Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

મને ખબર છે કાલે તમારો જન્મદિવસ છે.. PMશ્રીના જન્મદિન પર પુતિને કહી આ વાત

ઉઝબેકિસ્તાનમાં (Uzbekistan) આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની (SCO) 22મી સમિટનો આજે છેલ્લો દિવસ હતો. કોન્ફરન્સમાં ભાગ લેવા સમરકંદ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે મુલાકાત કરી હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.વાતચીત દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયાની (
મને ખબર છે કાલે તમારો જન્મદિવસ છે   pmશ્રીના જન્મદિન પર પુતિને કહી આ વાત
ઉઝબેકિસ્તાનમાં (Uzbekistan) આયોજિત શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની (SCO) 22મી સમિટનો આજે છેલ્લો દિવસ હતો. કોન્ફરન્સમાં ભાગ લેવા સમરકંદ પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ (Narendra Modi) શુક્રવારે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન (Vladimir Putin) સાથે મુલાકાત કરી હતી. દ્વિપક્ષીય બેઠક દરમિયાન બંને નેતાઓએ યુક્રેન યુદ્ધ સહિત અનેક વૈશ્વિક મુદ્દાઓ પર ચર્ચા કરી હતી.
વાતચીત દરમિયાન પુતિને પીએમ મોદીને રશિયાની (Russia) મુલાકાત લેવાનું આમંત્રણ પણ આપ્યું હતું. બંન્ને નેતાઓ વચ્ચેની વાતચીત દરમિયાન એક પળ એવી પણ આવી જ્યારે બંને નેતાઓના ચહેરા પર સ્મિત હતું જેણે વાતાવરણને હળવું કર્યું હતું. પુતિને એક દિવસ પછી આવેલા PM મોદીના જન્મદિવસનો ઉલ્લેખ કર્યો, પરંતુ તેમને અભિનંદન આપવાને બદલે માત્ર ઔપચારિક રીતે શુભેચ્છા પાઠવી.
પુતિને (Vladimir Putin) PM મોદીને કહ્યું, 'મારા મિત્ર, કાલે તમે તમારો જન્મદિવસ ઉજવવાના છો. રશિયન પરંપરાઓ અનુસાર અમે ક્યારેય એડવાન્સમાં શુભકામના આપતા નથી તેથી હું આ ક્ષણે શુભકામના નથી આપતો પણ હું તમને કહેવા માંગુ છું કે અમે આ બાબતથી વાકેફ છીએ. અમે તમને અને મિત્ર દેશ ભારતને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. અમે તમારા નેતૃત્વમાં ભારતનો વિકાસ ઈચ્છીએ છીએ. હું યુક્રેન સંઘર્ષ પર તમારી સ્થિતિ અને ચિંતાઓથી વાકેફ છું.
Advertisement

Tags :
Advertisement

.