Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

દિવગંત ગાયક મૂસેવાલાના પરિવારને મળ્યા રાહુલ ગાંધી

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે શુભદીપ સિંહ સિદ્ધુ મૂસેવાલાના પરિવારજનોને મળ્યા હતા. સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતાને મળ્યા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.કોંગ્રેસે ટ્વિટ કર્યું હતું કે કોંગ્રેસનો ઇતિહાસ બલિદાનોથી ભરેલો છે અને તેથી અમે સમજીએ છીએ કે પોતાનાને ખોવાનું દર્દ શું છે. આ પહેલા કેન્દ્રીàª
દિવગંત ગાયક મૂસેવાલાના પરિવારને મળ્યા રાહુલ ગાંધી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી મંગળવારે શુભદીપ સિંહ સિદ્ધુ મૂસેવાલાના પરિવારજનોને મળ્યા હતા. સિદ્ધુ મૂસેવાલાની ધોળા દિવસે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. રાહુલ ગાંધી દિવંગત ગાયક સિદ્ધુ મૂસેવાલાના પિતાને મળ્યા અને દુઃખ વ્યક્ત કર્યું હતું.
કોંગ્રેસે ટ્વિટ કર્યું હતું કે કોંગ્રેસનો ઇતિહાસ બલિદાનોથી ભરેલો છે અને તેથી અમે સમજીએ છીએ કે પોતાનાને ખોવાનું દર્દ શું છે. 
આ પહેલા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ મૂસેવાલાના માતા-પિતાને મળ્યા હતા. ચંદીગઢમાં મૂસેવાલાના પિતાએ અમિત શાહ સમક્ષ તેમના પુત્રની હત્યાની સીબીઆઈ તપાસની માંગ કરી હતી. હાલમાં પંજાબ પોલીસની SIT મૂસેવાલા હત્યા કેસની તપાસ કરી રહી છે.
ગૃહમંત્રી સાથેની મુલાકાત દરમિયાન સિદ્ધુ મૂસેવાલાના પિતા પણ ખૂબ જ ભાવુક થયા હતા. તે જ સમયે શાહે મૂસેવાલાના પરિવારને યોગ્ય કાર્યવાહીનું આશ્વાસન પણ આપ્યું હતું.
Advertisement

ઉલ્લેખનિય છે કે સિદ્ધુ મૂસેવાલાએ કોંગ્રેસની ટિકિટ પર માનસા વિધાનસભા બેઠક પરથી પંજાબ વિધાનસભાની ચૂંટણી પણ લડી હતી. જેમાં તે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ડો.વિજય સિંગલાની સારી ફેન ફોલોઈંગ હોવા છતાં હારી ગયા હતા. પંજાબ વિધાનસભા ચૂંટણીમાં વિજય સિંગલાને કુલ 1 લાખ 23 હજાર વોટ મળ્યા હતા. સિદ્ધુ મૂસેવાલા 63 હજાર 323 વોટથી હારી ગયા હતા.
માનસામાં 29 મેના રોજ સિદ્ધુ મૂસેવાલાની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. નોંધનીય છે કે 28 મેના રોજ પંજાબ પોલીસે સિદ્ધુ મૂસેવાલાની સુરક્ષામાં ઘટાડો કર્યો હતો, તેના બીજા દિવસે 29 મેના રોજ ગેંગસ્ટરોએ સિદ્ધુની ગોળી મારીને હત્યા કરી દીધી હતી. 
Tags :
Advertisement

.