Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ICC ટેસ્ટ રેન્કિંગમાં આર.અશ્વિનનો જલવો, બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં બીજા

ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે જાહેર કરાયેલી તાજેતરની વિશ્વ રેન્કિંગમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે. તેણે બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને યથાવત છે. રોહિત શર્મા અને સુકાની વિરાટ કોહલીએ પણ બેટ્સમેનોની યાદીમાં અનુક્રમે પાંચમું
icc ટેસ્ટ રેન્કિંગમાં આર અશ્વિનનો જલવો  બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં બીજા
ભારતીય ઓફ સ્પિનર ​​રવિચંદ્રન અશ્વિન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ (ICC) દ્વારા બુધવારે જાહેર કરાયેલી તાજેતરની વિશ્વ રેન્કિંગમાં પ્રભુત્વ જાળવી રાખ્યું છે. તેણે બોલરો અને ઓલરાઉન્ડરોની યાદીમાં પોતાનું બીજું સ્થાન જાળવી રાખ્યું છે. ટેસ્ટ ઓલરાઉન્ડરોની યાદીમાં રવિન્દ્ર જાડેજા ત્રીજા સ્થાને યથાવત છે. રોહિત શર્મા અને સુકાની વિરાટ કોહલીએ પણ બેટ્સમેનોની યાદીમાં અનુક્રમે પાંચમું અને સાતમું સ્થાન જાળવી રાખ્યું છે. રોહિતના 797 અને કોહલીના 756 પોઈન્ટ છે. બેટ્સમેનોની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો માર્નસ લાબુશેન (915 પોઈન્ટ) ટોપ પર છે.
ઈંગ્લેન્ડના કેપ્ટન જો રૂટ (900) બીજા સ્થાને છે જ્યારે ન્યુઝીલેન્ડના કેપ્ટન કેન વિલિયમસન (879) સ્ટીવ સ્મિથ (877)ને પાછળ છોડીને ત્રીજા સ્થાને છે. રોહિત, ડેવિડ વોર્નર, કોહલી, દિમુથ કરુણારત્ને, બાબર આઝમ અને ટ્રેવિસ હેડ ટોપ 10માં છે. ટેસ્ટ બોલરોમાં ટોપ 10માં અશ્વિન એકમાત્ર ભારતીય છે. તે 883 રેટિંગ પોઈન્ટ સાથે બીજા સ્થાને યથાવત છે. ઓસ્ટ્રેલિયાનો ટેસ્ટ કેપ્ટન પેટ કમિન્સ ટોચ પર છે જ્યારે પાકિસ્તાનનો ડાબોડી ફાસ્ટ બોલર શાહીન શાહ આફ્રિદી ત્રીજા સ્થાને છે. તેમના પછી ટિમ સાઉથી અને જેમ્સ એન્ડરસન આવે છે.
ઓસ્ટ્રેલિયા માટે મેલબોર્ન ટેસ્ટમાં પદાર્પણ કરનાર સ્કોટ બોલેન્ડે ઈંગ્લેન્ડની બીજી ઈનિંગમાં 6/7 લેતાં 271 રેટિંગ પોઈન્ટ્સ મેળવ્યા હતા અને તે 74મા ક્રમે છે. ઓલરાઉન્ડરોની યાદીમાં જેસન હોલ્ડર ટોચ પર છે. તેના પછી અશ્વિન, જાડેજા, શાકિબ અલ હસન, મિચેલ સ્ટાર્ક અને બેન સ્ટોક્સનો નંબર આવે છે. ટેસ્ટ ટીમ રેન્કિંગમાં ભારત 124 પોઈન્ટ સાથે ટોપ પર છે. ન્યુઝીલેન્ડ બીજા, ઓસ્ટ્રેલિયા ત્રીજા અને ઈંગ્લેન્ડ ચોથા ક્રમે છે.
Advertisement
Tags :
Advertisement

.