રાહુલ ગાંધી હાજર હો... આજે એકવાર ફરી કોંગ્રેસ નેતા EDમાં થયા હાજર
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં મંગળવારે બીજા દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. વળી પ્રાપ્ત માહિતી અનુસાર, EDના સવાલો હજુ પૂરા થયા નથી. આવી સ્થિતિમાં EDએ બુધવારે એટલે કે આજે પણ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે. સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધીએ EDના અધિકારીઓને વિનંતી કરી હતી કે તેમને વારંવાર પૂછપરછ માટે બોલાવવà
02:52 AM Jun 15, 2022 IST
|
Vipul Pandya
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ કેસના સંબંધમાં મંગળવારે બીજા દિવસે પૂર્વ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની પૂછપરછ કરી હતી. વળી પ્રાપ્ત માહિતી અનુસાર, EDના સવાલો હજુ પૂરા થયા નથી. આવી સ્થિતિમાં EDએ બુધવારે એટલે કે આજે પણ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે.
સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ રાહુલ ગાંધીએ EDના અધિકારીઓને વિનંતી કરી હતી કે તેમને વારંવાર પૂછપરછ માટે બોલાવવામાં ન આવે. આમ છતાં EDના અધિકારીઓએ ત્રીજા દિવસે પણ રાહુલ ગાંધીને પૂછપરછ માટે બોલાવ્યા છે. જાણકારી અનુસાર, મંગળવારે લગભગ 11 કલાક સુધી ચાલેલી પૂછપરછ બાદ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે રાહુલ ગાંધીને ત્રીજા દિવસે પૂછપરછ પ્રક્રિયામાં સામેલ થવા માટે કહ્યું હતું. અત્યાર સુધી EDએ રાહુલ ગાંધીની કુલ 21 કલાક પૂછપરછ કરી છે. સોમવારે પ્રથમ પૂછપરછ દરમિયાન, EDએ રાહુલ ગાંધીની 10 કલાક સુધી પૂછપરછ કરી, જ્યારે મંગળવારે પૂછપરછની આ પ્રક્રિયા 11 કલાકથી વધુ ચાલી હતી. સૂત્રોના જણાવ્યા અનુસાર, સોમવારે ED અધિકારીઓએ રાહુલ ગાંધીએ જવાબ આપવાથી બચેલા પ્રશ્નો અંગે વધુ માહિતી માંગી હતી. અધિકારીઓએ પૂછ્યું કે, વિદેશી ખાતામાં કેટલા પૈસા જમા છે, દેશની કઈ કઈ બેંકોમાં એકાઉન્ટ છે, દેશમાં કે વિદેશમાં ક્યાં ક્યાં જમીન અને મિલકતો છે. રાહુલને તેના આવકવેરા રિટર્ન અંગે પણ પૂછપરછ કરવામાં આવી હતી. કહેવાય છે કે રાહુલ ઘણા સવાલોના જવાબ આપી શક્યા નથી.
EDએ પહેલા દિવસે પણ રાહુલ ગાંધીની બે રાઉન્ડ પૂછપરછ કરી હતી. પ્રથમ રાઉન્ડની પૂછપરછ 3 કલાક સુધી ચાલી હતી. જ્યારે બીજા રાઉન્ડમાં લાંબી વાતચીત થઈ હતી અને આ રાઉન્ડ 5 કલાક 30 મિનિટ સુધી ચાલ્યો હતો. પ્રથમ રાઉન્ડની પૂછપરછ બાદ રાહુલ ગાંધી તેમની બહેન પ્રિયંકા ગાંધી સાથે માતા સોનિયા ગાંધીને મળવા સર ગંગારામ હોસ્પિટલ ગયા હતા. જે તાજેતરમાં જ કોરોના વાયરસથી સંક્રમિત જોવા મળ્યા હતા. રાહુલ ગાંધીની ED દ્વારા બે દિવસમાં 18 કલાકથી વધુ સમય સુધી પૂછપરછ કરવામાં આવી છે અને હવે આ પૂછપરછ વધુ લાંબી થવાની છે. કારણ કે બુધવારે એટલે કે આજે રાહુલ ગાંધી ફરી એકવાર ED અધિકારીઓ સમક્ષ હાજર થશે.
મહત્વનું છે કે રાહુલ ગાંધી વિરુદ્ધ EDની કાર્યવાહીને લઈને મંગળવારે કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોએ પણ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન નેતાઓ અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જે બાદ પોલીસે અનેક નેતાઓ અને કાર્યકરોની અટકાયત કરી હતી. એટલું જ નહીં, રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આરોપ લગાવ્યો કે તેમને અટકાયત કરાયેલા પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને મળવા દેવાયા નથી.
Next Article