Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાહુલ ગાંધીની ભારત જોડો યાત્રામાં આજથી 9 દિવસનો વિરામ, 3 જાન્યુઆરીથી યાત્રા થશે પૂર્વવત

રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી ભારત જોડો યાત્રાને 108 દિવસ થઇ ચૂક્યા છે...આ યાત્રા દિલ્હી પહોંચી ચૂકી છે ત્યારે.. હવે તેણે 9 દિવસનો બ્રેક લીધો છે. .. 2 જાન્યુઆરી સુધી આ યાત્રામાં બ્રેક રહેશે..અને 3 જાન્યુઆરીથી આ યાત્રા પૂર્વવત થશે. આ વિરામનું કારણ કન્ટેનરનું સમારકામ કરાવવાનું હોવાનું કહેવામાં આવ્યું છે.. જેથી શિયાળા માટે કન્ટેનર તૈયાર કરી શકાય. આ વિરામથી ઘણા કાર્યકરો લગભગ ચાર મહિના પàª
09:54 AM Dec 25, 2022 IST | Vipul Pandya
રાહુલ ગાંધીના નેતૃત્વમાં નીકળેલી ભારત જોડો યાત્રાને 108 દિવસ થઇ ચૂક્યા છે...આ યાત્રા દિલ્હી પહોંચી ચૂકી છે ત્યારે.. હવે તેણે 9 દિવસનો બ્રેક લીધો છે. .. 2 જાન્યુઆરી સુધી આ યાત્રામાં બ્રેક રહેશે..અને 3 જાન્યુઆરીથી આ યાત્રા પૂર્વવત થશે. આ વિરામનું કારણ કન્ટેનરનું સમારકામ કરાવવાનું હોવાનું કહેવામાં આવ્યું છે.. જેથી શિયાળા માટે કન્ટેનર તૈયાર કરી શકાય. આ વિરામથી ઘણા કાર્યકરો લગભગ ચાર મહિના પછી તેમના પરિવારોને મળી શકશે અને તેમની સાથે સમય પસાર કરી શકશે.
બ્રેક બાદ 3 જાન્યુઆરી 2023થી ફરી શરૂ થશે યાત્રા
રાહુલ ગાંધીની યાત્રા 3 જાન્યુઆરી 2023થી ફરી શરૂ થશે.વિરામ બાદ તે ઉત્તર પ્રદેશ, પંજાબ અને અંતે જમ્મુ-કાશ્મીર તરફ આગળ વધશે. 
અનેક સેલેબ્રિટીઝ આ યાત્રામાં અત્યાર સુધી જોડાયા 
અત્યાર સુધીની આ યાત્રામાં પૂજા ભટ્ટ, રિયા સેન,સ્વરા ભાસ્કર, રશ્મિ દેસાઈ, આકાંક્ષા પુરી અને અમોલ પાલેકર જેવી ફિલ્મ અને ટેલિવિઝન હસ્તીઓ તેમજ સમાજના અન્ય ઘણી જાણીતી હસ્તીઓ આ યાત્રામાં ભાગ લઇ ચૂકી છે. 
આ પણ વાંચોઃ  રાહુલ જાડી ચામડીના છે એટલે તેમને ઠંડી નથી લાગતી, જાણો કોણે આવું કેમ કહ્યું
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BharatJodoYatracanceledGujaratFirsthiatusJanuaryrahulgandhiYatra
Next Article