Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાહુલે મંચ પર કહ્યું હવે રાષ્ટ્રગીત વાગશે, અને થોડીવારમાં વાગ્યું નેપાળનું રાષ્ટ્રગીત

કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભારતના રાષ્ટ્રગીતને બદલે નેપાળનું રાષ્ટ્રગીત વગાડવાને કારણે રાહુલ ગાંધીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.આ ઘટના  મહારાષ્ટ્રના વાસીમની છે. રાહુલ બુધવારે અહીં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલે કહ્યું કે હવે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે..બધા સાવધાનની મુદ્રામાં ઉભા રહી ગયા.ખુદ રાહુલ ગાંધી પણ.પરંતુ લાઉડ સ્પીકર પર જે
11:25 AM Nov 17, 2022 IST | Vipul Pandya
કોંગ્રેસની ભારત જોડો યાત્રામાં ભારતના રાષ્ટ્રગીતને બદલે નેપાળનું રાષ્ટ્રગીત વગાડવાને કારણે રાહુલ ગાંધીને સોશિયલ મીડિયા પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે.આ ઘટના  મહારાષ્ટ્રના વાસીમની છે. રાહુલ બુધવારે અહીં એક કાર્યક્રમને સંબોધિત કરી રહ્યા હતા. આ દરમિયાન રાહુલે કહ્યું કે હવે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે..બધા સાવધાનની મુદ્રામાં ઉભા રહી ગયા.ખુદ રાહુલ ગાંધી પણ.પરંતુ લાઉડ સ્પીકર પર જે વાગ્યું તે ભારતનું નહીં પરંતુ નેપાળનું રાષ્ટ્રગીત હતું.. જોકે રાહુલે તુરંત આ ગીત અટકાવીને  રાષ્ટ્રગીત શરૂ કરવાનું કહ્યું હતું. હવે ભાજપના નેતાઓ આ વીડિયો શેયર કરીને સવાલો ઉઠાવી રહ્યા છે.
નીતીશ રાણેએ કહ્યું આ રાહુલનું કોમેડી સર્કસ છે 
મહારાષ્ટ્રના બીજેપી નેતા નિતેશ રાણેએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર નિશાન સાધતા આને રાહુલનું કોમેડી સર્કસ ગણાવ્યું. આ સિવાય તમિલનાડુના બીજેપી નેતા અમર પ્રસાદ રેડ્ડીએ પણ આ વીડિયો શેયર કર્યો છે.તેમણે પૂછ્યું છે કે રાહુલ ગાંધી આ શું છે?
ટ્રોલર્સના નિશાના પર રાહુલ ગાંધી 
આ ઘટના બાદ રાહુલ ટ્રોલ્સના નિશાના પર આવી ગયા છે. લોકો અનેક પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે શું આ નેપાળનું રાષ્ટ્રગીત છે? અન્ય એક યુઝરે કહ્યું- રાષ્ટ્રગીતનું અપમાન કરવા બદલ આ લોકો સામે કેસ નોંધવો જોઈએ. અન્ય એક યુઝરે લખ્યું કે આ રાહુલ ગાંધી વિરુદ્ધ ષડયંત્ર છે.
20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે ભારત જોડો યાત્રા 
ભારત જોડો યાત્રા 7 સપ્ટેમ્બરે તમિલનાડુના કન્યાકુમારીથી શરૂ થઈ હતી. આ યાત્રા 7 નવેમ્બરે મહારાષ્ટ્રમાં પ્રવેશી હતી. આ યાત્રા મહારાષ્ટ્ર આવતા પહેલા તેલંગાણા, કેરળ, આંધ્રપ્રદેશ અને કર્ણાટકમાં પદયાત્રા પૂર્ણ કરી ચૂકી છે. આ યાત્રા 20 નવેમ્બરે મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. તમામ રાજ્યોને આવરી લીધા બાદ આ યાત્રા આખરે જમ્મુ-કાશ્મીરમાં સમાપ્ત થશે.
આ પણ વાંચો - રાહુલ ગાંધીની વધી શકી છે મુશ્કેલી, સાવરકરનું અપમાન કરવાનો લાગ્યો આરોપ
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
anthemBharatJodoYatraMaharashtraNationalNepalplatformRahul
Next Article