ISRO દ્વારા રડાર ઇમેજિંગ સેટેલાઇટ લોન્ચ, 2022ના પ્રથમ મિશનમાં બે અન્ય ઉપગ્રહો પણ સામેલ
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO)એ પોતાના આ વર્ષના પ્રથમ મિશન અંતર્ગત સોમવારે સેટેલાઈટ લોન્ચ કર્યું. સોમવારે સવારે 5:59 કલાકે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C52)નું સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું. 2022ના પ્રથમ પ્રક્ષેપણ મિશનના ભાગરૂપે PSLV-C52 દ્વારા પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-04 લોન્ચ કરવામાં આવ્યો છે. EOS-04 એ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ બે નà
Advertisement
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્ર (ISRO)એ પોતાના આ વર્ષના પ્રથમ મિશન અંતર્ગત સોમવારે સેટેલાઈટ લોન્ચ કર્યું. સોમવારે સવારે 5:59 કલાકે મિશન પોલર સેટેલાઈટ લોન્ચ વ્હીકલ (PSLV-C52)નું સતીશ ધવન અંતરિક્ષ કેન્દ્ર ખાતેથી પ્રક્ષેપણ કરવામાં આવ્યું. 2022ના પ્રથમ પ્રક્ષેપણ મિશનના ભાગરૂપે PSLV-C52 દ્વારા પૃથ્વી અવલોકન ઉપગ્રહ EOS-04 લોન્ચ કરવામાં આવ્યો છે.
EOS-04 એ રડાર ઇમેજિંગ સેટેલાઇટ છે. પોલર સેટેલાઇટ લોન્ચ વ્હીકલ બે નાના સેટેલાઇટ સાથે લોન્ચ કરવામાં આવ્યું છે. EOS-04ને તમામ હવામાન પરિસ્થિતિઓમાં અને કૃષિ,વનસંવર્ધન અને વૃક્ષારોપણ, જમીનની ભેજ અને જળવિજ્ઞાન તથા ફ્લડ મેપિંગ જેવી એપ્લિકેશન્સમાં ઉચ્ચ ગુણવત્તાવાળા ફોટોગ્રાફ્સ પ્રદાન કરવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. EOS-04 નું વજન 1,710 kg છે.
PSLV એ બે નાના ઉપગ્રહો પણ વહન કર્યા છે, જેમાં કોલોરાડો યુનિવર્સિટી, બોલ્ડરમાં વાતાવરણીય અને અવકાશ ભૌતિકશાસ્ત્ર પ્રયોગશાળાના સહયોગથી વિકસિત ભારતીય અવકાશ વિજ્ઞાન અને ટેકનોલોજી (IIST) ના ઉપગ્રહ InspireSat-1નો સમાવેશ થાય છે. એનટીયુ, સિંગાપોર અને એનસીયુ, તાઇવાને પણ આમાં સહયોગ આપ્યો છે.
જ્યારે બીજો ઉપગ્રહ ISROનો ટેક્નોલોજી ડેમોન્સ્ટ્રેટર સેટેલાઇટ (INS-2TD) છે. તેના સાધન તરીકે થર્મલ ઇમેજિંગ કેમેરા સાથે, સેટેલાઇટ જમીનની સપાટીના તાપમાન, વેટલેન્ડ્સ અથવા તળાવોના પાણીની સપાટીનું તાપમાન, વનસ્પતિ, પાક અને જંગલોના અંદાજમાં મદદ કરશે.
3 મહિનામાં 5 લોન્ચિંગ કરવાની તૈયારી
ભારતીય અવકાશ સંશોધન કેન્દ્રના કહેવા પ્રમાણે આ સેટેલાઈટના લોન્ચિંગથી ઈસરોની યોજનાઓને ગતિ મળશે. સાથે જ અંતરિક્ષ એજન્સીનું લક્ષ્ય ચંદ્રયાન-3 અને ગગનયાન સહિત 19 સેટેલાઈટ લોન્ચ કરવાનું છે. ઈસરોના કહેવા પ્રમાણે પૃથ્વી અવલોકન સેટેલાઈટ EOS-04ની સાથે જ 2 નાના સેટેલાઈને પણ PSLV-C52 રોકેટ દ્વારા સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યા છે. આ સેટેલાઈટ પોતાની કક્ષામાં સ્થાપિત થઈ ગયા છે. ઈસરો આ વર્ષની શરૂઆતના 3 મહિનામાં 5 લોન્ચિંગ કરવાની તૈયારીમાં છે. પહેલું તો EOS-4 હશે. ત્યાર બાદ PSLV-C53 પર OCEANSAT-3 અને INS-2B માર્ચમાં લોન્ચ કરવામાં આવશે. એપ્રિલમાં SSLV-D1 માઈક્રોસૈટનું લોન્ચિંગ થશે. જોકે કોઈ પણ લોન્ચિંગની નિર્ધારિત તારીખ અંતિમ ઘડીએ પણ બદલાઈ શકે છે.