Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાડો, નાડીદોષ ફિલ્મના પ્રોડ્યૂસર મુન્ના શુક્લા વિરુદ્ધ ઠગાઇની ફરિયાદ, પોન્ઝી સ્કીમ મુદ્દે સુરતમાં ત્રણ લોકો ઝડપાયા

રાડો, નાડીદોષ, ચાસણી જેવી ફિલ્મોના પ્રોડ્યૂસર મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. સુરતના વેસુમાં શુકુલ ગૃપ ઓફ કંપનીઝ નામથી ઓફિસ શરૂ કરી રોકાણની વિવિધ સ્કીમ રજુ કરનારા સંચાલકો કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર થઇ ગયા છે. આ કંપનીએ રોકાણ સામે માસિક 4 ટકા વળતરની લોભામણી જાહેરાત કરી એજન્ટ માફરતે બજારમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. 65 લાખનà
05:20 PM Jan 19, 2023 IST | Vipul Pandya
રાડો, નાડીદોષ, ચાસણી જેવી ફિલ્મોના પ્રોડ્યૂસર મુન્ના શુક્લા વિરુદ્ધ સુરત ઇકોસેલ ક્રાઇમ બ્રાન્ચમાં છેતરપિંડીનો ગુનો દાખલ થયો છે. સુરતના વેસુમાં શુકુલ ગૃપ ઓફ કંપનીઝ નામથી ઓફિસ શરૂ કરી રોકાણની વિવિધ સ્કીમ રજુ કરનારા સંચાલકો કરોડોનું ફૂલેકું ફેરવી ફરાર થઇ ગયા છે. આ કંપનીએ રોકાણ સામે માસિક 4 ટકા વળતરની લોભામણી જાહેરાત કરી એજન્ટ માફરતે બજારમાંથી કરોડો રૂપિયાની ઉચાપત કરી હતી. 65 લાખના ચિટિંગની ફરિયાદ નોંધી આર્થિક ગુના નિવારણ શાખાએ ત્રણ એજન્ટની ધરપકડ કરી છે, જ્યારે ચાલાક સંચાલકો ફરાર થઇ ગયા હતાં. શુકુલ ગૃપની કંપનીએ ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મો બનાવી હતી.
રોડોનું કૌભાંડ કર્યાનો આરોપ
નાડીદોષ, ચાસણી, રાડો જેવી ફિલ્મ બનાવી રોકાણકારોને રોડે ચઢાવતી શુક્લા એન્ડ કંપની.. શુકુલ વેલ્થ એડવાઇઝર અને શુકુલ વેલ્થ ક્રિએટર નામે રોકાણ કરાવ્યું. રાંદેર રોડ પર તાડવાડી વિસ્તારની ભરૂચા સોસાયટીમાં રહેતાં રેખાબેન હરિભાઈ બુંદેલાએ ઉઠમણાંની ફરિયાદ નોંધાવી છે. 64 વર્ષીય રેખા બુંદેલાને તેમના પરિચિત કલ્પેશ પટેલ મારફત મની ફાઉન્ડર કંપની અંગે માહિતી મળી હતી, કલ્પેશે રેખાબેનને કહ્યું હતું કે, આ કંપનીમાં રોકાણ કરવાથી મહિને 4થી 5 ટકા જેટલું વ્યાજ મળશે. આ કંપની રજીસ્ટર્ડ થયેલી છે, બધાને સમયસર પૈસા પણ આપતી હોવાની વાત કરી કલ્પેશે રેખાબેનને ભરોસામાં લીધા હતાં.
ત્યારબાદ આ કલ્પેશ પટેલ રેખાબેનના ઘરે ગયો અને તેણીના ભત્રીજાને રોકાણની વિવિધ સ્કીમ સમજાવી હતી. વેસુમાં વીઆઇપી રોડ પર એમ્બ્રોસીયા બિઝનેસ હબમાં ચોથા માળે આ કંપનીની ઓફિસ છે, ત્યાં વિમલ પંચાલ અને મયુર નાવડિયા કંપનીનું કામ સંભાળે છે એમ કહી કમલેશ તેઓને કંપનીની ઓફિસ પણ લઇ ગયો હતો.
