Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપડાની જગ્યાએ પીવી સિંધુ સંભાળશે ભારતનો ઝંડો

ગુરુવાર થી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હવે ઉદ્ધાટન પ્રસંગમાં નીરજ ચોપડા નહીં પરંતુ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ભારત વતી ધ્વજવાહક બનશે. જેવલીન થ્રોઅર નીરજ ચોપરા ધ્વજવાહક બન્યા હતા પરંતુ ગેમ્સ શરુ થવાના થોડા દિવસ અગાઉ તેમણે ટૂર્નોમેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું તેથી ધ્વજવાહકની જવાબદારી સિંધુને સોંપવામાં આવી હતી. The Indian Olympic Association (IOA) is delighted to announce shuttler PV Sindhu, a two-ti
કોમનવેલ્થ ગેમ્સમાં નીરજ ચોપડાની જગ્યાએ પીવી સિંધુ સંભાળશે ભારતનો ઝંડો
ગુરુવાર થી કોમનવેલ્થ ગેમ્સનો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે હવે ઉદ્ધાટન પ્રસંગમાં નીરજ ચોપડા નહીં પરંતુ બેડમિન્ટન સ્ટાર પીવી સિંધુ ભારત વતી ધ્વજવાહક બનશે. જેવલીન થ્રોઅર નીરજ ચોપરા ધ્વજવાહક બન્યા હતા પરંતુ ગેમ્સ શરુ થવાના થોડા દિવસ અગાઉ તેમણે ટૂર્નોમેન્ટમાંથી પોતાનું નામ પાછું ખેંચ્યું હતું તેથી ધ્વજવાહકની જવાબદારી સિંધુને સોંપવામાં આવી હતી. 
Advertisement

ભારતીય ઓલિમ્પિક સંઘે સિંધુના નામની કરી જાહેરાત 
ભારતીય ઓલિમ્પિક સંઘ (આઇઓએ)એ બુધવારે સાંજે જાહેરાત કરી હતી કે, એસોસિએશને સ્ટાર શટલર પીવી સિંધુનું નામ ફ્લેગ બેરર તરીકે નક્કી કર્યું છે. બે વખત ઓલિમ્પિક ચેમ્પિયન રહી ચૂકેલી પીવી સિંધુ બર્મિંગહામમાં યોજાનારા ઉદ્ઘાટન સમારંભમાં આ પ્રતિનિધિમંડળનું નેતૃત્વ કરશે.
28 જુલાઈથી 8મી ઓગસ્ટ સુધી કોમનવેલ્થ ગેમ્સ
ઈંગ્લેન્ડના બર્મિંગહામમાં તારીખ 28મી જુલાઈથી શરુ થઈ રહેલી કોમનવેલ્થ ગેમ્સ તારીખ 8મી ઓગસ્ટ સુધી શરુ થશે. કોમનવેલ્થ ગેમ્સમાં ભારત અવારનવાર વધુ સારો દેખાવ કરે છે અને ટોપ-3માં સ્થાન મેળવે છે. આવી સ્થિતિમાં આ વખતે પણ ભારતને અહીં ઈતિહાસ રચવાની આશા છે. 
Tags :
Advertisement

.