'જો મે બોલતા હું વો મે કરતા હું', પુતિનની ન્યૂક્લિયર વોરની ધમકી
જો મે બોલતા હું, વો મે કરતા હું, ઔર જો મે નહીં બોલતા વો મે ડેફિનેટ્લી કરતા હું. તમે આ ડાયલોગ ક્યારેક તો સાંભળ્યો જ હશે. આ અક્ષય કુમારની ફિલ્મનો ડાયલોગ છે. તમે વિચારતા હશો કે આ ડાયલોગ મારફતે શું કહેવામાં આવી રહ્યું છે. તો અમે તમને જણાવી દઇએ કે, આ ડાયલોગને હાલમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન ચરિતાર્થ કરી રહ્યા છે. દુનિયાભરના દેશ યુક્રેનમાં કરવામાં આવેલા હુમલાથી રશિયા પર ખૂબ જ ગુસ્સે ભરાયા છે.
જો મે બોલતા હું, વો મે કરતા હું, ઔર જો મે નહીં બોલતા વો મે ડેફિનેટ્લી કરતા હું. તમે આ ડાયલોગ ક્યારેક તો સાંભળ્યો જ હશે. આ અક્ષય કુમારની ફિલ્મનો ડાયલોગ છે. તમે વિચારતા હશો કે આ ડાયલોગ મારફતે શું કહેવામાં આવી રહ્યું છે. તો અમે તમને જણાવી દઇએ કે, આ ડાયલોગને હાલમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન ચરિતાર્થ કરી રહ્યા છે.
Advertisement
દુનિયાભરના દેશ યુક્રેનમાં કરવામાં આવેલા હુમલાથી રશિયા પર ખૂબ જ ગુસ્સે ભરાયા છે. ત્યારે એક નાના બાળકની જેમ જીદે ભારાયા હોય તેવુ વલણ હાલમાં રશિયન રાષ્ટ્રપતિ પુતિન દ્વારા કરવામાં આવી રહ્યું છે. જીહા, દુનિયાભરના દેશ જ્યારે આ યુદ્ધને બંધ કરવાની અને શાંતિથી ભેગા થઇ ચર્ચા મારફતે તેને ખતમ કરવાની અપીલ કરી રહ્યા છે ત્યારે પુતિન અમારા મામલામાં વચ્ચે ન આવો તેવી ધમકી આપી રહ્યા છે. પુતિને તો હવે ત્યા સુધી કહી દીધુ છે કે, જો કોઇ દેશ યુક્રેનની મદદ કરવા આગળ આવશે તો મજબૂરીમાં મારે ન્યૂક્લિયર હુમલો કરવો પડશે. આ હુમલાનો અર્થ શું છે તે દુનિયાભરના તમામ દેશ જાણે છે. વળી પુતિનના નેચરને પણ દુનિયા જાણે છે કે તે જે પણ બોલે છે તે કરીને જ બતાવે છે. ત્યારે પુતિન દ્વારા કહેવામાં આવેલી આ ગંભીર વાતને મજાક કે માત્ર ધમકી સ્વરૂપે ન લેવી જોઇએ. જોકે, આજે પણ દુનિયાના દેશ આ બંને દેશ રશિયા-યુક્રેન વચ્ચે સુલહ થાય તેવા પ્રયત્ન કરી રહ્યા છે. પરંતુ એક પછી એક ચર્ચાના દૌર બાદ પણ પરિણામ શૂન્ય જ આવી રહ્યું છે.
આ યુદ્ધને દુનિયાનાં દેશ ત્રીજા વિશ્વ યુદ્ધની શરૂઆત ગણાવી રહ્યા છે. એવું કેમ છે કે આ યુદ્ધને રોકવાના તમામ પ્રયત્નો ફેલ થઇ રહ્યા છે. તમે જાણતા જ હશો કે બીજા વિશ્વ યુદ્ધમાં દુનિયાને કેટલી તકલીફોનો સામનો કરવો પડ્યો હતો. એક જર્મનીના તાનાશાહ એડોલ્ફ હિટલરે પોતાની જીદને પૂરી કરવા માટે વિશ્વને યુદ્ધની આગમાં જોંકી દીધું હતુ. કઇંક આવું જ અત્યારે થઇ રહ્યું છે તેવુ ઘણા દેશનું માનવું છે. રશિયા પર હાલમાં Swift Sanctions જેને Mother of all Sanctions લગાવવામાં આવેલ છે. જેના કારણે રશિયા પર Do or Die જેવી પરિસ્થિતિ જોવા મળી રહી છે. આ Frustrationમાં રશિયાએ ન્યૂક્લિયર વોરની ધમકી આપી દીધી છે. પહેલા કહ્યું તેમ રશિયા જે કહે છે તે કરીને જ બતાવે છે. આ જ કારણ છે કે તમામ દેશ ડિપ્લોમેસીથી આ વિવાદનો અંત લાવવાના દરવાજાને ખુલ્લો રાખી રહ્યા છે.
વિશ્વ આ ક્ષણે એવી સમજી રહ્યું છે કે, રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન એક અલગ માણસ છે જેણે રશિયન સેનાને જોખમી યુદ્ધમાં ધકેલી દીધી છે. અને તેના આ પગલાએ રશિયાની અર્થવ્યવસ્થાને વિનાશ તરફ ધકેલી દીધી છે. રાષ્ટ્રપતિ પુતિન તાજેતરના સમયમાં માત્ર બે વાર જોવા મળ્યા છે. બંને વખત તેઓ તેમના નજીકના સલાહકારોથી ઁતર બનાવતા તેમને મળતા જોવા મળે છે. રશિયન સેનાના કમાન્ડર-ઇન-ચીફ હોવાને કારણે, તેમની પાસે યુક્રેન પરના હુમલાની અંતિમ જવાબદારી છે. પરંતુ તેઓ હંમેશા તેમના વફાદાર સલાહકારો પર આધાર રાખે છે. તેમાંથી મોટાભાગના લોકોએ રશિયાની સુરક્ષા સેવાઓ અથવા ગુપ્તચર સેવાઓમાં તેમની કારકિર્દી શરૂ કરી છે. પુતિનના નિર્ણયોને પ્રભાવિત કરનાર કોઈ હોય તો તે તેમના વફાદાર સર્ગેઈ શોઇગુ છે. તેમણે લાંબા સમયથી યુક્રેનની સૈન્ય ઘટાડવા અને રશિયાને પશ્ચિમી સૈન્ય શક્તિથી બચાવવાની તેમની ભલામણને પુનરાવર્તિત કરી છે.
યુક્રેન અને રશિયા ટૂંક સમયમાં ત્રીજા રાઉન્ડની વાતચીત કરશે. તાજેતરમાં, પોલેન્ડ સરહદ નજીક સ્થિત બેલારુસમાં બીજા તબક્કાની વાતચીત યોજાઈ હતી. આ સંવાદ અંગે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના સલાહકાર વ્લાદિમીર મેડિન્સકીએ કહ્યું કે બંને પક્ષોની સ્થિતિ ખૂબ જ સ્પષ્ટ છે, સંઘર્ષના રાજકીય ઉકેલ સાથે સંબંધિત મુદ્દાઓ સહિત દરેક વસ્તુ લખવામાં આવી છે. જો કે, વિસ્તૃત માહિતી આપ્યા વિના, તેમણે કહ્યું કે તેમની તરફથી પરસ્પર સંમતિ થઈ ગઈ છે.