Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ડુપ્લીકેટ સિક્કા બનાવી આધારકાર્ડમાં નામ બદલવાના ફોર્મમાં સિક્કા મારવાનું રેકેટ, બે લોકો ઝડપાયા

અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારના મહિલા કાઉન્સિલર ભાવનાબેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેમના સહી અને સિક્કા અન્ય અજાણી વ્યક્તિઓ ઉપયોગમાં લઈ રહ્યા હોવાની જાણ કરતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે આનંદનગર પોલીસે મનિષા મહમંદ અયુબ શેખ નમાની મહિલાની ધરપકડ કરી લીધી છે. અને ફરાર આરોપી દુર્ગા પ્રસાદ યાદવની શોધખોળ હાથ ધરી છે. એસ.એમ ડીઝીટલ નામથી ઓફિસ ચલાવતા હતા àª
12:18 PM Jan 24, 2023 IST | Vipul Pandya
અમદાવાદ શહેરના નવા વાડજ વિસ્તારના મહિલા કાઉન્સિલર ભાવનાબેને આનંદનગર પોલીસ સ્ટેશનમાં તેમના સહી અને સિક્કા અન્ય અજાણી વ્યક્તિઓ ઉપયોગમાં લઈ રહ્યા હોવાની જાણ કરતા સમગ્ર મામલે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેના આધારે આનંદનગર પોલીસે મનિષા મહમંદ અયુબ શેખ નમાની મહિલાની ધરપકડ કરી લીધી છે. અને ફરાર આરોપી દુર્ગા પ્રસાદ યાદવની શોધખોળ હાથ ધરી છે. 

એસ.એમ ડીઝીટલ નામથી ઓફિસ ચલાવતા હતા 
શહેરના શ્યામલ ચાર રસ્તા પાસે આવેલી એક બિલ્ડીંગમાં એસ.એમ ડીઝીટલ નામની ઓફિસ આવેલી છે અને આ ઓફિસમાં મનીષા અને દુર્ગા પ્રસાદ કામ કરે છે અને આ દુર્ગા પ્રસાદ ઓફિસમાં આધારકાર્ડમાં નામ બદલવાના અને આયુષ્માન કાર્ડ નવા કઢાવવાના હોય તેમાં કોર્પોરેટરની સહી સિક્કાઓ કરી આપવાનું કામ કરી આપતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે.
એક મહિલાની ધરપકડ, એક આરોપી ફરાર 
હાલ આનંદ નગર પોલીસે ઓફિસમાં કામ કરતી મનીષા શેખ નામની મહિલાની ધરપકડ કરી લીધી છે અને ફરાર આરોપી દુર્ગા પ્રસાદને શોધવા માટેની કવાયત હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે પકડાયેલા આરોપીનું કામ તો માત્ર ડોક્યુમેન્ટ રિસીવ કરવાનું રહેતું હતું પરંતુ માસ્ટર માઈન્ડ દુર્ગા પ્રસાદ કે જે કોર્પોરેટરના સહી અને સિક્કા ફોર્મ ઉપર કરીને આપતો હતો તેની ધરપકડ બાદ આ સમગ્ર રેકેટમાં તાર ક્યાં સુધી સંકળાયેલા છે તેની જાણ થઇ શકશે. 
આ પણ વાંચોઃ  માળીયા-મિયાણામાં ડિઝલ ચોરી રેકેટનો પર્દાફાશ, 39 લાખનો મુદ્દામાલ કબ્જે કરાયો
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
arrestedchangeAadhaarcardduplicatecoinsGujaratFirstRacket
Next Article