Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

આર માધવને એક ખોવાયેલા હીરો નામ્બી નારાયણનની વાર્તાને સ્ક્રીન પર જીવંત કરી

 આર માધવન એક સારો અભિનેતા છે. જો તમે પણ અત્યાર સુધી માધવન વિશે આટલું વિચાર્યું તો તમે ખોટા છો, આ ફિલ્મ જોયા પછી તમને લાગશે કે આર માધવન ન સારો એક્ટર પણ દાદુ નિર્મતા પણ છે. આ ફિલ્મમાં તેની પ્રતિભા ઝળકે છે. જેણે આપણા દેશના એક ખોવાયેલા હીરો નામ્બી નારાયણનની વાર્તાને સ્ક્રીન પર જીવંત કરી છે.રેટિંગ-  5 માંથી 4.5 સ્ટાર -  જીવનમાં સારી ફિલ્મો માટે હંમેશા જગ્યા હોવી જોઈએ.સ્ટોરી- આ સાયન્ટિસ્ટ નામ્
આર માધવને એક ખોવાયેલા હીરો નામ્બી નારાયણનની વાર્તાને સ્ક્રીન પર જીવંત કરી
 આર માધવન એક સારો અભિનેતા છે. જો તમે પણ અત્યાર સુધી માધવન વિશે આટલું વિચાર્યું તો તમે ખોટા છો, આ ફિલ્મ જોયા પછી તમને લાગશે કે આર માધવન ન સારો એક્ટર પણ દાદુ નિર્મતા પણ છે. આ ફિલ્મમાં તેની પ્રતિભા ઝળકે છે. જેણે આપણા દેશના એક ખોવાયેલા હીરો નામ્બી નારાયણનની વાર્તાને સ્ક્રીન પર જીવંત કરી છે.
રેટિંગ-  5 માંથી 4.5 સ્ટાર -  જીવનમાં સારી ફિલ્મો માટે હંમેશા જગ્યા હોવી જોઈએ.
સ્ટોરી- આ સાયન્ટિસ્ટ નામ્બી નારાયણનની લાઇફ સ્ટોરી છે, કેવી રીતે તેમને નાસામાં મોટી નોકરી મળી રહી હતી. પરંતુ તેણે તે ઓફર ઠુકરાવીને પૈસા માટે નહીં  પરંતુ તેણે દેશ માટે કામ કરવાનું નક્કી કર્યું. પરંતુ તેને પોતાના જ દેશમાં જ સન્માન ન મળ્યું. આ મહાન સાયન્ટિસને પોતાના દેશમાં કેવી શરમ અને અપમાન સહન કરવું પડ્યું. તેના પરિવારને હેરાન કરવામાં આવતો હતો. તમે અત્યાર સુધી આ વાર્તા સાંભળી હશે. તે દર્દને નામ્બી નારાયણની વાર્તાના ફિલ્મી પડદે દર્શાવવાનો પ્રયાસ મેકર્સે કર્યો છે. ફર્સ્ટ હાફમાં વધુ અંગ્રેજી સંવાદો છે પરંતુ તેમ છતાં ફિલ્મ બોરીંગ નહીં લાગે. આ ફિલ્મનું શૂટિંગ વિદેશમાં થયું છે જ્યાં નામ્બી નારાયણન ગયા હતા. સેકન્ડ હાફ અદ્ભુત છે. નામ્બી નારાયણની પીડા તમને ચોક્કસ રડાવી જાય છે
અભિનય- આર માધવને આ ફિલ્મમાં ઉત્કૃષ્ટ અભિનય કર્યો છે તે કહેવું પૂરતું નથી  કારણ કે એવું લાગતું નથી કે તે અભિનય કરી રહ્યો છે પરંતુ માધવને આ પાત્ર બખૂબી જીવ્યું છે. માધવને નામ્બી નારાયણનની યુવાનીથી વૃદ્ધાવસ્થા સુધીની સફરને સંપૂર્ણતા સાથે દર્શાવી છે. તે એક પણ ફ્રેમમાં ફિટ થવાનું ચૂક્યો નથી. સાથે જ માધવને નામ્બી નારાયણની પીડાને ખૂબ સારી રીતે વર્ણવી છે. એક દ્રશ્યમાં જ્યારે નામ્બી તેની પત્ની સાથે હોય છે અને તેને ઓટો મળતી નથી ત્યારે તમે પણ સિનેમાની સીટ પર બેસીને તેની લાચારી અનુભવી શકો છો. બાકીના કલાકારોનો અભિનય પણ શાનદાર છે. ફિલ્મ ક્યાંય ઢીલી પડતી નથી. માધવન આખી ફિલ્મમાં ચોક્કસ તમારું ઘ્યાન ખેંચશે. અંતે જ્યારે સ્ક્રીન પર  ઓરિજનલ નામ્બી નારાયણન પણ આવે છે ત્યારે તમને ચોક્કસ ઉભા થઈને તાળી પાડવાની ઉચ્છા થશે. ફિલ્મમાં શાહરૂખ ખાન પણ જોવા મળે છે.  શાહરૂખે નામ્બી નારાયણનનો જે ઇન્ટરવ્યુ લીધો અને તે પણ સારું છે. 
ડિરેક્શન - આ ફિલ્મ માધવને લખી છે અને ડિરેક્ટ કરી છે અને આ માટે માધવનના વખાણ કરીએ તેટલા ઓછા છે. માધવને આ વાર્તાને સુંદર રીતે રજૂ કરી. ફિલ્મમાં સ્ક્રીપ્ટ સાથેની તેની પ્રામાણિકતા સ્પષ્ટપણે દેખાય છે અને તે જ આ ફિલ્મને વધુ સુંદર બનાવે છે.  માધવને સાબિત કર્યું છે કે તે માત્ર એક તેજસ્વી અભિનેતા જ નથી પણ એક અદ્ભુત લેખક અને દિગ્દર્શક પણ છે.
આ ફિલ્મ એક એવી ફિલ્મ છે જે તમારે ચોક્ક્સ જોવી જ જોઈએ. આખા પરિવાર સાથે જોવી જોઈએ .આ છે આપણા દેશના હીરોની વાર્તા છે. સાથે જ આ ફિલ્મ પણ પ્રશ્નો પણ તમારા મનમાં ઉભા કરીને જશે. જેેનો પ્રામાણિક જવાબ આપણે પોતાની જાતને  આપવા રહ્યાં. માધવન આ ફિલ્મ માટે દરેક એવોર્ડનો હકદાર છે અને સૌથી મોટો એવોર્ડ દર્શકોનો પ્રેમ હશે.
Advertisement
Tags :
Advertisement

.