પૈકી શુકુલ વેલ્થ ક્રિએટર એલએલપી કંપનીએ મની ફાઉન્ડર નામની સ્કીમ લોકોના હિતમાં શરુ કરી છે
અહીં શુકુલ ગ્રુપ ઓફ કંપનીઝ એવું બોર્ડ લખેલી ઓફિસમાં તેઓ ગયા અને કમલેશે તેમની ઓળખ વિમલ અને મયૂર સાથે કરાવી હતી. કંપનીના અધ્યક્ષ પ્રદીપ શુક્લા હોવાનું કહી તેમણે કહ્યું કે અહીં અલગ અલગ કંપનીઓ ચાલે છે, જે પૈકી શુકુલ વેલ્થ ક્રિએટર એલએલપી કંપનીએ મની ફાઉન્ડર નામની સ્કીમ લોકોના હિતમાં શરુ કરી છે, વિમલ પંચાલે આ કંપનીમાં રોકાણ કરવાથી મળનારૂ વળતર અને ફાયદા સમજાવ્યા હતાં. તેમણે કહ્યું કે, 10 હજારનું રોકાણ કરવાથી 1 યુનિટ મળશે. યુનિટની ખરીદી પર 3 ટકા એન્ટ્રી ફી આપવાની અને જ્યારે યુનિટ પરત કરવામાં આવે ત્યારે 3 ટકા કાપી પૈસા ચૂકવાશે. આ યુનિટમાં રોકાણ કરવાથી મહિને 4 થી 22 ટકા વળતર આપવાનું કહી રોકાણ એક વર્ષ સુધી પરત માગી શકાશે નહીં, એવી શરત પણ જણાવી હતી.
વિમલ પંચાલની વાતમાં આવી બુંદેલાએ 2.50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું
વિમલ પંચાલની વાતમાં આવી બુંદેલાએ 2.50 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. આ રોકાણ સામે તેમને મહિને 4 ટકા પ્રોફિટ અપાતો હતો. કોરોના કાળમાં આ કંપનીએ મની ફાઉન્ડર સ્કીમ બંધ કરી દેવાઇ હતી. ત્યારબાદ જુલાઇ 2020માં તેઓએ શુકુલ વેલ્થ એડવાઇઝરી નામથી બીજી કંપની શરૂ કરી હતી. તેઓએ બૂંદેલાએ જેમાં રોકાણ કર્યું હતું એ મની ફાઉન્ડર પ્લાનમાંથી ડેઇલીગેટ પ્લાનમાં ટ્રાન્સફર કરવા સાથે બીજું રોકાણ કરવા સમજાવ્યા હતાં. આ રીતે બૂંદેલાએ 3,39,900 રૂપિયાનું રોકાણ કર્યું હતું, જેની સામે થોડા સમય સુધી 4 થી 5 ટકા વળતર ચૂકવાયું હતું.
જો કે ત્યારબાદ સેબીએ દરોડા પાડી કંપનીના બેન્ક એકાઉન્ટ સીલ કરી દીધા હોવાનું જણાવી વળતર બંધ કરી દેવાયું હતું. સેબીની કાર્યવાહી, તપાસ પુરી થાય એટલે પૈસા મળી જશે એવો વિશ્વાસ ભરોસો જતાવી કંપનીના સંચાલકો એજન્ટોએ બૂંદેલા સહિતના રોકાણકારોને ચકરાવે ચઢાવ્યા હતાં. કંપનીનો વાયદાનો વેપાર પુરો ન થતાં આખરે મામલો પોલીસમાં પહોંચ્યો હતો. આ કંપની સામે હાલ 65 લાખના ચીટીંગની ફરિયાદ નોંધાઇ છે. સાથે જ પોલીસે રોકાણ કરાવનાર એજન્ટ વિમલ ઇશ્વરભાઇ પટેલ, મયૂર  નાવડિયા અને હેપ્પી કિશોરભાઇ કાનાણીની ધરપકડ કરી હોવાનું જાણવા મળે છે.
