Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

કેન્દ્ર સરકાર પર રાહુલ ગાંધીના આકરા પ્રહાર, કહ્યું - કોરોના ભારત જોડો યાત્રા રોકવાનું એક બહાનું

સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસને લઇને હવે ભારત સરકાર એલર્ટ થઇ ગઇ છે. હાલમાં કેન્દ્ર સરકારની હાઈ લેવલ મીટિંગ ચાલી રહી છે. ત્યારે કોઇ મોટા નિર્ણયો લેવાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. વળી આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે, કોરોનાના બહાને તેમની ભારત જોડો યાત્રાને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. ભારતની શક્તિ, સચ્ચાઈથી તે લોકો ડરી ગય
11:57 AM Dec 22, 2022 IST | Vipul Pandya
સમગ્ર વિશ્વમાં કોરોનાના વધતા જતા કેસને લઇને હવે ભારત સરકાર એલર્ટ થઇ ગઇ છે. હાલમાં કેન્દ્ર સરકારની હાઈ લેવલ મીટિંગ ચાલી રહી છે. ત્યારે કોઇ મોટા નિર્ણયો લેવાય તેવી પણ ચર્ચાએ જોર પકડ્યું છે. વળી આ વચ્ચે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકાર પર આરોપ લગાવ્યો છે કે, કોરોનાના બહાને તેમની ભારત જોડો યાત્રાને રોકવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. 
ભારતની શક્તિ, સચ્ચાઈથી તે લોકો ડરી ગયા છે : રાહુલ ગાંધી
વિશ્વભરમાં વધી રહેલા કોરોના કેસ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે તેઓ ભારત જોડો યાત્રા દરમિયાન કોવિડ પ્રોટોકોલનું પાલન કરે નહીં તો યાત્રા બંધ કરે. માંડવીયાના આ પત્ર પછી તુરંત જ રાજકીય તાપમાન ગરમાયું હતું. કોંગ્રેસના ઘણા નેતાઓએ આ પત્રને ભારત જોડો યાત્રાને રોકવાના ષડયંત્રનો ભાગ ગણાવ્યો હતો. બીજી તરફ ખુદ રાહુલ ગાંધીએ આ અંગે પ્રતિક્રિયા આપતા ભારત જોડો યાત્રાને રોકવાનો ઈન્કાર કર્યો છે. હરિયાણાના નુહમાં લોકોને સંબોધતા રાહુલ ગાંધીએ કહ્યું કે "તેઓએ (ભાજપ) મને પત્ર લખ્યો કે, કોરોના આવી રહ્યો છે, યાત્રા રોકો. હવે યાત્રાને રોકવા માટે બહાના બનાવવામાં આવી રહ્યા છે કે, માસ્ક પહેરો, યાત્રા બંધ કરો કોરોના ફેલાઇ રહ્યો છે. આ બધા બહાના છે. ભારતની શક્તિ, સચ્ચાઈથી તે લોકો ડરી ગયા છે." 

અગાઉ, મંગળવારે રાહુલ ગાંધી અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતને લખેલા પત્રમાં માંડવિયાએ કહ્યું હતું કે રાજસ્થાનના ત્રણ સાંસદો, પીપી ચૌધરી, નિહાલ ચંદ અને દેવજી પટેલે ચિંતા વ્યક્ત કરી છે અને તેમને માર્ચ દરમિયાન માસ્ક અને સેનિટાઈઝરના ઉપયોગ સહિત કોવિડ પ્રોટોકોલનું ચુસ્તપણે પાલન કરવું જોઈએ અને માત્ર રસીના ડોઝ લીધેલા લોકોને જ પદયાત્રામાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ.
યાત્રા સ્થગિત કરવાનો વિચાર કરો : આરોગ્ય મંત્રી
નોંધપાત્ર વાત એ છે કે, કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ચીન સહિત કેટલાક દેશોમાં કોરોનાવાયરસના કેસોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ભૂતપૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને પત્ર લખીને અપીલ કરી હતી કે જો કોવિડ નિયમોનું પાલન ન કરી શકાય, તો તેઓ 'ભારત જોડો યાત્રા' ને સસ્પેન્ડ કરવાનું વિચારે. જણાવી દઈએ કે 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થયેલી યાત્રા અત્યાર સુધી તમિલનાડુ, કેરળ, આંધ્રપ્રદેશ, કર્ણાટક, તેલંગાણા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી પસાર થઈ છે. રાહુલ ગાંધીના નેતૃત્વમાં 'ભારત જોડો યાત્રા' રાજસ્થાન તબક્કા બાદ બુધવારે નૂહથી હરિયાણામાં પ્રવેશી છે.
આ પણ વાંચો - કોરોનાની સ્થિતિ વચ્ચે ભાજપે રાજસ્થાનમાં જનઆક્રોશ યાત્રા કરી રદ્દ

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
BharatJodoYatraCentralGovernmentCoronaVirusCovid19ExcuseGujaratFirstrahulgandhi
Next Article