ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

સુરક્ષા પર ઊભા થયા છે સવાલ, કેદારનાથ ધામની પાંચેય હેલિકોપ્ટર સેવાઓ પર સવાલ

કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું અને સાત લોકોએ જીવ ગુમાવ્યા.  આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગુજરાતની 3 યુવતીઓના પણ અપ મૃત્યુ થયાં હતાં. આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતાં.આ પહેલા પણ મે મહિનામાં હાર્ડ લેન્ડિંગ થયું હતું. જે બાદ DGCAએ પાંચ હેલિકોપ્ટર ઓપરેટર્સ પર પાંચ-પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. આ દંડ માત્ર સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ કરવામાં આવ્યો હતો.
01:16 PM Oct 18, 2022 IST | Vipul Pandya
કેદારનાથમાં હેલિકોપ્ટર ક્રેશ થયું અને સાત લોકોએ જીવ ગુમાવ્યા.  આ દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં ગુજરાતની 3 યુવતીઓના પણ અપ મૃત્યુ થયાં હતાં. આ દુર્ભાગ્યપૂર્ણ દુર્ઘટનામાં યાત્રીઓએ પોતાના જીવ ગુમાવ્યા હતાં.આ પહેલા પણ મે મહિનામાં હાર્ડ લેન્ડિંગ થયું હતું. જે બાદ DGCAએ પાંચ હેલિકોપ્ટર ઓપરેટર્સ પર પાંચ-પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. આ દંડ માત્ર સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ કરવામાં આવ્યો હતો.
રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખ સહાયની જાહેરાત કરી 

આજે કેદારનાથથી 2 કિલોમીટર દૂર એક ખાનગી કંપનીનું હેલોકોપ્ટર ક્રેશ થયું હતું. આ દુર્ઘટનામાં 7 લોકોના મોત નીપજ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રીના વિશેષ મુખ્ય સચિવે આ હેલિકોપ્ટર દુર્ઘટનામાં પાયલોટ સહિત 7 લોકોના મોતની પુષ્ટી કરી હતી. આ ઘટનામાં મૃતકો ગુજરાત અને તમિલનાડુના છે. મૃતકોમાં ત્રણ યુવતીઓ ગુજરાતના ભાવનગરની હતી. રાજ્ય સરકારે મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયા સહાય આપવાની જાહેરાત કરી છે. આ દુર્ઘટના પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ,  કોંગ્રેસના નેતા શક્તિસિંહ ગોહિલ સહિતના દિગ્ગજોએ ટ્વીટ કરીને દુઃખ વ્યક્ત પણ કર્યું છે. તેમજ રાજ્ય સરકારે મૃતકોના પરિવારને સાત્વના પાઠવી છે અને મૃતદેહોને પોતાનાના વતન સુધી પોહોંચાડવાની વ્યવસ્થા સરકાર કરશે. ગુજરાતના ભાવનગરના મૃતકોના પરિવારજનોને રાજ્ય સરકાર રૂપિયા ચાર લાખની સહાય આપશે. પરંતુ હજુ આવી દુર્ઘટના ન સર્જાય તે પણ જરુરી છે.





મે મહિનામાં હેલિકોપ્ટર ઓપરેટર્સ પર પાંચ-પાંચ લાખનો દંડ ફટકાર્યો
આજે ખરાબ હવામાનના કારણે આ અકસ્માત થયો હતો. આ પહેલા પણ મે મહિનામાં હાર્ડ લેન્ડિંગ થયું હતું. જે બાદ DGCAએ પાંચ હેલિકોપ્ટર ઓપરેટર્સ પર પાંચ-પાંચ લાખનો દંડ ફટકાર્યો હતો. આ દંડ માત્ર સલામતી ધોરણોનું પાલન ન કરવા બદલ કરવામાં આવ્યો હતો.
કેદારનાથ ધામ માટે દેહરાદૂનથી ફાટા સુધી હેલિકોપ્ટર સેવાઓ ઉપલબ્ધ છે.  
જો કે હાલમાં કેદારનાથ ધામ અને તેની આસપાસનું વાતાવરણ ખરાબ છે. બરફ પડી રહ્યો છે. દિવસનું તાપમાન 4-5 ડિગ્રી ચાલી રહ્યું છે. કેદારનાથ ખીણમાં વાદળો આવવા-જવા લાગ્યા છે. ક્યારેક ઉપર તો ક્યારેક નીચે. હિમવર્ષા અને 13 ટકા ભેજને કારણે ધુમ્મસ સર્જાયું હતું. હવે તે મૃત્યુનું કારણ બની ગયું છે. બરફ, વાદળો અને ધુમ્મસના કારણે વિઝિબિલિટી ઘટી ગઈ હતી. હેલિકોપ્ટર અચાનક એક ટેકરી સાથે અથડાયું હતું. ગરુડચટ્ટીના ડુંગરાળ મેદાનમાં  હેલિકોપ્ટરનો એક ભાગ પડ્યો હતો, જેમાં આગ ફાટી નીકળી હતી અને તમામ મુસાફરો મૃત્યુ પામ્યા હતા. શું આ હેલિકોપ્ટર સેવાઓ આવી ખતરનાક ખીણોમાં યોગ્ય રીતે ઉડે છે? શું તેઓ સલામતીના ધોરણોનું પાલન કરે છે?
જો  તેમણે સલામતીના ધોરણોનું ધ્યાન રાખ્યું હોત, તો આ બરફીલા અને ઓછી વિઝિબિલિટીવાળા હવામાનમાં હેલિકોપ્ટર ઉડાતા નહીં. 31 મે 2022ના રોજ કેદારનાથમાં જ મુસાફરોથી ભરેલા હેલિકોપ્ટરનું હાર્ડ લેન્ડિંગ થયું હતું. જે બાદ જૂનમાં ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ 7 અને 8 જૂને ઓડિટ કરાવ્યું હતું. જેમાં જાણવા મળ્યું હતું કે કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી પાંચ કંપનીઓ સુરક્ષા માપદંડોને પૂર્ણ કરતી નથી. સલામતીના નિયમો પર ઓછું ધ્યાન અપાય છે. 
તમે આ તસવીરમાં જોઈ શકો છો કે કેટલો બરફ પડ્યો છે. પાછળ કેટલું ધુમ્મસ છે? સળગતું હેલિકોપ્ટર.
ઓડિટ પૂર્ણ થયા બાદ DGCAએ કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા પૂરી પાડતી પાંચ કંપનીઓ પર પાંચ લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. આ સિવાય બે અન્ય ઓપરેટરોના અધિકારીઓને સલામતીના ધોરણોના ભંગ બદલ ત્રણ મહિના માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ઓડિટ સમયે, DGCA ટીમે અવલોકન કર્યું કે હેલિકોપ્ટર સેવા કંપનીઓ હેલિકોપ્ટર શટલ ઓપરેશન દરમિયાન તમામ નિયત સલામતી ધોરણોનું ક્રોસચેક કરતી નથી.
 આ પણ વાંચો- 
Tags :
GujaratFirstHelicopterSecurityKedarnathKedarnathHelicopterCrash
Next Article