મહિને 4થી 22 ટકા વળતરનો ભરોસો આપનારા આ શખ્સો સામે ગુનો નોંધાયો
  • પ્રદીપ ઉર્ફે મુન્ના શુકુલ વિદ્યાધર શુક્લા (રહે, જલારામ રો હાઉસ, તલોધ, બીલીમોરા)
  • ધનંજય ભીખુભાઇ બારડ (રહે, અજોથા, વેરાવળ, ગીર સોમનાથ)
  • દેવેશ સુરેન્દ્ર તિવારી (રહે, નક્ષત્ર સોલીટેર, કેનાલ રોડ, પાલનપુર, પાલ)
  • સંદીપ મનુભાઈ પટેલ (રહે, સુરત) 5, મયૂર  નાવડિયા (રહે, ડભોલી), 
  •  વિમલ ઇશ્વરભાઇ પંચાલ (રહે, ગાર્ડન સિટી, કોસમડી, અંકલેશ્વર)
  • હેપ્પી કિશોરભાઇ કાનાણી (રહે, કેવલધામ એપાર્ટમેન્ટ, લક્ષ્મીપાર્ક, પુણાગામ)
થાઇલેન્ડ, દુબઇ, સ્વિત્ઝરલેન્ડના હોલી ડે પેકેજની લાલચ 
રોકાણકારોને મહિને મીનીમમ 4 ટકા અને મહત્તમ 22 ટકા વળતરનું કહેવાયું હતું. આ સાથે જ લોક ઈન પીરીયડ એક વર્ષ જણાવાયો હતો.  મની ફાઉન્ડર સ્કીમમાં યુનિટ પ્રમાણે રોકાણ કરાવાતું. 10,000 રૂપિયા રોકો એટલે એક યુનિટની આઇડી અપાતી. 10થી 100 યુનિટ સુધી રોકાણ કરે તેમને ગોવા, થાઇલેંડ, દુબઈ અને સ્વિત્ઝરલેન્ડના હોલીડે પેકેજ આપવાની લોભામણી વાતો પણ એજન્ટ દ્વારા કરવામાં આવી હતી. કંપનીએ રોકાણકારોને આકર્ષવા માટે સંખ્યાબંધ એજન્ટ અને સ્કીમ રાખી હતી. જો કે શરૂઆતમાં મની ફાઉન્ડર સ્કીમથી લોકો પાસે નાણાં ઉસેટવામાં આવ્યા હતાં. કંપનીએ લોકો તો ઠીક તેના એજન્ટને પણ એવા બિઝનેસ પ્લાન સમજાવ્યા હતાં કે તેઓએ પોતે અને પરિજનો પાસે પણ રોકાણ કરાવ્યું હતું. શુકુલ ગૃપ ઓફ કંપનીઝનું ઉઠમણું કરોડોમાં જશે એવું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે.
ગુજરાતી, મરાઠી અને પંજાબી ફિલ્મો બનાવી
સુરત ઉંચા વળતરની લાલચે રોકાણ કરાવનાર શુકુલ ગ્રૂપ ઓફ કંપનીઝ ફિલ્મ બનાવતી હતી. શુકુલ શો બીઝ નામથી આ કંપનીના ડિરેક્ટરોએ ફિલ્મ પણ પ્રોડ્યૂસ કરી હતી. તેઓએ માત્ર ગુજરાતી જ નહીં મરાછી અને પંજાબી ફિલ્મ પણ બનાવી છે. જે ગુજરાતી ફિલ્મો બનાવી એ કોઇ ચીલાચાલુ ન હતી. આ ટોળકીએ રાડો, નાડીદોષ, ચાસણી, કલરફૂલ, લોચાલાપસી વિગેરેનો સમાવેશ થાય છે. મિત્રાનું શોક હથિયાર દા નામની પંજાબી અને મરાઠી ફિલ્મોનો પણ સમાવેશ થાય છે.
Tags :
CBIraidsCrimeNewsGujaratGujaratFirstGujaratiFilmShukulGroupofCompaniesSurat
Next Article