેલ્વેમાં મુસાફરી આજે પણ મોટી સંખ્યામાં લોકો કરે છે. પરંતુ ઘણા એવા લોકો પણ છે કે, જેઓ મુસાફરી તો કરે છે પરંતુ ટિકિટ લેતા નથી. ત્યારે આવા લોકો પર રેલ્વે વિભાગ હવે કડક વલણ અપનાવી રહ્યું છે. રેલ્વેની ટિકિટ ચેક કરતા ટીસી રોજ આવા લોકો પાસેથી દંડ વસૂલતા રહે છે. ત્યારે આ વખતે મધ્ય રેલ્વેએ આવા મુસાફરો પાસેથી દંડ પેટે 214 કરોડ વસૂલ્યા છે. જે એક મોટી રકમ છે. 
દેશની આર્થિક રાજધાની ગણાતું મુંબઈ શહેર જ્યા લોકલ ટ્રેનને શહેરની લાઇફલાઇન કહેવામાં આવે છે. જ્યા રોજ લાખોની સંખ્યામાં લોકો આ ટ્રેનથી મુસાફરી કરી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે. વળી ઘણા એવા લોકો પણ હોય છે કે જેઓ ટિકિટ ખરીદતા નથી અથવા ઉતાવળમાં ખરીદવાનું ભૂલી જાય છે, તેવા લોકો હવે રેલ્વે વિભાગના ધ્યાનમાં આવવા લાગ્યા છે. મુસાફરો પાસેથી ટિકિટ છે કે નહીં તે માટે ટ્રેનોમાં એક ચેકિંગ ટીમ રહેતી હોય છે અને તેઓ મુસાફરી કરતા દરેક મુસાફરોને ટિકિટ વિશે સવાલ પૂછતા હતા. 
રેલવે ટીટી એવા મુસાફરો પાસેથી દંડ વસૂલતી હતી જેઓ ટિકિટ વિના મુસાફરી કરતા જોવા મળતા હતા. આ જ મોટું કારણ છે કે, મધ્ય રેલવેની ટિકિટ ચેકિંગ ટીમે વર્ષ 2021-22 દરમિયાન 35.36 લાખ લોકો પર કાર્યવાહી કરીને 214.14 કરોડ રૂપિયાનો દંડ વસૂલ્યો હતો. મધ્ય રેલવે દ્વારા ટિકિટ ચેકિંગ દરમિયાન દંડના રૂપમાં આ આંકડો ભારતીય રેલ્વેના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો આંકડો હોવાનું કહેવાય છે.
Tags :
Advertisement

.